લીલા વટાણા અને ફુદીનાનો સુપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૩/૪ કપ તાજા લીલા વટાણા, ૧/૪ કપ કાંદા બારીક સમારેલા, ૧ ચમચી લસણ બારીક સમારેલી, ૧ ચમચી તેલ, મીઠું અને મરી સ્વાદાનુસાર
પીરસતી વખતે :
- ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો, ૧ ચમચો ગાજર ખમણેલું
રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંદા સાંતળો
- તેમાં લસણ નાંખી સાંતળો.
- તેમાં લીલા વટાણા અને ૨ કપ પાણી તથા મીઠું નાંખી ઉકાળો. વટાણાને ચઢવા દો.
- ઠંડુ થયા પછી બ્લેન્ડર ફેરવી એકરસ કરો.
- ફરી ગરમ મૂકી મીઠું અને મરી નાંખો.
- ઉપરથી કોથમીર અને ખમણેલું ગાજર નાંખી પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.