Showing posts with label ઇડલી અને ઢોસા. Show all posts
Showing posts with label ઇડલી અને ઢોસા. Show all posts

મલગાપડી પાઉડર

મલગાપડી પાઉડર

તૈયારીનો સમયઃ ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૧ કપ બનશે

સામગ્રીઃ

-૨ ચમચા ધાણા
-૧ ૧/૨ ચમચો જીરું
-૨ ચમચા ચણાની દાળ
-૨ ચમચા અડદની દાળ
-૨ ચમચા તલ
-૧૨ નંગ લાલ મરચાં
-૧ ચમચી હંિગ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- બધી સામગ્રી શેકી લેવી.
- પછી મિક્સરમાં પીસીને પાઉડર બનાવવો અને હવા બંધ બરણીમાં ભરીને રાખવો.

ક્રિસ્પી કપ ઢોસા

ક્રિસ્પી કપ ઢોસા

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૪ કલાક
આથો આવવા માટેનો સમયઃ આખી રાત
માત્રાઃ ૮ ઢોસા બનશે

સામગ્રીઃ

-૧ કપ અડદની દાળ
-૧ કપ ચણાની દાળ
-૧ કપ ચણાનો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-થોડું તેલ

રીતઃ

- અડદની દાળ તથા ચણાની દાળને નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી પલળવા માટે મૂકી દેવી.
- ધોઇને નીતારવી અને થોડા પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
- ઢાંકીને આથો આવવા માટે આખી રાત જુદું મૂકી દેવું.
- બીજે દિવસે ચણાનો લોટ, ૧ કપ પાણી અને મીઠું નાંખવું અને બરાબર મિક્સ કરવું.
- નોન-સ્ટિક તવાને મઘ્યમ તાપે ગરમ કરવો અને પછી થોડું તેલ લગાવી ચીકણો કરવો.
- તવા પર એક મોટો ચમચો ભરીને ઢોસાનું ખીરું પાથરવું.
- કિનારી પર થોડું તેલ નાંખવું અને ઢોસાને મઘ્યમ તાપે પકાવવો જેથી બ્રાઉન રંગનો થઇ જાય.
- બાકી બચેલા ખીરામાંથી આ રીતે જ ઢોસા બનાવવા.

દાળ અને ચોખાના ઢોસા

દાળ અને ચોખાના ઢોસા

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
પલાળવાનો સમયઃ ૨ કલાક
આથો આવવા માટેનો સમયઃ આખી રાત
માત્રાઃ ૧૫ ઢોસા બનશે

સામગ્રીઃ

-૧ કપ ચોખા
-૧ કપ અડદની દાળ
-૧ કપ ચણાની દાળ
-મીઠું સ્વાદાનુસાર
-થોડું તેલ

રીતઃ

- ચોખા, અડદની દાળ અને ચણાની દાળને ધોઇને નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૨ કલાક સુધી પલાળી રાખવા.
- નિતારીને ધોવા અને ૧/૨ કપ પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
- ઢાંકીને આથો આવવા માટે આખી રાત મૂકી રાખવું.
- બીજે દિવસે મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાંખી પાતળું ખીરું બનાવવું.
- નોન-સ્ટિક તવાને મઘ્યમ તાપ પર ગરમ કરવો અને તેલ લગાવી ચીકણો કરવો.
- તવા પર એક ચમચો ખીરું પાથરવું.
- થોડું તેલ ઉપર લગાડી નીચેની બાજુ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી પકાવવું.
- બાકી બચેલા ખીરામાંથી આ રીત પ્રમાણે ઢોસા બનાવવા.

ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.

