ટૉમેટૉ કપ્સ
સામગ્રી :
- ૬ મઘ્યમ કદના ટામેટાં, ૩ ચમચી ચીઝ ખમણેલું, ૧ નંગ બ્રોકોલીનું નાનુ ફૂલ અથવા ફ્લાવર લેવું., ૧ કપ પનીર ખમણેલું, ૧ કપ ફણગાવેલા મગ (બાફેલા), ૨ ચમચી ટૉમેટૉ સૉસ, ૧/૨ ચમચી આદુ વાટેલું, મીઠું-મરી સ્વાદાનુસાર, ફુદીનાના પાન સમારેલા
રીત :
- ટામેટા ધોઇ અડધા સમારી અંદરથી બી કાઢીને થોડું મીઠું લગાડી ઉંધા મૂકી રાખો.
- એક વાસણમાં પાણી ઉકાળો. તેમાં મીઠું અને બ્રોકોલીના ફૂલ નાંખી ૨ મિનિટ ઉકાળો.
- પનીર, ફણગાવેલા મગ, ચીઝ, મરી, મીઠું, સૉસ, બાફેલી બ્રોકોલી તથા સમારેલા ફુદીનાના પાનને સરખી રીતે મિક્સ કરી પૂરણ બનાવો.
- દરેક ટામેટામાં આ પૂરણ ભરો અને ઉપર વાટેલું આદુ ભભરાવો.
- ટૉમેટૉ સૉસનું ટપકું મૂકી ઑવનનમાં ૨૨૫૦.સે. પર ૮ થી ૧૦ મિનિટ ગરમ કરો.
- ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.