બનાના વૉલનટ મફિન

બનાના વૉલનટ મફિન



સામગ્રી :
-   ૧૦૦ ગ્રામ ઘઊંનું થૂલું,   ૫૦ ગ્રામ સોયાનો લોટ,   ૧ કપ કેળું બારીક સમારેલું,   ૧/૪ ચમચી જાયફળનો ભૂકો,   ૧ કપ અખરોટના ટુકડા,   ૧૦૦ ગ્રામ માખણ,   ૩ ટીપાં વેનીલા એસેન્સ,   ચપટી બેકિંગ પાવડર,   સોયામિલ્ક અથવા દૂધ જરૂર પ્રમાણે,   સુગર સ્બસ્ટીટ્યુટ સેચેટ જરૂર પ્રમાણે



રીત :
-   સુગર સ્બસ્ટીટ્યુટ સેચેટ અને માખણને મિક્સ કરી તેમાં બેકિંગ સોડા અને એસેન્સ ભેળવો.
-   લોટમાં અખરોટના ટુકડા, કેળું અને માખણવાળું મિશ્રણ મિક્સ કરી જરૂર પ્રમાણે સોયા મિલ્ક નાંખી મફીન મિશ્રણ તૈયાર કરવું.
-   મફીન મોલ્ડમાં થોડું માખણ લગાડી સોેયાફ્લોર ભભરાવી અડધાથી ઉપર સુધી તૈયાર કરેલું મફીન મિશ્રણ ભરો. ઉપર જાયફળનો ભૂકો ભભરાવી અખરોટના ટુકડાથી સજાવી. પહેલેથી ગરમ કરી રાખેલા ઓવનમાં ૧૫૦૦ સે. પર ૨૦ થી ૨૫ મિનિટ બેક કરો.
-   મફિન ઠંડુ થયા પછી મોલ્ડમાંથી બહાર કાઢો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.