મસાલેદાર ટૌસાલી

મસાલેદાર ટૌસાલી

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૪ કલાક
આથો આવવા માટેનો સમયઃ ૪ કલાક
માત્રાઃ ૮ ટૌસાલી બનશે

સામગ્રીઃ

-૧ કપ ચોખા
-૧/૨ કપ નાળિયેર ખમણેલું
-૩/૪ કપ કાકડી ખમણેલી
-૨ ચમચી સાકર
-૩ લીલા મરચાં બારીક સમારેલાં
-૪ થી ૫ ચમચા દહીં
-૪ ચમચા પિગાળેલું ઘી
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- ચોખાને પલાળવા માટે નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી મૂકી રાખવા.
- નિતારવા, ધોવા અને નાળિયેર સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
- કાકડી, સાકર, લીલા મરચાં, દહીં અને મીઠું નાંખવા.
- જો ખીરું બહુ ઘટ્ટ હોય તો જરૂર જેટલું પાણી નાંખી પાતળું કરવું.
- ૪ કલાક સુધી મૂકી રાખવું.
- નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને ઘી લગાવી આછો ચીકણો કરવો.
- ગરમ તવા પર ૧ મોટો ચમચો ભરીને ખીરું પાથરવું.
- ઢાંકણાથી ઢાંકીને તેને ધીમા તાપે એક તરફથી બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી પકાવવો. પછી બીજી બાજુ પણ કડક કરવી.
- બાકી બચેલા ખીરામાંથી પણ આ રીતે ટૌસાલી બનાવવા.

ઘી અથવા ચૂર્ણ સાથે ગરમ ગરમ પીરસવા.

ટૌસાલી

ટૌસાલી

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલળવા માટેનો સમયઃ ૪ કલાક
આથો આવવા માટેનો સમયઃ ૪ કલાક
માત્રાઃ ૮ ટૌસાલી બનશે

સામગ્રીઃ

-૧ કપ ચોખા
-૩/૪ કપ નાળિયેર ખમણેલું
-૧/૨ કપ ગોળ, ખમણેલો
-૩/૪ કપ કાકડી, ખમણેલી
-૪ ચમચા પિગાળેલું ઘી
-૧ ચમચી કાપીને મીઠું

રીતઃ

- ચોખાને પલળવા માટે નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી મૂકી રાખવા.
- નિતારવા, ધોવા અને નાળિયેર, ગોળ અને ૧/૪ કપ પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
- કાકડી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
- જો ખીરું બહુ ઘટ્ટ લાગે તો જરૂર જેટલું પાણી નાંખીને થોડું પાતળું કરવું. ખીરું ગાઢું હોવું જોઇએ.
- ૪ કલાક સુધી મૂકી રાખવું.
- નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને ઘી લગાવી આછો ચીકણો કરવો.
- ગરમ તવા પર ૧ મોટો ચમચો ભરીને ખીરું પાથરવું.
- ઢાંકણાથી ઢાંકી દેવું અને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવવું.
- બાકી બચેલા ખીરામાંથી આ પ્રમાણે ટૌસાલી બનાવવા.

ઘી સાથે ગરમ ગરમ પીરસવા.

નાળિયેરનો સૉસ

નાળિયેરનો સૉસ

તૈયારીનો સમયઃ ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૧ કપ બનશે

સામગ્રીઃ

-૧ કપ નાળિયેરનું દૂધ
-૨ ચમચી કોર્નફ્‌લોર (મકાઇનો લોટ)
-૧/૨ ચમચી જીરું
-૨ નંગ લીમડો
-૨ ચમચી લીલા મરચાંની પેસ્ટ
-૧ ચમચી લીંબુનો રસ
-૧/૨ ચમચી સાકર
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- એક વાસણમાં તેલને ગરમ કરવું.
- તેમાં જીરું, લીમડો અને લીલા મરચાંની પેસ્ટ નાંખવી અને ૧ મિનિટ હલાવવું.
- નાળિયેરનું દૂધ અને કોર્નફ્‌લોર નાંખવા અને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું.
- લીંબુનો રસ, સાકર અને મીઠું નાંખવા અને બરાબર મિક્સ કરવું.
- ગેસ પરથી ઉતારી લેવું અને ગરમ ગરમ પીરસવો.

