બીન્સ સૂપ

બીન્સ સૂપ


સામગ્રી :
-   ૧ કપ ફણગાવેલા દેશી ચણા,   ૧ કપ ફણગાવેલા રાજમા,   ૧ કપ ફણગાવેલા મગ/મઠ,   ૧ કાંદો સમારેલો,   ૧ ચમચો માખણ,   ૧ ચમચો ટૉમેટો પ્યુરે,   ૨ કળી લસણ,   ૧ નાનો તજનો ટુકડો,   ૨ લવિંગનો ભૂકો,   ૨ સૂપ ક્યુબ્સ,   મીઠું-મરી સ્વાદાનુસાર.



રીત :
-   કુકરમાં કઠોળ, લસણ અને ૧ લીટર પાણી નાંખી બાફી લેવું.
-   એક વાસણમાં માખણ ગરમ મૂકી કાંદા નાંખી સાંતળો.
-   બાફેલા કઠોળમાં કાંદા, ટૉમેટો પ્યુરે, મીઠું-મરી નાંખી બ્લેન્ડર ફેરવી એક રસ કરો. જરૂર પ્રમાણે પાણી નાંખી ઉકળવા મૂકો. તેમાં સૂપ ક્યુબ્સ નાંખી ૧૦ મિનિટ ઉકાળો.
-   તજ-લવિંગનો પાઉડર તથા માખણ નાંખી ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.