Showing posts with label માઈક્રોવેવ દેશી ખાના- ૫. Show all posts
Showing posts with label માઈક્રોવેવ દેશી ખાના- ૫. Show all posts

રવાનો શીરો

રવાનો શીરો


બનાવવાનો સમયઃ ૯ મિનિટ ૪૫ સેંકડ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૩ કપ રવો
-૧/૩ કપ દુધ
-૬ ચમચા સાકર
-૩ ચમચા ઘી
-૧/૪ ચમચી એલચીનો પાવડર
-૧ પાકું કેળું છુંદેલું

રીતઃ

- કાચના મોટાં બાઉલમાં દૂધ, સાકર અને ૧ ૧/૨ કપ પાણી મિક્સ કરીને માઈક્રોવેવ હાઈપર ૫ મિનિટ રાખો. ૨ ૧/૨ મિનિટ થયા બાદ એક વખત હલાવવું.
- અન્ય એક કાચના બાઉલમાં ઘી મૂકીને માઈક્રોવેવમાં હાઈપર ૧૫ સેકંડ રાખો.
- તેમાં રવો સરખી રીતે મિક્સ કરી હાઈપર ૩ મિનિટ રાખો વચ્ચે દર ૧ મિનિટે હલાવતાં રહો એટલે રવો ગુલાબી બની જશે.
- તેમાં ગરમ કરેલું દૂધનું મિશ્રણ અને કેળું નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઈક્રોવેવ હાઈપર ૧ ૧/૨ મિનિટ રાખીને દર ૩૦ સેકંડે હલાવો.
- ઉપરથી એલચીનો પાવડર ભભરાવો.

ગરમ ગરમ પીરસો.

કાજુખોપરાનો શીરો

કાજુખોપરાનો શીરો


તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૪ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ કાજુનો ભૂકો
-૧/૨ કપ લીલા નાળિયેરનું ખમણ
-૧/૩ કપ સાકર
-૧ ચપટી એલચીનો પાવડર

થોડા ટીપાં કેસરી ખાવાનો રંગ

-૨ ચમચા ઘી

રીતઃ

- કાચના બાઉલમાં કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ અને ઘી મિક્સ કરી માઈક્રોવેવ ઓવનમાં હાઈપર ૨ મિનિટ રાખો. વચ્ચે- વચ્ચે હલાવતાં રહો.
- તેમાં સાકર, એલચીનો પાવડર, કેસરી રંગ અને ૧/૪ કપ પાણી નાંખીને મિક્સ કરો. માઈક્રોવેવ હાઈ પર ૨ મિનિટ રાખો. વચ્ચે એક વખત હલાવવો.

ગરમ ગરમ પીરસો.

ફાડાની ખીચડી

ફાડાની ખીચડી


તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૩ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ ઘઉંના ફાડા સાફ કરીને ધોયેલા
-૧ ચમચી જીરું
-૧/૪ ચમચી હીંગ
-૨ લવંિગ
-૧ ટુકડો તજ
-૧/૨ કપ કાંદાના ટુકડા
-૧/૨ કપ ફણસી સમારેલી
-૧/૨ કપ ગાજરના ટુકડા
-૧/૨ કપ ફલાવર સમારેલું
-૧/૨ કપ લીલા વટાણા
-૧/૨ ચમચી આદું- મરચાંની પેસ્ટ
-૨ ચમચાં લાલ મરચાંની ભૂકી
-૧/૨ ચમચી હળદર
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા ઘી
-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ

- એક કાચના બાઉલમાં ઘી, જીરું, હીંગ, લવંિગ, અને તજ નાંખીને માઈક્રોવેવમાં હાઈપર ૧ મિનિટ રાખો.
- તેમાં ફાડા નાંખીને સરખી રીતે મિક્સ કરી ઢાંકીને માઈક્રોવેવમાં હાઈ પર ૧ મિનિટ રાખો. દર ૩૦ સેકંડે હલાવતાં રહો.
- તેમાં અન્ય સામગ્રી અને ૨ કપ ગરમ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો.
- ઉપરથી ઢાંકણ ઢાંકીને માઈક્રોવેવમાં હાઈપર ૯ મિનિટ રાખો.
- સરખી રીતે હલાવીને પાછું માઈક્રોવેવ હાઈપર વઘુ ૨ મિનિટ રાખો.

ઉપરથી ઘી અને કોથમીર નાંખીને ગરમગરમ પીરસો.