પેસારત્તુ

પેસારત્તુ

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૬ થી ૮ પેસારત્તુ બનશે

સામગ્રીઃ

-૧ કપ લીલી મગની દાળ
-૧ કાંદો બારીક સમારેલો
-૨ થી ૩ લીલા મરચાં બારીક સમારેલા
-૧ ચમચી આદું વાટેલું
-મીઠું સ્વાદાનુસાર
-થોડું તેલ

રીતઃ

- મગની દાળને ધોવી અને પછી પલળવા માટે ઓછામાં ઓછી ૪ કલાક સુધી રહેવા દેવી.
- દાળને નિતારી વાટીને અધકચરી પેસ્ટ બનાવવી.
- કાંદા, લીલા મરચાં, આદું અને મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
- નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને તેને તેલ લગાવી આછો ચીકણો કરવો.
- તવા પર ૧ ચમચો ભરીને ખીરું પાથરવું. થોડો જાડો ઢોસો બનાવવો. કિનારી પર થોડું તેલ નાંખવું.
- બંને બાજુથી પકાવવો અને બ્રાઉન રંગનો થવા દેવો.
- બાકી બચેલા ખીરામાંથી આ રીતે ઢોસા બનાવવા.

ગરમ ગરમ પીરસવા.

કોથમીર અને કાંદાની ચટણી

કોથમીર અને કાંદાની ચટણી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૧ કપ બનશે

સામગ્રીઃ

-૧/૪ કપ અડદની દાળ
-૧ કપ બારીક કાપેલા કાંદા
-૧/૪ ચમચી હંિગ
-૧ ચમચો આમલીનો પલ્પ
-૨ લાલ મરચાં
-૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
-૨ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
-વઘાર માટે ૧/૨ ચમચી રાઇ
-૨ લાલ મરચાં તોડીને ટુકડા કરેલા
-૧ ચમચી તેલ

રીતઃ

- દાળને ધોઇને ૧૫ મિનિટ સુધી પાણીમાં પલાળવી.
- એક વાસણમાં તેલને ગરમ કરી તેમાં પલાળેલી દાળ નાંખી દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી.
- દાળ બ્રાઉન રંગની થઇ જાય એટલે તેમાં કાંદા, હંિગ, આમલાનો પલ્પ, લાલ મરચાં અને મીઠું નાંખીને થોડી મિનિટ સાંતળવું. પછી ઠંડું કરી એકબાજુ મૂકી દેવું.
- દાળ અને કાંદાનું મિશ્રણ કોથમીર તથા ૧/૪ કપ પાણી મિક્સરમાં નાંખીને વાટીને પેસ્ટ બનાવો.
- વઘાર માટે એક વાસણમાં તેલને ગરમ મૂકવું. તેમાં રાઇ નાંખવી. રાઇ તતડી જાય એટલે લાલ મરચાં નાંખવા. આ વઘારને ચટણી પર નાંખવો અને બરાબર મિક્સ કરવો.
- આ ચટણીને ફ્રિઝમાં રાખવી અને જરૂર પડે ત્યારે વાપરવી.

ક્વિક રવા ઇડલી

ક્વિક રવા ઇડલી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૧૪ થી ૧૬ ઇડલી બનશે

સામગ્રીઃ

-૨ ૧/૨ કપ ઇડલીનો રવો
-૪ કપ છાશ
-૧ ચમચો ઇનો ફ્રૂટ સોલ્ટ
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ-ઇડલીના મોલ્ડને ચીકણા કરવા
-વઘાર માટે ૧ ચમચી જીરું
-૨ ચમચા નાળિયેર, પાતળી સ્લાઇસમાં કાપેલું
-૨ લીલા મરચાં વાટેલા
-૪ લીમડાના પાન
-૧ ચમચો તેલ

રીતઃ

- રવો, છાશ, તેલ અને મીઠાને એક બાઉલમાં મિક્સ કરવા પછી ૩૦ મિનિટ સુધી એકબાજુ મૂકી રાખો.
- તેલને ગરમ કરી તેમાં જીરું, નાળિયેર, લીલા મરચાં અને લીમડો નાંખી વઘાર તૈયાર કરવો. જીરું તતડી જાય એટલે વઘારને રવાના ખીરામાં નાંખવો.
- ખીરામાં ફ્રૂટ સોલ્ટ નાંખી બરાબર મિક્સ કરવું અને ઇડલીના મોલ્ડમાં તેલ લગાડી તેમાં ખીરું ભરવું. ૭ થી ૧૦ મિનિટ સુધી વરાળમાં બાફવી.

