Showing posts with label હેલ્ધિ હાર્ટ-૨. Show all posts
Showing posts with label હેલ્ધિ હાર્ટ-૨. Show all posts

દૂધીની ખીર

દૂધીની ખીર
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ દૂધી ખમણેલી,   ૨ કપ લો-ફેટ દૂધ,   ૨ ચમચા દૂધનો પાવડર,   ૨ ચમચા સાકર,   ૧/૨ ચમચી એલચીનો પાવડર



રીત :
-   એક વાસણમાં દૂધ, દૂધી અને દૂધના પાવડરને મિક્સ કરી ગેસ પર મૂકો અને ૧૦ થી ૧૫ મિનિટ અથવા દૂધી ચડી જાય ત્યાં સુધી હલાવો.
-   તેમાં સાકર ઉમેરો અને હલાવો એટલે સાકર ઓગળી જશે.
-   તેમાં એલચીનો પાવડર ઉમેરી સરખી રીતે મિક્સ કરી ફ્રીજમાં મૂકો.
-   ઠંડી થયેલી ખીર પીરસો

બાજરા ઔર કદ્દદુકી રોટી

બાજરા ઔર કદ્દદુકી રોટી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૬ રોટી બનશે



સામગ્રી :
-   ૧/૨ કપ બાજરાનો લોટ,   ૧ કપ કોળું ખમણેલું,   ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ,   ૧ ચમચી હળદર પાવડર,   ૧/૪ ચમચી હિંગ,   ૧ ચમચી લીંબુનો રસ,   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી,   મીઠું સ્વાદાનુસાર



અન્ય સામગ્રી :
-   ૧ ચમચી તેલ



રીત :
-    તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી જરૂરી પાણી નાંખીને લોટ બાંધો. થોડીવાર લોટ ઢાંકીને રાખો.
-   આ લોટના છ લુઆ કરો.
-   પ્રત્યેક લુઆમાંથી રોટલી વણો.
-   એક તવાને ગરમ કરી થોડું તેલ મૂકી રોટલીને બંને બાજુ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.
-   બાકીની રોટી પણ આ જ પ્રમાણે બનાવો.

ધાબે કી દાલ

ધાબે કી દાલ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય :  ૩૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧/૨ કપ કાળી અડદની દાળ,   ૧/૨ કપ ચણા દાળ,   ૧/૪ કપ રાજમા,   ૧ કપ કાંદા બારીક સમારેલા,   ૧ ચમચી લસણ બારીક સમારેલું,   ૨ લીલા મરચાંના ટુકડા,   ૧ કપ ટામેટા બારીક સમારેલા,   ૧ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૨ ચમચી જીરાનો ભૂકો,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી,   ૧ ચમચો કસુરી મેથી,   ૧ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   અડદની દાળ, ચણાની દાળ અને રાજમાને ધોઇને પાણીમાં ૬ કલાક પલાળી રાખો.
-   પાણી કાઢીને બીજું ૬ કપ પાણી ઉમેરી પ્રેશર કુકરમાં ૧૫ થી ૨૦ મિનિટ અથવા દાળ ચઢી જાય એટલી વાર રાખો.
-   એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કાંદા અને લીલા મરચાં નાંખીને ૪ થી ૫ મિનિટ સાંતળો.
-   તેમાં ટામેટા લાલ મરચાંની ભૂકી, જીરાનો પાવડર અને મીઠું નાંખી ઉંચા તાપે ૩ થી ૪ મિનિટ હલાવો.
-   તેમાં બાફેલી દાળ, અને કોથમીર મિક્સ કરી ૫ થી ૭ મિનિટ હલાવો.
-   તેમાં કસુરી મેથી મિક્સ કરી ગરમ-ગરમ પીરસો.

