Showing posts with label ગુડ ફુડ ફોર ડાયાબિટીઝ. Show all posts
Showing posts with label ગુડ ફુડ ફોર ડાયાબિટીઝ. Show all posts

ફ્રૂટ મોલ્ડ

ફ્રૂટ મોલ્ડ

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ

સામગ્રી ઃ

-૧ કપ મોસંબીનો તાજો રસ
-૩ ગ્રામ અગર અગર
-૧ ચમચી લીંબુનો રસ
-૧/૪ કપ તાજા ફળો સમારેલા (સફરજન છાલ સાથે, પેરુ, સંતરા, પેર વગેરે)

રીત ઃ

- એક નોન સ્ટિક પેનમાં મોસંબીનો રસ ગરમ કરી તેમાં અગર અગર મેળવી, તે બરોબર પીગળી જાય ત્યાં સુધી હલાવો.
- પછી તેમાં લીંબુનો રસ, સમારેલા ફળો અને શુગર સબસ્ટિટ્યૂટ સરખી રીતે મિક્સ કરો
- ગેસ પરથી નીચે ઉતારી તેને ઠંડુ થવા એકબાજુ મૂકો.
- પછી તેને જેલીની ડાઈ/મોલ્ડમાં રેડો.
- તેને ફ્રીઝમાં મૂકો જેથી તે જામી જાય.

હોટ એપલ પાઈ વીથ લો ફેટ કસ્ટર્ડ

હોટ એપલ પાઈ વીથ લો ફેટ કસ્ટર્ડ

તૈયારીનો સમય ઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
બેકંિગનું તાપમાન ઃ ૨૦૦ં સે. (૪૦૦ં ફે.)
બેકંિગનો સમય ઃ ૨૦ મિનિટ

સામગ્રી ઃ

લો ફેટ કસ્ટર્ડ માટે

૧ કપ મલાઈ વગરનું દૂધ
૨ ચમચી કસ્ટર્ડ પાઉડર
૧ ચમચી શુગર સબસ્ટિટ્યૂટ
થોડા ટીપાં વેનિલા એસેન્સ
હોટ એપલ પાઈ માટે
૨ કપ સ્લાઈસ કરેલા સફરજન (છાલ સાથે)
૧/૪ કપ ઘઉંનો થુલો
૨ ચમચા સ્કીમ મિલ્ક પાઉડર
૨ ચમચા ચોકો પ્રોટીન પાઉડર
૧/૨ ચમચી વેનીલા એસેન્સ
૧ ચમચી શુગર સબસ્ટિટ્યૂટ
૧/૪ ચમચી તેલ

સજાવવા માટે

-૧/૨ કપ ક્વીક કુકંિગ રોલ્ડ ઓટ્‌સ

રીત ઃ

લો ફેટ કસ્ટર્ડ બનાવવા માટે

- ૧/૪ કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર મેળવી મિક્સ કરી એકબાજુ મૂકો.
- બાકી રહેલું દૂધ એક નોેન સ્ટિક પેનમાં ગરમ કરી તેમાં શુગર સબસ્ટિટ્યૂટ મેળવી લો.
- જ્યારે દૂધ ઉકળવા માડે ત્યારે તેમાં કસ્ટર્ડ પાઉડરનું મિશ્રણ અને વેનીલા એસેન્સ મિક્સ કરો.
- ધીમા તાપ પર દૂધને સતત હલાવતાં રહો. દૂધ ઘટ્ટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારો.
- આ દૂધને બાઉલમાં નાંખી બાજુ પર મૂકો, જ્યારે તે થોડું ઠંડુ થઈ જાય એટલે ફ્રીઝમાં મૂકી એકદમ ઠંડુ કરો.

હોટ એપલ પાઈ માટે

- બધી જ સામગ્રી એક બાઉલમાં મિક્સ કરો.
- આ મિશ્રણને ગ્રીસ કરેલી ટ્રે પર મૂકી તેના પર ઓટ્‌સ છાંટો. આ ટ્રેને ઓવનમાં ૨૦૦ંસે. (૪૦૦ં ફે) ના તાપમાન પર લગભગ ૧૫ મિનિટ સુધી બેક કરો.

લો ફેટ કસ્ટર્ડ વડે સજાવી ગરમ ગરમ પીરસો.