ચટણી સાથે ગરમ ગરમ પીરસવી.

દાળ અને વેજિટેબલ ઇડલી

દાળ અને વેજિટેબલ ઇડલી

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ થી ૧૨ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૩ કલાક
માત્રાઃ ૪ થી ૬ ઇડલી બનશે

સામગ્રીઃ

-૧/૨ કપ તુવેરની દાળ
-૧/૪ કપ મગની દાળ
-૧/૨ કપ ચણાની દાળ
-૧ કપ મેથીના પાન બારીક સમારેલા
-૨ કપ કોથમીર બારીક સમારેલી
-૧/૪ કપ લીલા વટાણા બાફેલા
-૧/૪ કપ નાળિયેર ખમણેલું
-૩ લીલા મરચાં વાટેલા
-૧ નાનો કાંદો બારીક સમારેલો
-૧ નાનું ગાજર ખમણેલું
-મીઠું સ્વાદાનુસાર
-તેલ-ઇડલીના મોલ્ડને ચીકણા કરવા માટે

રીતઃ

- બધી દાળોને મિક્સ કરી ધોવી અને ઓછામાં ઓછી ૩ કલાક પલાળવી.
- પાણી નિતારીને મિક્સરમાં વાટીને ખીરું તૈયાર કરો. ખીરામાં મેથીના પાન, કોથમીર, ગાજર અને મીઠું નાંખવું.
- જરૂર લાગે તો થોડું પાણી નાંખો પણ ખીરું જાડું હોવું જોઇએ.
- ઇડલીના મોલ્ડને તેલ લગાડી ચીકણા કરવા અને તેમાં ખીરાને ભરીને ૧૦ થી ૧૨ મિનિટ સુધી વરાળમાં બાફવી.

ગરમ ગરમ પીરસવી

વેજિટેબલ ઇડલી

વેજિટેબલ ઇડલી

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૨ કલાક
આથો આવવા માટેનો સમયઃ ૩ થી ૪ કલાક
માત્રાઃ ૧૫ થી ૨૦ ઇડલી બનશે

સામગ્રીઃ

-૧ નાળિયેર ખમણેલું
-૧/૪ કપ અડદની દાળ
-૨ કપ ઇડલીના ઉકડા ચોખા
-૧ કાંદો, ખૂબ બારીક કાપેલો
-૧ ગાજર ખમણેલું
-૧/૨ કપ કોબી, ખમણેલી
-૧ ચમચી જીરું
-૪ લીલા મરચાં, બારીક કાપેલાં
-૨ ચમચા નાળિયેર ખમણેલું
-મીઠું સ્વાદાનુસાર
-તેલ-ઇડલીના મોલ્ડને ચીકણા કરવા માટે

રીતઃ

- ખમણેલા નાળિયેરમાં ૨ કપ ગરમ પાણી નાંખી બ્લેન્ડર ચલાવી એકરસ કરવું. પછી ગાળીને દૂધ કાઢી લેવું. એકબાજુ મૂકવું.
- અડદની દાળ અને ઉકડા ચોખાને ધોવા. પછી બન્ને મિક્સ કરી ઓછામાં ઓછા ૨ કલાક પલળવા દેવા.
- દાળ અને ચોખામાં નાળિયેરનું દૂધ નાંખી મિક્સરમાં વાટો તથા ખીરું તૈયાર કરો.
- કાંદા, ગાજર, કોબી, જીરું, લીલા, મરચાં, નાળિયેર અને મીઠું નાંખવું તથા બરાબર મિક્સ કરવું. ઢાંકીને ૩ થી ૪ કલાક આથો આવવા માટે એકબાજુ મૂકી દેવું.
- ઇડલીના ચીકણા કરેલા મોલ્ડમાં ખીરાને ભરવું અને ૧૦ થી ૧૨ મિનિટ સુધી વરાળમાં બાફવી. ગરમ ગરમ પીરસવી.

