બનાના વૉલનટ મફિન
સામગ્રી :
- ૧૦૦ ગ્રામ ઘઊંનું થૂલું, ૫૦ ગ્રામ સોયાનો લોટ, ૧ કપ કેળું બારીક સમારેલું, ૧/૪ ચમચી જાયફળનો ભૂકો, ૧ કપ અખરોટના ટુકડા, ૧૦૦ ગ્રામ માખણ, ૩ ટીપાં વેનીલા એસેન્સ, ચપટી બેકિંગ પાવડર, સોયામિલ્ક અથવા દૂધ જરૂર પ્રમાણે, સુગર સ્બસ્ટીટ્યુટ સેચેટ જરૂર પ્રમાણે
રીત :
- સુગર સ્બસ્ટીટ્યુટ સેચેટ અને માખણને મિક્સ કરી તેમાં બેકિંગ સોડા અને એસેન્સ ભેળવો.
- લોટમાં અખરોટના ટુકડા, કેળું અને માખણવાળું મિશ્રણ મિક્સ કરી જરૂર પ્રમાણે સોયા મિલ્ક નાંખી મફીન મિશ્રણ તૈયાર કરવું.
- મફીન મોલ્ડમાં થોડું માખણ લગાડી સોેયાફ્લોર ભભરાવી અડધાથી ઉપર સુધી તૈયાર કરેલું મફીન મિશ્રણ ભરો. ઉપર જાયફળનો ભૂકો ભભરાવી અખરોટના ટુકડાથી સજાવી. પહેલેથી ગરમ કરી રાખેલા ઓવનમાં ૧૫૦૦ સે. પર ૨૦ થી ૨૫ મિનિટ બેક કરો.
- મફિન ઠંડુ થયા પછી મોલ્ડમાંથી બહાર કાઢો.
Showing posts with label ડાયાબિટીસ રેસિપી. Show all posts

સપ્તદાળ ઢોકળા
સપ્તદાળ ઢોકળા
સામગ્રી :
- ૫૦ ગ્રામ ચણાની દાળ, ૫૦ ગ્રામ મગની ફોતરાવાળી દાળ, ૫૦ ગ્રામ ચોળાની દાળ, ૫૦ ગ્રામ અડદની દાળ, ૫૦ ગ્રામ તુવેરની દાળ, ૫૦ ગ્રામ મઠની દાળ, ૫૦ ગ્રામ મસુરની દાળ, ૫૦ ગ્રામ કોદરી, ૧ કપ પાલકના પાન બારીક સમારેલા, ૧ કપ કોથમીર બારીક સમારેલી, ૧ ચમચો આદુ-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, દહીં (ખાટું), ૧/૪ ચમચી લાલ મરચાંની ભૂકી.
વઘાર માટે :
- રાઇ, તેલ, હીંગ, તલ
સજાવટ માટે :
- ૧ ચમચો લીલા નાળિયેરનું ખમણ, ૧ ચમચો કોથમીર
રીત :
- કોદરી અને બધી દાળને ધોઇને ૬ કલાક પાણીમાં પલાળી રાખો.
- પાણી નિતારી મિક્સમાં અધકચરું વાટી તેમાં દહીં નાંખી ૪ કલાક ખીરાને મૂકી રાખો.
- ખીરામાં મીઠું, પાલક, કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, ૨ ચમચા ગરમ તેલ નાંખી બરોબર હલાવો.
- તેલ લગાડેલી થાળીમાં ઢોકળા બાફી લો. ઠંડા પડે એટલે કાપા પાડી લેવા.
- એક વાસણમાં વઘારાનું તેલ ગરમ મૂકી રાઇ, તલ, હીંગનો વઘાર કરી ઢોકળા ઉપર નાંખો. કોપરાનું ખમણ, કોથમીર અને લાલ મરચું ભભરાવીને
- ગરમા ગરમ પીરસો.

સ્પીનીચ રૉલ
સ્પીનીચ રૉલ
સામગ્રી :
પૂરણ માટેની :
- ૧ કપ પનીર ખમણેલું, ૧/૨ કપ લીલા નાળિયેરનું ખમણ, ૧ કપ મકાઇના દાણા ખમણેલા અથવા ગાજર, કોબી, ૧ ચમચો આદુ-મરચાં વાટેલા, ૧ કાંદો બારીક સમારેલો, ૨ ચમચા કોથમીર સમારેલી, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રોલ માટેની :
- ૧૫-૨૦ નંગ પાલકના પાન, ૧/૨ કપ મગનો લોટ અથવા સોયાનો લોટ, ૧/૨ કપ ચણાનો લોટ, ૧ ચમચી આદુ મરચા વાટેલા, ૨ ચમચા દહીં, ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી, મીઠું સ્વાદાનુસાર
વઘાર માટેની :
- ૧ ચમચો તેલ , ૧ ચમચી રાઇ, ૧ ચમચી તલ, ૮-૧૦ પાન લીમડાના
રીત :
- પાલકના પાન ધોઇને કોરા કરી લો.
- રોલ માટેની બધી સામગ્રી મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવી ૩૦ મિનિટ ઢાંકી રાખો.
- એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા સાંતળો. પૂરણની બધી સામગ્રી નાંખી સરખી રીતે મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
- એલ્યુમિનિયમ ફોઇલનો એક ટૂકડો લઇ તેને તેલ લગાવો, પાલકના અડધા પાન પાથરી તેના ઉપર ખીરું લગાડો અને તેના પર ફરી પાલકના પાન પાથરી ઉપર પૂરણ પાથરો.
- તેનો ટાઇટ રોલ વાળો (એલ્યુમિનિયમ ફોઇલ સાથે) તેને ઊકળતા પાણીમાં ૧૦-૧૫ મિનિટ બાફી લો. રોલ ઠંડા પડે એટલે તેના ૨ ઈંચના ટુકડા કરો.
- એક વાસણમાં તેલ ગરમ કરી વઘારની સામગ્રી નાંખો. આ વઘારને રોલ પર નાંખી નાળિયેરનું ખમણ તથા કોથમીર ભભરાવો.
- ગરમ ગરમ પીરસો.