પૌષ્ટિક થાલીપીઠ

પૌષ્ટિક થાલીપીઠ

તૈયારીનો સમયઃ ૪ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૩ ચમચા બાજરાનો લોટ
-૩ ચમચા જુવારનો લોટ
-૩ ચમચા ઘઉંનો લોટ
-૩ ચમચા મેંદો
-૩/૪ કપ કોબી ખમણેલી
-૧/૪ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ ચમચી લીલા મરચા બારીક સમારેલા
-૧/૨ ચમચી ધાણા-જીરાનો પાઉડર
-૨ ચમચા કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
-૧ ચમચી તેલ

રીત

- એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી ભેગી કરી જરૂર પૂરતું પાણી મેળવી નરમ લોટ બાંધો. આ લોટના ૬ સરખા ભાગ કરી એકબાજુ મૂકો.
- એક નોન-સ્ટિક પેનને ગરમ કરી તેમાં સહેજ તેલ લગાડો.
- તેમાં લોટનો એક ભાગ રોટલાની જેમ હાથેથી થેપો અને ગોળાકાર બનાવો. આ ગોળાકારની વચ્ચે બે-ત્રણ કાણાં પાડો અને થોેડું તેલ મૂકીને થાળી ઊંધી ઢાંકી દો.
- ૨ મિનિટ પછી થાળી લઈને જોવું. નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન રંગનો થયો હોય તો બીજી બાજુ ફેરવી તેને પણ ગોલ્ડન બ્રાઉન રંગની કરવી. પછી પેનમાંથી ઉતારી લેવી.
- આ પ્રમાણે બાકીની ૫ થાલી પીઠ બનાવવી. મનગમતી ચટણી સાથે ગરમગરમ થાલીપીઠ પીરસવી.

ડબલડેકર પરાઠા

ડબલડેકર પરાઠા

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી

-૧૨ ઘઉંની રોટલી
-ગાજરના પૂરણ માટે
-૧/૨ કપ ગાજર ખમણેલા
-૧ ચમચી જીરું
-૧/૨ ચમચી લીલા મરચાં બારીક સમારેલા
-૧ ચમચી લીંબુનો રસ
-૧/૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

લીલા વટાણા પૂરણ માટે

-૧ ૧/૨ કપ લીલા વટાણા બાફીને છૂંદેલા
-૧ ચમચી જીરું
-૧ ચમચી લીલા મરચાં બારીક સમારેલા
-૧ ચમચો કોથમીર બારીક સમારેલી
-૧/૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-૨ ચમચી તેલ રાંધવા માટે

રીતઃ
ગાજરના પૂરણ માટે

-એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરી જીરું નાંખો.
- જીરું તતડે એટલે ગાજર, લીલા મરચાં, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.
- તેને ઢાંકીને ૨ મિનિટ રાંધો પછી ગેસ પરથી ઉતારી એકબાજુ મૂકો.

લીલાવટાણાના પૂરણ માટે

- એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરી જીરું નાંખો.
- જીરુ તતડે એટલે લીલા મરચાં, કોથમીર અને મીઠું ભેળવી ૧ મિનિટ સુધી રાંધો.
- પછી તેમાં લીલા વટાણા નાંખી વઘુ ૧ મિનિટ રાંઘ્યા પછી બાજુ પર મૂકો.

આગળની રીત

- એક રોટલી પર ૧ ચમચો ગાજરનું પૂરણ પાથરો, પછી તેના પર બીજી એક રોેટલી મૂકો. આ રોટલી પર વટાણાનું પૂરણ પાથરી ત્રીજી રોટલી મૂકો. તેને સજ્જડ રીતે દબાવી કિનારી બંધ થાય તેમ હળવે હાથે દબાવો. જરૂર પડે તોે પાણી લઈને કિનારી બંધ કરવી.
- આ બનાવેલા ડબલડેકર પરોઠાને તવા પર તેલની મદદથી શેકી લો.
- આ જ પ્રમાણે બાકીની રોટી અને પૂરણ વડે વઘુ ૩ પરોઠા બનાવવા.

કાશ્મીરી રોટી

કાશ્મીરી રોટી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૬ રોટી બનશે

સામગ્રી ઃ

-૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
-૧/૨ ચમચી વરિયાળી
-૧/૨ ચમચી જીરું
-૧/૪ ચમચી અજમો
-૮ થી ૧૦ મરીના દાણા
-એક ચપટી હીંગ
-૧/૨ કપ મલાઈ કાઢેલું દહીં
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-અટામણ માટે ઘઉંનો લોટ
-૧ ૧/૨ ચમચી તેલ

રીત ઃ

- વરિયાળી, જીરું, અજમો અને મરીને તવા પર હળવા શેકીને તેને કરકરા ખાંડી લેવા.
- ઘઉંનો લોટ, બનાવેલો મસાલો, હીંગ, દૂધ અને મીઠું ભેગું કરી તેમાં જરૂર પૂરતું પાણી નાંખી લોેટ બાંધો. આ લોટને સરખી રીતે કૂણવો.
- લોટના ૬ સરખા ભાગ કરો અને રોટી વણો.
- એક નોન-સ્ટિક તવા પર થોડા તેલની મદદથી રોટીને ગોલ્ડન બ્રાઉન રંગની શેકો.