કાંચીપૂરમ્‌ ઇડલી

કાંચીપૂરમ્‌ ઇડલી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમયઃ ૪ કલાક
આથો આવવા માટેનો સમયઃ ૬ થી ૮ કલાક
માત્રાઃ ૧૫ ઇડલી બનશે

સામગ્રીઃ ૧ કપ અડદની દાળ

-૧ કપ ચોખા
-૧ ચમચો ચણાની દાળ
-૩/૪ કપ ખાટું દહીં
-૮ નંગ કાજુ
-૪ લીલા મરચાં, બારીક કાપેલા
-૧/૨ લીલું નાળિયેર ખમણેલું
-૧ ચમચી આદું વાટેલું
-૧/૨ ચમચી મરીનો ભૂકો
-૩ થી ૪ લીમડાના પાન
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદાનુસાર
-તેલ-ઇડલીના મોલ્ડને ચીકણા કરવા

રીતઃ

- અડદની દાળ અને ચોખાને ધોઇને મિક્સ કરવા અને પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી પલાળી રાખવા.
- ચણાની દાળને જુદી પલાળવી.
- અડદની દાળ અને ચોખાને જરૂરી પાણી લઇને અધકચરા વાટીને ખીરું તૈયાર કરો.
- આ ખીરાને આથો આવવા માટે સહેજ ગરમ જગ્યામાં ઓછામાં ઓછું ૬ થી ૮ કલાક સુધી મૂકવું.
- દહીં, કાજુ, લીલા મરચાં, નાળિયેર, આદું, મરીનો ભૂકો, લીમડાના પાન, ઘી, મીઠું અને પલાળેલી ચણાની દાળ ખીરામાં નાંખીને બરાબર મિક્સ કરો.
- ઇડલીના મોલ્ડને તેલ લગાડી ખીરું ભરો અને ૧૦ થી ૧૨ મિનિટ સુધી વરાળમાં બાફો.
- બચેલા ખીરામાંથી આ જ પ્રમાણે ઇડલી બનાવવી.

ચટણી સાથે ગરમ-ગરમ પીરસવી.

મલગાપડી પાઉડર

મલગાપડી પાઉડર
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૧ કપ બનશે

સામગ્રી :
-   ૨ ચમચા ધાણા,   ૧ ૧/૨ ચમચો જીરું,   ૨ ચમચા ચણાની દાળ,   ૨ ચમચા અડદની દાળ,   ૨ ચમચા તલ,   ૧૨ નંગ લાલ મરચાં,   ૧ ચમચી હિંગ,   મીઠું સ્વાદાનુસાર

રીત :
-   બધી સામગ્રી શેકી લેવી.
-   પછી મિક્સરમાં પીસીને પાઉડર બનાવવો અને હવા બંધ બરણીમાં ભરીને રાખવો.

ક્રિસ્પી કપ ઢોસા

ક્રિસ્પી કપ ઢોસા
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમય : ૪ કલાક
આથો આવવા માટેનો સમય : આખી રાત
માત્રા : ૮ ઢોસા બનશે

સામગ્રી :
-   ૧ કપ અડદની દાળ,   ૧ કપ ચણાની દાળ,   ૧ કપ ચણાનો લોટ,   મીઠું સ્વાદાનુસાર,   થોડું તેલ

રીત :
-   અડદની દાળ તથા ચણાની દાળને નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી પલળવા માટે મૂકી દેવી.
-   ધોઇને નીતારવી અને થોડા પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
-   ઢાંકીને આથો આવવા માટે આખી રાત જુદું મૂકી દેવું.
-   બીજે દિવસે ચણાનો લોટ, ૧ કપ પાણી અને મીઠું નાંખવું અને બરાબર મિક્સ કરવું.
-   નોન-સ્ટિક તવાને મઘ્યમ તાપે ગરમ કરવો અને પછી થોડું તેલ લગાવી ચીકણો કરવો.
-   તવા પર એક મોટો ચમચો ભરીને ઢોસાનું ખીરું પાથરવું.
-   કિનારી પર થોડું તેલ નાંખવું અને ઢોસાને મઘ્યમ તાપે પકાવવો જેથી બ્રાઉન રંગનો થઇ જાય.
-   બાકી બચેલા ખીરામાંથી આ રીતે જ ઢોસા બનાવવા.

