પૌષ્ટિક ખીચડી

પૌષ્ટિક ખીચડી



સામગ્રી :
-   ૧૦૦ ગ્રામ ઘઊંના ફાડા (૧ કપ પાણીમાં પલાળેલા) ,   ૧ કપ મેથી-પાલકની ભાજી સમારેલી ,   ૨ નંગ કેપ્સિકમ મરચાંની લાંબી ચીરીઓ ,   ૨ નંગ ટામેટા મોટા ટુકડા કાપેલા ,   ૨ નંગ કાંદાની સ્લાઇસ (ઇચ્છાનુસાર) ,   ૨ કપ મગ- શીંગદાણા- લાલચણા ફણગાવેલા,   ૧ ચમચો આદુ-મરચાં વાટેલા,   ૬ કળી લસણ બારીક સમારેલું,   ૧ ચમચી તલ,   ૫ નંગ આખા મરી,   હળદર, ધાણાજીરુ લાલમરચાંની ભૂકી ,   મીઠું સ્વાદાનુસાર


વઘાર માટે :
-   તલ, તેલ અથવા ઘી,   તજ, લવિંગ, તમાલ પત્ર, જીરું, લીમડાના પાન


સજાવટ માટે :
-   ગાજરનું ખમણ, કોથમીર,   કોપરાનું ખમણ, માખણ



રીત :
-   કુકરમાં તેલ અથવા ઘી મૂકીને તજ, લવિંગ, તમાલપત્ર, જીરું તથા લીમડો નાંખી વઘાર કરો.
-   તેમાં કાંદા, કેપ્સિકમ, ભાજી, આદુ મરચાં, મરી અને લસણ નાંખી સાંતળો.
-   તેમાં ટામેટાં, હળદર, ધાણાજીરું, મીઠું અને લાલ મરચાંની ભૂકી નાંખી મિક્સ કરી ઘઊંના ફાડા, ફણગાવેલા મગ, ચણા, શીંગ અને ત્રણ કપ પાણી નાંખી ઢાંકણ નાંખી એક વ્હીસલ વગાડો. પછી ગેસની આંચ ધીમી કરી ૫ મિનિટ રહેવા દો.
-   કુકરમાંથી એક બાઉલમાં ખીચડી કાઢી તેના ઉપર કોથમીર, ગાજર, કોપરાનું ખમણ અને માખણ નાંખી દહીં અથવા કઢી સાથે પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.