ગરમગરમ પીરસો

મેથી એન્ડ મુંગ સ્ટફ્‌ડ રોટી

મેથી એન્ડ મુંગ સ્ટફ્‌ડ રોટી

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૬ રોટી બનશે.

સામગ્રી ઃ

-૬ રોટલી
-પૂરણ માટે ૩/૪ કપ ફણગાવેલા મગ
-૩/૪ કપ ઝીણી મેથીની ભાજી બારીક સમારેલી
-૧ ચમચી લીલા મરચાં બારીક સમારેલા
-૧ ૧/૨ ચમચી આમચૂર પાઉડર
-૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
-એક ચપટી હળદર
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-અટામણ માટે ઘઉંનો લોટ
-૨ ચમચી તેલ રાંધવા માટે

રીત ઃ

- ૧ કપ પાણીમાં હળદર નાંખી મગને બાફી લેવા. મગ વધારે રંધાઈ ન જવા જોઈએ. પાણી કાઢી એકબાજુ મૂકો.
- એક બાઉલમાં પૂરણની બધી સામગ્રીની ભેગી કરી તેના ૬ સરખા ભાગ કરી એકબાજુ મૂકો.

આગળની રીત ઃ

- એક રોટલીની બંને તરફ થોડું તેલ લગાડી તેને તવા પર શેકો.
- રોટલીના અડધા ભાગ પર પૂરણ મૂકો.
- રોટલીને અર્ધ ગોળાકાર બનાવો. પૂરણ વચ્ચે રહેવું જોઈએ.
- આ અર્ધ-ગોળાકાર રોટલીને થોડા તેલની મદદથી તવા પર બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.
- આ જ પ્રમાણે બાકીની ૫ સ્ટફ્‌ડ રોટી બનાવો.

ગરમ ગરમ પીરસો.

પનીર ફુદીના ટીક્કી

પનીર ફુદીના ટીક્કી

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૫ મિનિટ
માત્રા ઃ ૬ ટીક્કી બનશે.

સામગ્રી ઃ

-૧ કપ પનીર ખમણેલું
-૪ ચમચા ફુદીનો બારીક સમારેલો
-૧/૨ ચમચી લીલા મરચાં બારીક સમારેલા
-૧ ચમચો કોર્નફ્‌લોર (મકાઈનો લોટ)
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-૨ ચમચી તેલ

પીરસવા માટે

-૧ ચમચી ચાટ મસાલો

રીત ઃ

- બધી મુખ્ય સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી તેના ૬ સરખા ભાગ કરો.
- દરેક ભાગને ગોળવાળીને દબાવી નાની ટીક્કી બનાવી બાજુ પર મૂકો.
- એક નોન-સ્ટિક પેનમાં તેલ મૂકીને ટીક્કીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ચાટ મસાલો ભભરાવીને ગરમ ગરમ પીરસો.

મેથી દાળ ઢોકળી

મેથી દાળ ઢોકળી

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૪૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ તુવેર દાળ
-૧/૪ ચમચી રાઈ
-૧/૪ ચમચી જીરું
-૧/૪ ચમચી મેથી
-૫ થી ૬ લીમડાના પાન
-૨ લવંિગ
-૨ ટુકડા તજ
-૧ તમાલ પત્ર
-૨ નાના બોરીયા મરચાં
-૧/૪ ચમચી હંિગ
-૪ કોકમ (પલાળેલાં)
-૧/૨ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૨ ચમચી હળદર
-૧/૨ લીંબુનો રસ
-૪ લીલા મરચાં લાંબા સમારેલા
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧ ચમચી આદુ ખમણેલું
-૧ ચમચી તેલ
-૧ ચમચી ઘી
-૧/૨ ચમચી સુગર સબસ્ટિટ્‌યૂટ
-મીઠું સ્વાદાનુસાર
-ઢોકળી માટે ૧ કપ ઘઉંનો લોટ
-૩/૪ કપ મેથીની ભાજી બારીક સમારેલી
-૧/૨ ચમચી હળદર
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૪ ચમચી હંિગ
-૧ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૧/૪ કપ કોથમીર સમારેલી