દાળ અને ચોખાના ઢોસા

દાળ અને ચોખાના ઢોસા
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
પલાળવાનો સમય : ૨ કલાક
આથો આવવા માટેનો સમય : આખી રાત
માત્રા : ૧૫ ઢોસા બનશે

સામગ્રી :
-   ૧ કપ ચોખા,   ૧ કપ અડદની દાળ,   ૧ કપ ચણાની દાળ,   મીઠું સ્વાદાનુસાર,   થોડું તેલ

રીત :
-   ચોખા, અડદની દાળ અને ચણાની દાળને ધોઇને નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૨ કલાક સુધી પલાળી રાખવા.
-   નિતારીને ધોવા અને ૧/૨ કપ પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
-   ઢાંકીને આથો આવવા માટે આખી રાત મૂકી રાખવું.
-   બીજે દિવસે મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાંખી પાતળું ખીરું બનાવવું.
-   નોન-સ્ટિક તવાને મઘ્યમ તાપ પર ગરમ કરવો અને તેલ લગાવી ચીકણો કરવો.
-   તવા પર એક ચમચો ખીરું પાથરવું.
-   થોડું તેલ ઉપર લગાડી નીચેની બાજુ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી પકાવવું.
-   બાકી બચેલા ખીરામાંથી આ રીત પ્રમાણે ઢોસા બનાવવા.
-   ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.

મસાલેદાર ટૌસાલી

મસાલેદાર ટૌસાલી
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
પલાળવા માટેનો સમય : ૪ કલાક
આથો આવવા માટેનો સમય : ૪ કલાક
માત્રા : ૮ ટૌસાલી બનશે

સામગ્રી :
-   ૧ કપ ચોખા,   ૧/૨ કપ નાળિયેર ખમણેલું,   ૩/૪ કપ કાકડી ખમણેલી,   ૨ ચમચી સાકર,   ૩ લીલા મરચાં બારીક સમારેલાં,   ૪ થી ૫ ચમચા દહીં,   ૪ ચમચા પિગાળેલું ઘી,   મીઠું સ્વાદાનુસાર

રીત :
-   ચોખાને પલાળવા માટે નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી મૂકી રાખવા.
-   નિતારવા, ધોવા અને નાળિયેર સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
-   કાકડી, સાકર, લીલા મરચાં, દહીં અને મીઠું નાંખવા.
-   જો ખીરું બહુ ઘટ્ટ હોય તો જરૂર જેટલું પાણી નાંખી પાતળું કરવું.
-   ૪ કલાક સુધી મૂકી રાખવું.
-   નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને ઘી લગાવી આછો ચીકણો કરવો.
-   ગરમ તવા પર ૧ મોટો ચમચો ભરીને ખીરું પાથરવું.
-   ઢાંકણાથી ઢાંકીને તેને ધીમા તાપે એક તરફથી બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી પકાવવો. પછી બીજી બાજુ પણ કડક કરવી.
-   બાકી બચેલા ખીરામાંથી પણ આ રીતે ટૌસાલી બનાવવા.
-   ઘી અથવા ચૂર્ણ સાથે ગરમ ગરમ પીરસવા.

ટૌસાલી

ટૌસાલી
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
પલળવા માટેનો સમય : ૪ કલાક
આથો આવવા માટેનો સમય : ૪ કલાક
માત્રા : ૮ ટૌસાલી બનશે

સામગ્રી :
-   ૧ કપ ચોખા,   ૩/૪ કપ નાળિયેર ખમણેલું,   ૧/૨ કપ ગોળ ખમણેલો,   ૩/૪ કપ કાકડી ખમણેલી,   ૪ ચમચા પિગાળેલું ઘી,   ૧ ચમચી કાપીને મીઠું

રીત :
-   ચોખાને પલળવા માટે નવશેકા પાણીમાં ઓછામાં ઓછા ૪ કલાક સુધી મૂકી રાખવા.
-   નિતારવા, ધોવા અને નાળિયેર, ગોળ અને ૧/૪ કપ પાણી સાથે પીસીને સુંવાળી પેસ્ટ બનાવવી.
-   કાકડી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
-   જો ખીરું બહુ ઘટ્ટ લાગે તો જરૂર જેટલું પાણી નાંખીને થોડું પાતળું કરવું. ખીરું ગાઢું હોવું જોઇએ.
-   ૪ કલાક સુધી મૂકી રાખવું.
-   નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને ઘી લગાવી આછો ચીકણો કરવો.
-   ગરમ તવા પર ૧ મોટો ચમચો ભરીને ખીરું પાથરવું.
-   ઢાંકણાથી ઢાંકી દેવું અને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવવું.
-   બાકી બચેલા ખીરામાંથી આ પ્રમાણે ટૌસાલી બનાવવા.
-   ઘી સાથે ગરમ ગરમ પીરસવા.