ટૉમેટૉ કપ્સ
ટૉમેટૉ કપ્સ
સામગ્રી :
- ૬ મઘ્યમ કદના ટામેટાં, ૩ ચમચી ચીઝ ખમણેલું, ૧ નંગ બ્રોકોલીનું નાનુ ફૂલ અથવા ફ્લાવર લેવું., ૧ કપ પનીર ખમણેલું, ૧ કપ ફણગાવેલા મગ (બાફેલા), ૨ ચમચી ટૉમેટૉ સૉસ, ૧/૨ ચમચી આદુ વાટેલું, મીઠું-મરી સ્વાદાનુસાર, ફુદીનાના પાન સમારેલા
રીત :
- ટામેટા ધોઇ અડધા સમારી અંદરથી બી કાઢીને થોડું મીઠું લગાડી ઉંધા મૂકી રાખો.
- એક વાસણમાં પાણી ઉકાળો. તેમાં મીઠું અને બ્રોકોલીના ફૂલ નાંખી ૨ મિનિટ ઉકાળો.
- પનીર, ફણગાવેલા મગ, ચીઝ, મરી, મીઠું, સૉસ, બાફેલી બ્રોકોલી તથા સમારેલા ફુદીનાના પાનને સરખી રીતે મિક્સ કરી પૂરણ બનાવો.
- દરેક ટામેટામાં આ પૂરણ ભરો અને ઉપર વાટેલું આદુ ભભરાવો.
- ટૉમેટૉ સૉસનું ટપકું મૂકી ઑવનનમાં ૨૨૫૦.સે. પર ૮ થી ૧૦ મિનિટ ગરમ કરો.

બીન્સ સૂપ
બીન્સ સૂપ
સામગ્રી :
- ૧ કપ ફણગાવેલા દેશી ચણા, ૧ કપ ફણગાવેલા રાજમા, ૧ કપ ફણગાવેલા મગ/મઠ, ૧ કાંદો સમારેલો, ૧ ચમચો માખણ, ૧ ચમચો ટૉમેટો પ્યુરે, ૨ કળી લસણ, ૧ નાનો તજનો ટુકડો, ૨ લવિંગનો ભૂકો, ૨ સૂપ ક્યુબ્સ, મીઠું-મરી સ્વાદાનુસાર.
રીત :
- કુકરમાં કઠોળ, લસણ અને ૧ લીટર પાણી નાંખી બાફી લેવું.
- એક વાસણમાં માખણ ગરમ મૂકી કાંદા નાંખી સાંતળો.
- બાફેલા કઠોળમાં કાંદા, ટૉમેટો પ્યુરે, મીઠું-મરી નાંખી બ્લેન્ડર ફેરવી એક રસ કરો. જરૂર પ્રમાણે પાણી નાંખી ઉકળવા મૂકો. તેમાં સૂપ ક્યુબ્સ નાંખી ૧૦ મિનિટ ઉકાળો.
- તજ-લવિંગનો પાઉડર તથા માખણ નાંખી ગરમ ગરમ પીરસો.

પૌષ્ટિક ખીચડી
પૌષ્ટિક ખીચડી
સામગ્રી :
- ૧૦૦ ગ્રામ ઘઊંના ફાડા (૧ કપ પાણીમાં પલાળેલા) , ૧ કપ મેથી-પાલકની ભાજી સમારેલી , ૨ નંગ કેપ્સિકમ મરચાંની લાંબી ચીરીઓ , ૨ નંગ ટામેટા મોટા ટુકડા કાપેલા , ૨ નંગ કાંદાની સ્લાઇસ (ઇચ્છાનુસાર) , ૨ કપ મગ- શીંગદાણા- લાલચણા ફણગાવેલા, ૧ ચમચો આદુ-મરચાં વાટેલા, ૬ કળી લસણ બારીક સમારેલું, ૧ ચમચી તલ, ૫ નંગ આખા મરી, હળદર, ધાણાજીરુ લાલમરચાંની ભૂકી , મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે :
- તલ, તેલ અથવા ઘી, તજ, લવિંગ, તમાલ પત્ર, જીરું, લીમડાના પાન
સજાવટ માટે :
- ગાજરનું ખમણ, કોથમીર, કોપરાનું ખમણ, માખણ
રીત :
- કુકરમાં તેલ અથવા ઘી મૂકીને તજ, લવિંગ, તમાલપત્ર, જીરું તથા લીમડો નાંખી વઘાર કરો.
- તેમાં કાંદા, કેપ્સિકમ, ભાજી, આદુ મરચાં, મરી અને લસણ નાંખી સાંતળો.
- તેમાં ટામેટાં, હળદર, ધાણાજીરું, મીઠું અને લાલ મરચાંની ભૂકી નાંખી મિક્સ કરી ઘઊંના ફાડા, ફણગાવેલા મગ, ચણા, શીંગ અને ત્રણ કપ પાણી નાંખી ઢાંકણ નાંખી એક વ્હીસલ વગાડો. પછી ગેસની આંચ ધીમી કરી ૫ મિનિટ રહેવા દો.
- કુકરમાંથી એક બાઉલમાં ખીચડી કાઢી તેના ઉપર કોથમીર, ગાજર, કોપરાનું ખમણ અને માખણ નાંખી દહીં અથવા કઢી સાથે પીરસો.

Subscribe to:
Posts (Atom)