રીત

- દાળને ધોઈને થોડા કલાક પાણીમાં પલાળી રાખો. પછી નિતારીને ૪ કપ પાણી સાથે પ્રેશરકુકરમાં બાફી એક બાજું મૂકો.
- દાળ ઠંડી થાય એટલે બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
- એક ઊંડા તળિયાવાળા વાસણમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથી, લીમડાના પાન, લવંિગ, તજ, તમાલપત્ર, બોરીયા મરચાં, અને હંિગ નાંખી ૩૦ સેંકડ સાંતળો.
- તેમાં ૩ કપ પાણી, કોકમ, ટામેટા, હળદર, લીંંબુનો રસ,લીલા મરચાં, લાલ મરચું અને આદુ નાખો અને ધીમા તાપે ૧૦ મિનિટ ઉકાળો.
- છેલ્લે દાળ અને મીઠું નાંખી ધીમા તાપે ૧૦ મિનિટ ઉકાળી એકબાજું મૂકો..

ઢોકળી માટે

- બધી વસ્તુ ભેગી કરી જરૂરી પાણી ઉમેરી લોટ બાંધો.
- તેના ૪ સરખા ભાગ કરી રોટલીની જેમ વણો.
- તેને હળવેથી બંને તરફ શેકી ઠંડી કરો.
- રોટલીના ગોળ કે લંબગોળ ટુકડા કરી એકબાજુ મૂકો.

આગળની રીત

- પીરસતાં પહેલાં દાળને ઉકાળી તેમાં ઢોકળી નાંખી ધીમા તાપે ૫ મિનિટ ઉકાળો. જરૂર લાગે તો તેમાં થોડું સુગર સબસ્ટિટ્યૂટ મિક્સ કરો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

* દાળમાં ઢોકળીને એક એક કરીને નાંખવી અને દાળને સતત હલાવતાં રહેવું જેથી ઢોકળીનો ગઠ્ઠોે ન થાય.
* ઉકાળતી વખતે જો દાળ થોડી વઘુ ઘટ્ટ થઈ જાય તો તેમાં થોડું પાણી મિક્સ કરવું.

ન્યુટ્રિશિયસ બર્ગર

ન્યુટ્રિશિયસ બર્ગર

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે

-બર્ગર માટે ૬ બ્રાઉન બ્રેડ
-કટલેટ માટે ૧/૨ કપ સોયા ગ્રેન્યુલ્સ
-૩/૪ કપ ખમણેલું ગાજર
-૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૧/૩ કપ મશરૂમ બારીક સમારેલ
-૩/૪ કપ પનીર (લૉફેટ હોય તો વઘુ સારું)
-૧ ચમચી સોયા સૉસ
-૧ ચમચી ચીલી સૉસ
-૨ ચમચા ઘઉંનો લોટ
-૧ ૧/૨ ચમચી તેલ (કટલેટ શેકવા માટે)
-મીઠું સ્વાદાનુસાર

લૉ કેલેરી ડ્રેસંિગ માટે

-૧/૪ કપ ઘટ્ટ દહીં (મલાઈ કાઢેલા દૂધનું)
-૧/૨ ચમચી રાઈ પાવડર
-૧૧/૨ચમચો ટામેટો કેચઅપ
-૧/૨ ચમચી ચીલી સૉસ
-૧ ચમચી કાંદા સમારેલા
-૧ ચમચી કેપ્સીકમ સમારેલા
-૧/૪ ચમચી લીલા મરચાં સમારેલા
-એક ચપટી શુગર સબસ્ટિટ્યૂટ
-મીઠું સ્વાદાનુસાર
-બીજી જરૂરી સામગ્રી ૧૨ લેટુસના પાન
-૬ કાંદાની સ્લાઈસ
-૧૨ કાકડીની સ્લાઈસ
-૧૨ ટામેટાની સ્લાઈસ

રીતઃ
કટલેટ માટે

- સોયા ગ્રેન્યુલ્સને બરોબર ધોઈને ૧ કપ ગરમ પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખો. તે પછી પાણી કાઢી નિતારી લો.
- એક બાઉલમાં બાકીની વસ્તુ સરખી રીતે મિક્સ કરો.
- તે મિશ્રણના ૬ સરખા ભાગ કરી તેને કટલેટનો આકાર આપો.
- આ કટલેટને એક નોન-સ્ટિક તવા પર થોડા તેલની મદદથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.