સ્પાઈસી કોર્ન કરી

સ્પાઈસી કોર્ન કરી


તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૨ મિનિટ ૩૦ સેકંડ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ મીઠી મકાઈ (સ્વીટ કોર્ન)ના દાણા ખમણેલા
-૧/૨ કપ બટેટાના નાના ટુકડા
-૧/૨ કપ કાંદાના મોટા ટુકડા
-૧ ચમચો સાંભાર મસાલા
-૧/૨ ટામેટું બારીક સમારેલું
-૧ ચમચી રાઈ
-૧૦ નંગ લીમડાના પાન
-૧ ચપટી હંિગ
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ

- એક કાચના બાઉલમાં તેલ, રાઈ, લીમડાના પાન અને હંિગ નાંખીને માઈક્રોવેવમાં હાઈપર ૧ ૧/૨ મિનિટ રાખો.
- તેમાં બટેટા, કાંદા અને ૧ ૧/૨ કપ પાણી નાંખીને માઈક્રોવેવમાં હાઈપર ૬ મિનિટ રાખો.
- તેમાં મકાઈ, સાંભાર મસાલો, મીઠું અને ૧ કપ પાણી નાંખીને માઈક્રોવેવ હાઈપર ૩ મિનિટ રાખો.
- તેમાં ટામેટા નાંખીને માઈક્રોવેવમાં વઘુ ૨ મિનિટ રાખો અને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી કોથમીર ભભરાવીને ગરમગરમ પીરસો.

કઢાઈ પનીર

કઢાઈ પનીર


તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૬ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ પનીર (જાડી પટ્ટી જેવું કાપેલું)
-૧ મોટો કાંદો બારીક કાપેલો.
-૨ કળી લસણ વાટેલું
-૧ આદુનો ટુકડો વાટેલો
-૧ ચમચી ધાણાજીરાનો પાવડર
-૧ ચપટી હળદર
-૩/૪ ચમચી લાલ મરચાની ભૂકી
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૧/૨ ચમચી કસુરી મેથી
-૪ ચમચા ટોમેટો પ્યુરે
-૧/૪ કપ કેપ્સિકમ (ભોલર મરચાં)ની સ્લાઈસ
-૧ ચમચો તાજું ક્રીમ
-૧ ચપટી સાકર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવટ માટે

-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ

- તેલ, કાંદા, લસણ અને આદુને કાચના બાઉલમાં મિક્સ કરીને માઈક્રોવેવ હાઈપર ૨ મિનિટ રાખો.
- તેમાં ધાણાજીરાનો પાવડર, હળદર, મરચાંની ભૂકી, ગરમ મસાલો અને કસુરી મેથી નાંખીને માઈક્રોવેવ હાઈપર ૧ મિનિટ રાખો.
- તેમાં ટોમેટો પ્યુરે, કેપ્સિકમ અને ૧/૪ કપ પાણી નાંખીને માઈક્રોવેવ હાઈ પર ૨ મિનિટ રાખો.
- તેમાં પનીર, મલાઈ, સાકર, મીઠું અને ૧/૪ કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઈક્રોવેવમાં હાઈપર ૧ મિનિટ રાખો.

ઉપરથી કોથમીર ભભરાવીને ગરમ ગરમ પીરસો.

વેજીટેબલ મખ્ખનવાલા

વેજીટેબલ મખ્ખનવાલા


તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૪ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ ફણસી સમારેલી
-૧/૨ કપ ગાજરના નાના ટુકડા
-૧/૨ કપ ફુલાવર સમારેલું
-૧ કાંદાની સ્લાઈસ (ગોળ સમારેલા)
-૧/૨ કપ બેબી કોર્ન (ગોળ સમારેલી)
-૧ ટુકડો આદુ
-૩ કળી લસણ
-૩ મોટા ટામેટા ગોળ સમારેલા
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૨ ચમચી જીરું
-૧ ચમચી ગરમ મસાલો
-૪ ચમચા ક્રીમ (મલાઈ)
-૧/૨ ચમચી કસુરી મેથી
-(મેથીના સુકાયેલા પાન)
-૨ ચમચી સાકર
-૪ ચમચા માખણ (બટર)
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો કોથમીર સમારેલી
-૧ ચમચી માખણ

રીતઃ

- કાંદા, આદુ, લસણ, ટામેટા, હળદર અને લાલ મરચાંની ભૂકીને કાચના બાઉલમાં મિક્સ કરો તથા માઈક્રોવેવમાં હાઈ પર ૪ મિનિટ રાખો.
- આ મિક્સરને બ્લેન્ડરથી એકરસ કરીને એકબાજુ મૂકો.
- અન્ય એક કાચના બાઉલમાં ૨ ચમચા માખણ અને જીરું નાખો તથા માઈક્રોવેવ ઓવનમાં હાઈપર ૧ મિનિટ રાખો.
- તેમાં ફણસી, ગાજર, લીલા વટાણા, બેબીકોર્ન અને ફલાવર નાંખીને ઢાંકણ ઢાંકીને માઈક્રોવેવ હાઈપર ૫ મિનિટ રહેવા દો- પછી કાઢીને એકબાજુ રહેવા દો.
- અન્ય એક બાઉલમાં બાકીનું માખણ, તૈયાર પ્યુરે શાક, ગરમ મસાલો, મલાઈ, કસુરી મેથી, સાકર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઈક્રોવેવ હાઈપર ૪ મિનિટ રાખો.

ઉપરથી કોથમીર ભભરાવીને પીરસો.