નાળિયેરનો સૉસ

નાળિયેરનો સૉસ
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૫ મિનિટ
માત્રા : ૧ કપ બનશે

સામગ્રી :
-   ૧ કપ નાળિયેરનું દૂધ,   ૨ ચમચી કોર્નફ્લોર (મકાઇનો લોટ),   ૧/૨ ચમચી જીરું,   ૨ નંગ લીમડો,   ૨ ચમચી લીલા મરચાંની પેસ્ટ,   ૧ ચમચી લીંબુનો રસ,   ૧/૨ ચમચી સાકર,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર

રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરવું.
-   તેમાં જીરું, લીમડો અને લીલા મરચાંની પેસ્ટ નાંખવી અને ૧ મિનિટ હલાવવું.
-   નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોર નાંખવા અને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું.
-   લીંબુનો રસ, સાકર અને મીઠું નાંખવા અને બરાબર મિક્સ કરવું.
-   ગેસ પરથી ઉતારી લેવું અને ગરમ ગરમ પીરસવો.

પેસારત્તુ

પેસારત્તુ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૬ થી ૮ પેસારત્તુ બનશે

સામગ્રી :
-   ૧ કપ લીલી મગની દાળ,   ૧ કાંદો બારીક સમારેલો,   ૨ થી ૩ લીલા મરચાં બારીક સમારેલા,   ૧ ચમચી આદું વાટેલું,   મીઠું સ્વાદાનુસાર,   થોડું તેલ

રીત :
-   મગની દાળને ધોવી અને પછી પલળવા માટે ઓછામાં ઓછી ૪ કલાક સુધી રહેવા દેવી.
-   દાળને નિતારી વાટીને અધકચરી પેસ્ટ બનાવવી.
-   કાંદા, લીલા મરચાં, આદું અને મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
-   નોન-સ્ટિક તવાને ગરમ કરવો અને તેને તેલ લગાવી આછો ચીકણો કરવો.
-   તવા પર ૧ ચમચો ભરીને ખીરું પાથરવું. થોડો જાડો ઢોસો બનાવવો. કિનારી પર થોડું તેલ નાંખવું.
-   બંને બાજુથી પકાવવો અને બ્રાઉન રંગનો થવા દેવો.
-   બાકી બચેલા ખીરામાંથી આ રીતે ઢોસા બનાવવા.
-   ગરમ ગરમ પીરસવા.

કોથમીર અને કાંદાની ચટણી

કોથમીર અને કાંદાની ચટણી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૧ કપ બનશે

સામગ્રી :
-   ૧/૪ કપ અડદની દાળ,   ૧ કપ બારીક કાપેલા કાંદા,   ૧/૪ ચમચી હિંગ,   ૧ ચમચો આમલીનો પલ્પ,   ૨ લાલ મરચાં,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી,   ૨ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર,   વઘાર માટે ૧/૨ ચમચી રાઇ,   ૨ લાલ મરચાં તોડીને ટુકડા કરેલા,   ૧ ચમચી તેલ

રીત :
-   દાળને ધોઇને ૧૫ મિનિટ સુધી પાણીમાં પલાળવી.
-   એક વાસણમાં તેલને ગરમ કરી તેમાં પલાળેલી દાળ નાંખી દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી.
-   દાળ બ્રાઉન રંગની થઇ જાય એટલે તેમાં કાંદા, હિંગ, આમલાનો પલ્પ, લાલ મરચાં અને મીઠું નાંખીને થોડી મિનિટ સાંતળવું. પછી ઠંડું કરી એકબાજુ મૂકી દેવું.