Showing posts with label રોજનું ભોજન - ૩. Show all posts
Showing posts with label રોજનું ભોજન - ૩. Show all posts

સેવ બિરંજ

સેવ બિરંજ

તૈયારીનો સમયઃ ૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ તોડેલી વર્મિસેલી
-૧/૪ કપ દૂધ
-૧/૨ કપ સાકર
-૨ થી ૩ રેસા કેસર
-૧/૪ ચમચી એલીચીનો ભૂકો
-૩ ચમચા ઘી

સજાવટ માટે

-૨ ચમચા પિસ્તાની કાતરી.

રીતઃ
- એક જાડા તળિયાવાળા વાસણમાં ઘીને ગરમ કરવું. પછી વર્મિસેલી નાંખવી અને ધીમા તાપે ૫ થી ૭ મિનિટ સાંતળવી. વર્મિસેલી બ્રાઉન રંગની થવી જોઇએ.
- દૂધ અને ૧ કપ પાણી નાંખવું અને વઘુ ૫ મિનિટ પકાવવું.
- સાકર, કેસર, એલચીનો ભૂકો નાંખવા અને સાકર પૂરેપૂરી ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતાં રહેવું
- પિસ્તાની કાતરીથી સજાવવું

ગરમ ગરમ પીરસવી.

હરિયાલી ચાવલ

હરિયાલી ચાવલ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ બાસમતી ચોખા
-૧ ૧/૨ ચમચો બારીક કાપેલી કોથમીર
-૪ દાણા મરી
-૧ ટુકડો તજ
-૪ લવંિગ
-૪ લીલી એલચી
-૨ કાંદા સ્લાઇસ કરેલા
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

સજાવવા માટે

-૧/૪ કપ કાંદાની સ્લાઇસ તળીને બ્રાઉન રંગની કરેલી.

રીતઃ

- ચોખાને ધોઇને ૧૦ મિનિટ સુધી પાણીમાં પલળવા દેવા. નિતારીને બાજુમાં મૂકી દેવા.
- તેલને પ્રેશર કુકરમાં ગરમ કરવું. તેમાં મરી, તજ, લવંિગ, લીલી એલચી અને કાંદા નાંખીને સાંતળવું.
- ચોખા નાંખવા અને થોડી મિનિટ સાંતળવું.
- ૩ કપ ગરમ પાણી અને મીઠું નાંખવાં અને ચોખા ચડી ન જાય ત્યાં સુધી પ્રેશર કુકરમાં પકાવવું.
- ગેસ પરથી ઉતારી લેવા અને બારીક કાપેલી કોથમીર નાંખવી. કાંટાથી બરાબર હલાવી મિક્સ કરવી. જેથી ભાતના દાણા તૂટી ન જાય.
- કાંદાની બ્રાઉન રંગની સ્લાઇસથી સજાવી ગરમ ગરમ પીરસવા.

-કોથમીર છેલ્લે નાંખવામાં આવે છે. જેથી તેનો રંગ જળવાઇ રહે છે.
-થોડો સ્વાદ વધારવા માટે સીંગદાણાનો ભૂકો નાંખી શકાય.

દાળ કઢી

દાળ કઢી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ ચણાની દાળ
-૧ ચમચી જીરું
-૧/૪ ચમચી હંિગ
-૧ ચમચી આદું-લીલા મરચાની પેસ્ટ
-૧/૪ કપ કેપ્સિકમ બારીક કાપેલાં
-૧ ચમચી મરચાની ભૂકી
-૩/૪ કપ દહીં, ઝેરેલું
-૧ ચમચી સાકર
-૧/૪ કપ બારીક કાપેલી કોથમીર
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- ચણાની દાળને ધોઇને સહેજ ગરમ પાણીમાં ૩૦ મિનિટ પલળવા દેવી. નિતારીને બાજુમાં મૂકી દેવી.
- દાળમાં ૨ કપ પાણી નાંખવું અને પ્રેશર કુકરમાં બાફી લેવી.
- એક વાસણમાં તેલને ગરમ કરવું અને તેમાં જીરું નાંખવું. જ્યારે જીરું તતડી જાય ત્યારે હંિગ અને આદુ-મરચાંની પેસ્ટ નાંખી થોડી ક્ષણ સાંતળવું.
-કેપ્સિકમ અને મરચાની ભૂકી નાંખવા અને હલાવતાં હલાવતાં થોડો સમય સાંતળવું.
- દાળ અને મીઠું નાંખવા અને લગભગ ૫ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવું.
- ગેસ પરથી ઉતારીને દહીં, સાકર અને કોથમીર નાંખવા અને બરાબર મિક્સ કરવું.

ગરમ ગરમ પીરસવી.