પનીર લબાબદાર

પનીર લબાબદાર
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ પનીરના ટુકડા (લો-ફેટ હોય તો વઘુ સારું),   ૧/૨ ચમચી જીરું,   ૧ ચમચી ધાણાનો ભૂકો,   ૩ આખા લાલ મરચાંનો ભૂકો,   ૧/૨ ચમચી મેથીના સુકવેલા પાન (કસુરી મેથી),   ૧/૨ કપ કાંદા બારીક સમારેલા,   ૧ ૧/૨ ચમચી આદુ-લસણની પેસ્ટ,   ૧/૪ ચમચી હળદર,   ૧ ૧/૨ કપ ટામેટા બારીક સમારેલા,   ૧/૨ કપ દૂધ (લો-ફેટ હોય તો વઘુ સારુ),   ૧/૪ ચમચી મકાઇનો લોટ (કોર્ન ફ્લોર),   ૧/૪ ચમચી ગરમ મસાલો,   ૧ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર


ઉપરથી સજાવવા માટે :
-   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી



રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરી જીરું અને કાંદા નાંખી સાંતળો.
-   પછી તેમાં ધાણાનો ભૂકો, મરચાંનો ભૂકો તથા મેથીના પાન નાંખો અને સાંતળો.
-   તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર, ટામેટા તથા ૪ ચમચા પાણી નાંખી હલાવતાં રહો. થોડીવારમાં તેલ છૂટું પડી જશે.
-   આ મિશ્રણને ઠંડુ પાડી મિક્સરમાં તેની પેસ્ટ બનાવો.
-   દૂધમાં મકાઇના લોટને મિક્સ કરો તથા તેને તૈયાર ગ્રેવીમાં નાંખો તથા ૩ થી ૪ મિનિટ હલાવો.
-   તેમાં પનીર, ગરમ મસાલો અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.
-   ઉપરથી કોથમીર ભભરાવી ગરમગરમ પીરસો.

સોયા ભેળ

સોયા ભેળ
તૈયારીનો સમય : થોડી મિનિટ
બનાવવાનો સમય : ૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧/૨ કપ સોયાબીન,   ૧/૪ ચમચી હળદર,   ૧/૪ કપ ટામેટા બારીક સમારેલા,   ૧/૪ કપ લીલા કાંદાનો સફેદ ભાગ,   ૧/૪ કપ લીલા કાંદાનો લીલો ભાગ,   ૧/૪ કપ કોબી બારીક સમારેલી,   ૧/૨ ચમચી લીંબુનો રસ,   ૧/૪ ચમચી લાલ મરચાની ભૂકી,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   સોયાબીનને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
-   તેમાં મીઠું અને હળદર મિક્સ કરી આખી રાત (૬થી ૮ કલાક) ફ્રીજમાં મૂકી રાખો.
-   એક નોન-સ્ટિક પૅનમાં આ સોયાબીનને શેકો.
-   શેકેલા સોયાબીનમાં અન્ય સામગ્રી ઉમેરી તરત જ પીરસો.

લીલા વટાણા અને ફુદીનાનો સુપ

લીલા વટાણા અને ફુદીનાનો સુપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૩/૪ કપ તાજા લીલા વટાણા,   ૧/૪ કપ કાંદા બારીક સમારેલા,   ૧ ચમચી લસણ બારીક સમારેલી,   ૧ ચમચી તેલ,   મીઠું અને મરી સ્વાદાનુસાર


પીરસતી વખતે :
-   ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો,   ૧ ચમચો ગાજર ખમણેલું



રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંદા સાંતળો
-   તેમાં લસણ નાંખી સાંતળો.
-   તેમાં લીલા વટાણા અને ૨ કપ પાણી તથા મીઠું નાંખી ઉકાળો. વટાણાને ચઢવા દો.
-   ઠંડુ થયા પછી બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
-   ફરી ગરમ મૂકી મીઠું અને મરી નાંખો.
-   ઉપરથી કોથમીર અને ખમણેલું ગાજર નાંખી પીરસો.

ગાજર કોથમીરનો જ્યુસ

ગાજર કોથમીરનો જ્યુસ
તૈયારીનો સમય : ૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ કપ ગાજરનું ખમણ,   ૨ ચમચા કોથમીર સમારેલી,   ૧/૨ ચમચી લીંબુનો રસ,   ૨ કપ પાણી,   મીઠું સ્વાદાનુસાર  


પીરસતી વખતે :
-   ૮ બરફના ટુકડા



રીત :
-   ગાજર અને પાણીને મિક્સ કરી તેમાં બ્લેન્ડર ફેરવો.
-   તે રસમાં કોથમીર, લીંબુનો રસ, મીઠું અને બરફના ટુકડા નાંખી પીરસો.