પનીર ફુદીના ટીક્કી

પનીર ફુદીના ટીક્કી

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૫ મિનિટ
માત્રા ઃ ૬ ટીક્કી બનશે.

સામગ્રી ઃ

-૧ કપ પનીર ખમણેલું
-૪ ચમચા ફુદીનો બારીક સમારેલો
-૧/૨ ચમચી લીલા મરચાં બારીક સમારેલા
-૧ ચમચો કોર્નફ્‌લોર (મકાઈનો લોટ)
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-૨ ચમચી તેલ

પીરસવા માટે

-૧ ચમચી ચાટ મસાલો

રીત ઃ

- બધી મુખ્ય સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી તેના ૬ સરખા ભાગ કરો.
- દરેક ભાગને ગોળવાળીને દબાવી નાની ટીક્કી બનાવી બાજુ પર મૂકો.
- એક નોન-સ્ટિક પેનમાં તેલ મૂકીને ટીક્કીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ચાટ મસાલો ભભરાવીને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.