ટામેટાની કઢી

ટામેટાની કઢી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૪ મોટાં ટામેટાં
-૧/૨ ચમચી રાઇ
-૧/૨ ચમચી જીરું
-૧ લીલું મરચુ બારીક કાપેલું
-૫ થી ૬ લીમડાંના પાન
-૨ લવંિગ
-૨ ચમચા ચણાનો લોટ
-૧/૪ ચમચી હળદર
-૧ ચપટી હંિગ
-૨ ચમચા ગોળ ખમણેલો
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

સજાવટ માટે

-૧ ચમચો બારીક કાપેલી કોથમીર

રીતઃ

- ટામેટાંના નાના મોટા ટુકડા કાપવા અને ૧/૨ કપ પાણીમાં લગભગ ૧૦ થી ૧૫ મિનિટ પકાવવાં.
- ઠંડા કરીને બ્લેન્ડર ફેરવીને પ્યુરે બનાવવો. બાજુમાં મૂકી દેવો.
- એક વાસણમાં તેલને ગરમ કરવું અને તેમાં રાઇ અને જીરું નાંખવા. રાઇ અને જીરું તતડવા લાગે ત્યારે લીલા મરચા, લીમડાના પાન, લવંિગ અને ચણાનો લોટ નાંખીને ૨ થી ૩ મિનિટ હલાવવું.
- હળદર, મરચાની ભૂકી, હંિગ અને ટામેટાનો પ્યુરે તથા ૨ કપ પાણી નાંખવું અને મ્ઘ્યમ તાપે એકસરખું હલાવતાં રહેવું.
- જ્યારે કઢી ઊકળવી શરૂ થાય ત્યારે ગોળ અને મીઠું નાંખવા અને બીજી ૫ મિનિટ સુધી ધીમા તાપે ઊકળવા દેવી.
- ગેસ પરથી ઉતારી લેવી.

કોથમીરથી સજાવવી અને ભાતની સાથે ગરમ ગરમ પીરસવી.

મકાઇનાં ઢોકળાં

મકાઇનાં ઢોકળાં

તૈયારીનો સમયઃ ૩૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ મકાઇનો લોટ
-૧/૨ કપ ખાટું દહી
-૧/૨ કપ કુમળી પીળી મકાઇના દાણા
-૨ ચમચી આદું-લીલા મરચાની પેસ્ટ
-૧/૪ ચમચી હંિગ
-૨ ચમચી સાકર
-૧ ચમચી લીંબુનો રસ
-૧ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-૧ ચમચી રાઇ
-૧ ચમચી તલ
-૧ ચપટી હંિગ
-૧ ચમચો તેલ

બીજી સામગ્રીઃ

-તેલ-થાળીને ચીકણી કરવા.

સજાવટ માટે

-૧ ચમચો બારીક કાપેલી કોથમીર

રીતઃ

- એક બાઉલમાં મકાઇનો લોટ અને ખાટા દહીંને ૧/૨ કપ સહેજ ગરમ કરેલા પાણી સાથે મિક્સ કરવા. બરાબર મિક્સ કરી સુંવાળું ખીરું બનાવવું. ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી બાજુમાં મૂકી દેવું.
- પછી પીળી મકાઇના દાણા, આદુ-મરચાંની પેસ્ટ, હંિગ, સાકર, લીંબુનો રસ, તેલ અને મીઠાને ખીરામાં નાંખીને બરાબર મિક્સ કરવું.
- ફ્રૂટ સૉલ્ટ નાંખવું, ધીમેથી મિક્સ કરવું અને એક થાળીમાં તેલ લગાડીને ખીરું રેડવું. ૧૫ થી ૨૦ મિનિટ સુધી વરાળમાં બાફી લેવુ.
- વઘાર તૈયાર કરવા માટે તેલને ગરમ કરવું અને તેમાં રાઇ, તલ અને હંિગ નાંખવા. વઘાર તડતડ થઇ જતાં તૈયાર કરેલા ઢોકળાંની ઉપર નાંખવો.
- બારીક કાપેલી કોથમીરથી સજાવવા. ટુકડા કાપવા અને ગરમ ગરમ પીરસવાં.

-ઢોકળાંને વરાળમાં બાફવા માટે મૂકો ત્યારે જ ઇનોઝ ફ્રૂટ સૉલ્ટ નાંખવું.

મસાલા ભીંડી

મસાલા ભીંડી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ ભીંડા, ઊભા ચીરા કરેલા
-૨ ચમચા ચણાનો લોટ
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી મરચાની ભૂકી
-૧ ચમચી ચાટ મસાલો
-૧ ચમચી લીંબુનો મસાલો
-મીઠું સ્વાદાનુસાર

બીજી સામગ્રીઃ

-તળવા માટે તેલ

રીતઃ

- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરવી.
- કડાઇમાં તેલને ગરમ કરવું અને તેમાં ભીંડાને તળવા, ભીંડા ક્રિસ્પી થવા જોઇએ.
- તેલ ચૂસી લે તેવા પેપર પર મૂકી કોરા કરી લેવા. ગરમ ગરમ પીરસવા.

-બધી સામગ્રી મિક્સ કરીને તરત જ તળી લેવી નહીંતર ભીંડા ક્રિસ્પી નહિ થાય કારણ કે ભીંડામાંથી પાણી છૂટે છે એટલે તે નરમ થઇ જશે.
- સજાવટ માટે બારીક કાપેલાં લાલ કેપ્સિકમ અને કોથમીર વાપરી શકાય.