સોયા ભેળ
તૈયારીનો સમય : થોડી મિનિટ
બનાવવાનો સમય : ૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ સોયાબીન, ૧/૪ ચમચી હળદર, ૧/૪ કપ ટામેટા બારીક સમારેલા, ૧/૪ કપ લીલા કાંદાનો સફેદ ભાગ, ૧/૪ કપ લીલા કાંદાનો લીલો ભાગ, ૧/૪ કપ કોબી બારીક સમારેલી, ૧/૨ ચમચી લીંબુનો રસ, ૧/૪ ચમચી લાલ મરચાની ભૂકી, મીઠું સ્વાદાનુસાર
રીત :
- સોયાબીનને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
- તેમાં મીઠું અને હળદર મિક્સ કરી આખી રાત (૬થી ૮ કલાક) ફ્રીજમાં મૂકી રાખો.
- એક નોન-સ્ટિક પૅનમાં આ સોયાબીનને શેકો.
- શેકેલા સોયાબીનમાં અન્ય સામગ્રી ઉમેરી તરત જ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.