સ્પીનીચ રૉલ
સામગ્રી :
પૂરણ માટેની :
- ૧ કપ પનીર ખમણેલું, ૧/૨ કપ લીલા નાળિયેરનું ખમણ, ૧ કપ મકાઇના દાણા ખમણેલા અથવા ગાજર, કોબી, ૧ ચમચો આદુ-મરચાં વાટેલા, ૧ કાંદો બારીક સમારેલો, ૨ ચમચા કોથમીર સમારેલી, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રોલ માટેની :
- ૧૫-૨૦ નંગ પાલકના પાન, ૧/૨ કપ મગનો લોટ અથવા સોયાનો લોટ, ૧/૨ કપ ચણાનો લોટ, ૧ ચમચી આદુ મરચા વાટેલા, ૨ ચમચા દહીં, ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી, મીઠું સ્વાદાનુસાર
વઘાર માટેની :
- ૧ ચમચો તેલ , ૧ ચમચી રાઇ, ૧ ચમચી તલ, ૮-૧૦ પાન લીમડાના
રીત :
- પાલકના પાન ધોઇને કોરા કરી લો.
- રોલ માટેની બધી સામગ્રી મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવી ૩૦ મિનિટ ઢાંકી રાખો.
- એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા સાંતળો. પૂરણની બધી સામગ્રી નાંખી સરખી રીતે મિક્સ કરી પૂરણ તૈયાર કરો.
- એલ્યુમિનિયમ ફોઇલનો એક ટૂકડો લઇ તેને તેલ લગાવો, પાલકના અડધા પાન પાથરી તેના ઉપર ખીરું લગાડો અને તેના પર ફરી પાલકના પાન પાથરી ઉપર પૂરણ પાથરો.
- તેનો ટાઇટ રોલ વાળો (એલ્યુમિનિયમ ફોઇલ સાથે) તેને ઊકળતા પાણીમાં ૧૦-૧૫ મિનિટ બાફી લો. રોલ ઠંડા પડે એટલે તેના ૨ ઈંચના ટુકડા કરો.
- એક વાસણમાં તેલ ગરમ કરી વઘારની સામગ્રી નાંખો. આ વઘારને રોલ પર નાંખી નાળિયેરનું ખમણ તથા કોથમીર ભભરાવો.
- ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.