સપ્તદાળ ઢોકળા

સપ્તદાળ ઢોકળા



સામગ્રી :
-   ૫૦ ગ્રામ ચણાની દાળ,   ૫૦ ગ્રામ મગની ફોતરાવાળી દાળ,   ૫૦ ગ્રામ ચોળાની દાળ,   ૫૦ ગ્રામ અડદની દાળ,   ૫૦ ગ્રામ તુવેરની દાળ,   ૫૦ ગ્રામ મઠની દાળ,   ૫૦ ગ્રામ મસુરની દાળ,   ૫૦ ગ્રામ કોદરી,   ૧ કપ પાલકના પાન બારીક સમારેલા,   ૧ કપ કોથમીર બારીક સમારેલી,   ૧ ચમચો આદુ-મરચાંની પેસ્ટ,   મીઠું સ્વાદાનુસાર,   દહીં (ખાટું),   ૧/૪ ચમચી લાલ મરચાંની ભૂકી.



વઘાર માટે :
-   રાઇ, તેલ, હીંગ, તલ

સજાવટ માટે :
-   ૧ ચમચો લીલા નાળિયેરનું ખમણ,   ૧ ચમચો કોથમીર



રીત :
-   કોદરી અને બધી દાળને ધોઇને ૬ કલાક પાણીમાં પલાળી રાખો.
-   પાણી નિતારી મિક્સમાં અધકચરું વાટી તેમાં દહીં નાંખી ૪ કલાક ખીરાને મૂકી રાખો.
-   ખીરામાં મીઠું, પાલક, કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, ૨ ચમચા ગરમ તેલ નાંખી બરોબર હલાવો.
-   તેલ લગાડેલી થાળીમાં ઢોકળા બાફી લો. ઠંડા પડે એટલે કાપા પાડી લેવા.
-   એક વાસણમાં વઘારાનું તેલ ગરમ મૂકી રાઇ, તલ, હીંગનો વઘાર કરી ઢોકળા ઉપર નાંખો. કોપરાનું ખમણ, કોથમીર અને લાલ મરચું ભભરાવીને
-   ગરમા ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.