ડ્રેસંિગ માટે ઃ

-બધી વસ્તુઓ ભેગી કરી સરખી રીતે મિક્સ કરી એકબાજુ મૂકો.

આગળની રીતઃ

- દરેક બનના ૨ અડધા ભાગ કરી તેને ઓવનમાં અથવા તવા પર મૂકી ટોસ્ટ બનાવો.
- દરેક પર થોડું લો કેલેરી ડ્રેસંિગ પાથરો.
- હવે બનના એક અડધા હિસ્સા પર લેટુસના ૨ પાન, ૧ કટલેટ, ૧ કાંદાની સ્લાઈસ, ૨ કાકડીની સ્લાઈસ અને ૨ ટામેટાની સ્લાઈસ મૂકી તેના પર બીજો અડધો ભાગ મૂકો.
- આ જ રીતે બીજા ૫ બર્ગર બનાવો. તરત જ પીરસો.

સ્પાઈસી બેક્ડ ડીશ

સ્પાઈસી બેક્ડ ડીશ

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
બેકંિનું તાપમાન ઃ ૨૦૦ં સે. (૪૦૦ં ફે.)
બેકંિગનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૬ કાચી-પાકી અર્ધશેકેલી રોટલી

મશરૂમના પૂરણ માટે

-૨ કપ સ્લાઈસ કરેલા મશરૂમ
-૧/૪ કપ કાંદા સમારેલા
-૧/૪ કપ ઓરિગાનો
-૨ ચમચા કોથમીર સમારેલી
-૧ ચમચી કોર્નફ્‌લોર
-૨ ચમચી તેલ
-મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર
-ટામેટાનો સોસ માટે ૨ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૪ કપ કાંદા બારીક સમારેલા
-૨ કળી લસણ
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-મીઠું સ્વાદાનુસાર
-સફેદ સૉસ માટે ૧ ચમચો ઘઉંનો લોટ
-૧ કપ મલાઈ વગરનું દૂધ
-૧ ચમચી તેલ
-મીઠું-મરીનો ભૂકો સ્વાદાનુસાર

રીત ઃ
મશરૂમના પૂરણ માટે

- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાંદા નાંખી સાંતળો.
- તેમાં મશરૂમ મિક્સ કરી થોડો વઘુ સમય સાંતળો
- તેમાં ઓરિગાનો, કોથમીર, મીઠું અને મરી મિક્સ કરો.
- આ મિશ્રણ પર કોર્નફ્‌લોર નાંખો સરખી રીતે મિક્સ કરો અને ૨ થી ૩ મિનિટ રાંધો. પછી ગેસ પરથી ઉતારી ૪ સરખા ભાગ કરી એકબાજુ મૂકો.

ટામેટાના સોસ માટે

- એક વાસણમાં ૩/૪ કપ પાણી લઈ તેમાં ટામેટા, કાંદા અને લસણ મિક્સ કરી ટામેટા રંધાઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખો.
- પછી ગેસ પરથી ઉતારી લસણ કાઢી તેને ઠંડુ થવા દો.
- પછી તેમાં બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
- આ પ્યુરેને એક વાસણમાં ગરમ કરી તેમાં લાલ મરચું અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરો. પછી એકબાજુ મૂકી રાખો.

સફદે સૉસ માટે

- એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઘઉંનો લોટ નાંખી ધીમા તાપ પર જ્યાં સુધી ફીણ દેખાય ત્યાં સુધી હલાવો.
- પછી તેમાં દૂધ અને ૧/૨ કપ પાણી મેળવી સતત હલાવતાં રહો, જેથી સૉસ ઘટ્ટ થાય.
- તેમાં મીઠું અને મરી મિક્સ કરી ગેસ પરથી ઉતારો.

આગળની રીત

- દરેક રોટલી પર મશરૂમના પૂરણનો ૧ ભાગ પાથરી તેને રોલ કરી વાળો
- તે વીંટાળેલી રોટલીને બેકંિગ ડીશમાં ગોેઠવી તેના પર ટામેટાનો સોસ પાથરો.
- પછી ઉપરથી સફેદ સૉસ નાંખો અને ઓવનમાં ૨૦૦ંસે. (૪૦૦ંફે.) તાપમાન પર ૫ મિનિટ બેક કરવા મૂકો.

ગરમ ગરમ પીરસો