કઢાઈ પનીર

કઢાઈ પનીર


તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૬ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ પનીર (જાડી પટ્ટી જેવું કાપેલું)
-૧ મોટો કાંદો બારીક કાપેલો.
-૨ કળી લસણ વાટેલું
-૧ આદુનો ટુકડો વાટેલો
-૧ ચમચી ધાણાજીરાનો પાવડર
-૧ ચપટી હળદર
-૩/૪ ચમચી લાલ મરચાની ભૂકી
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૧/૨ ચમચી કસુરી મેથી
-૪ ચમચા ટોમેટો પ્યુરે
-૧/૪ કપ કેપ્સિકમ (ભોલર મરચાં)ની સ્લાઈસ
-૧ ચમચો તાજું ક્રીમ
-૧ ચપટી સાકર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવટ માટે

-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ

- તેલ, કાંદા, લસણ અને આદુને કાચના બાઉલમાં મિક્સ કરીને માઈક્રોવેવ હાઈપર ૨ મિનિટ રાખો.
- તેમાં ધાણાજીરાનો પાવડર, હળદર, મરચાંની ભૂકી, ગરમ મસાલો અને કસુરી મેથી નાંખીને માઈક્રોવેવ હાઈપર ૧ મિનિટ રાખો.
- તેમાં ટોમેટો પ્યુરે, કેપ્સિકમ અને ૧/૪ કપ પાણી નાંખીને માઈક્રોવેવ હાઈ પર ૨ મિનિટ રાખો.
- તેમાં પનીર, મલાઈ, સાકર, મીઠું અને ૧/૪ કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઈક્રોવેવમાં હાઈપર ૧ મિનિટ રાખો.

ઉપરથી કોથમીર ભભરાવીને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.