ધાબે કી દાલ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ કાળી અડદની દાળ, ૧/૨ કપ ચણા દાળ, ૧/૪ કપ રાજમા, ૧ કપ કાંદા બારીક સમારેલા, ૧ ચમચી લસણ બારીક સમારેલું, ૨ લીલા મરચાંના ટુકડા, ૧ કપ ટામેટા બારીક સમારેલા, ૧ ચમચી લાલ મરચાંની ભૂકી, ૨ ચમચી જીરાનો ભૂકો, ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી, ૧ ચમચો કસુરી મેથી, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- અડદની દાળ, ચણાની દાળ અને રાજમાને ધોઇને પાણીમાં ૬ કલાક પલાળી રાખો.
- પાણી કાઢીને બીજું ૬ કપ પાણી ઉમેરી પ્રેશર કુકરમાં ૧૫ થી ૨૦ મિનિટ અથવા દાળ ચઢી જાય એટલી વાર રાખો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કાંદા અને લીલા મરચાં નાંખીને ૪ થી ૫ મિનિટ સાંતળો.
- તેમાં ટામેટા લાલ મરચાંની ભૂકી, જીરાનો પાવડર અને મીઠું નાંખી ઉંચા તાપે ૩ થી ૪ મિનિટ હલાવો.
- તેમાં બાફેલી દાળ, અને કોથમીર મિક્સ કરી ૫ થી ૭ મિનિટ હલાવો.
- તેમાં કસુરી મેથી મિક્સ કરી ગરમ-ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.