બાજરા ઔર કદ્દદુકી રોટી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૬ રોટી બનશે
સામગ્રી :
- ૧/૨ કપ બાજરાનો લોટ, ૧ કપ કોળું ખમણેલું, ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ, ૧ ચમચી હળદર પાવડર, ૧/૪ ચમચી હિંગ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ ચમચા કોથમીર બારીક સમારેલી, મીઠું સ્વાદાનુસાર
અન્ય સામગ્રી :
- ૧ ચમચી તેલ
રીત :
- તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી જરૂરી પાણી નાંખીને લોટ બાંધો. થોડીવાર લોટ ઢાંકીને રાખો.
- આ લોટના છ લુઆ કરો.
- પ્રત્યેક લુઆમાંથી રોટલી વણો.
- એક તવાને ગરમ કરી થોડું તેલ મૂકી રોટલીને બંને બાજુ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.
- બાકીની રોટી પણ આ જ પ્રમાણે બનાવો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.