Showing posts with label માઇક્રોવેવ દેશી ખાના - ૧. Show all posts
Showing posts with label માઇક્રોવેવ દેશી ખાના - ૧. Show all posts

ખમણ ઢોકળાં

ખમણ ઢોકળાં

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૬ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૧ કપ ચણાનો લોટ
-૧ ૧/૨ ચમચો રવો
-૧/૨ ચમચી લીંબુના ફૂલ
-૩ ચમચી સાકર
-૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ
-૧ ૧/૨ ચમચી ઇનોફ્રૂટ સોલ્ટ
-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-૧/૨ ચમચી રાઇ
-૧/૨ ચમચી તલ
-૨ લીલા મરચાના ટુકડા
-૧ ચપટી હીંગ
-૨ ચમચા તેલ

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો કોથમીર સમારેલી
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી

રીત ઃ
- ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરીને ૧ કપ પાણી નાંખીને ખીરું તૈયાર કરો.
- ફ્રૂટ સોલ્ટ નાંખીને તેના ઉપર થોડું પાણી નાંખો અને સરખી રીતે મિક્સ કરો.
- માઇક્રોવેવ વાસણમાં તેલ લગાડી આ ખીરું નાંખો ઉપર પ્લાસ્ટિક વડે ઢાંકો.
- માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો અને બંધ કરીને ૧ મિનિટ રાખો.

આગળની રીત ઃ

- વઘાર માટે નાના વાસણમાં તેલ લેવું, તેમાં રાઇ અને તલ નાંખી તે તતડે એટલે લીલા મરચાં અને હીંગ નાંખીને ગેસ પરથી ઉતારી લેવું. આ વઘારમાં ૧ ચમચો પાણી નાંખીને તેને ઢોકળાં પર રેડો.
- ઢોકળાની ઉપર કોથમીર અને લાલ મરચાંની ભૂકી ભભરાવી કાપો.

લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

કોબી ભરેલા કેપ્સિકમ

કોબી ભરેલા કેપ્સિકમ

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૬ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૨ મઘ્યમ કદના કેપ્સિકમ (ભોલર મરચાં) ચીકાશ માટે તેલ

પૂરણ માટે

-૧/૨ કપ કોબી ખમણેલી
-૧/૨ કપ ચણાનો લોટ
-૨ ચમચી સાકર
-૧/૨ ચમચી લીંબુના ફૂલ
-૧ ચમચી આદું -મરચાંની પેસ્ટ
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૩/૪ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ
-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-૧/૨ ચમચી રાઇ
-૧ ચમચી તલ
-૧/૪ ચમચી હીંગ
-૨ ચમચા તેલ

રીત ઃ
- ભોલર મરચાંના વચ્ચેથી બે ભાગ કરીને સાચવીને બી કાઢવા જેથી તેનો આકાર જળવાઇ રહે.
- એક વાસણમાં ફ્રૂટસોલ્ટ સિવાયની પૂરણની બધી સામગ્રી અને ૪ ચમચા પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો.
- ૧ ચમચા પાણી સાથે ફ્રૂટસોલ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરો. અને પૂરણમાં નાંખો.
- મરચામાં આ પૂરણ ભરવું.
- તેલ લગાડેલા કાચના બાઉલમાં આ કેપ્સિકમ મૂકો. ઉપર ઢાંકણ ઢાંકો અને માઇક્રોવેવમાં હાઇ પર ૩ મિનિટ થવા દેવા.
- મરચાંને ઠંડા થવા દેવા. અને પછી તેને કાપવા.

આગળની રીત ઃ

- એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ અને તલ નાંખો તતડી જાય એટલે હીંગ નાંખો.
- તેમાં મરચાંના ટુકડા નાંખીને ૧થી ૨ મિનિટ રહેવા દો.

ગરમ ગરમ પીરસો

સાબુદાણા ખિચડી

સાબુદાણા ખિચડી

તૈયારીનો સમય ઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૪ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૧ કપ સાબુદાણા
-૧/૨ કપ શેકેલી શીંગનો ભૂકો
-૨ મઘ્યમકદના બટેટાના છાલ કાઢીને ચોરસ ટુકડા
-૧/૨ ચમચી જીરું
-૨ લીલા મરચાં સમારેલાં
-મીઠું સ્વાદાનુસાર

રીત ઃ

- સાબુદાણા ધોઇને ૨ કલાક એકબાજુ રહેવા દેવા સાબુદાણા પલાળવા જરૂર હોય તો થોડું પાણી ઉપરથી છાંટવું.
- એક કાચના વાસણમાં તેલ, જીરું, લીલામરચાં અને બટેટા નાંખીને ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રહેવા દો. એટલે બટેટા નરમ થઇ જશે.
- તેમાં સાબુદાણા, શીંગનો ભૂકાં અને મીઠું નાંખીને મિક્સ કરો. ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રહેવા દો.

લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો

પાલકમેથીના મુઠિયાં

પાલકમેથીના મુઠિયાં

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

મુઠિયાં માટે

-૩ કપ સમારેલી પાલક
-૧૧/૨ કપ સમારેલી મેથી
-૧ ચમચી આદુ- મરચાંની પેસ્ટ
-૨ ચમચા ઘઉંનો લોટ
-૧ ચમચો ચણાનો લોટ
-૧ ચમચો રવો
-૧/૨ ચમચી જીરું
-૧ ચમચી સોડા-બાય-કાર્બ (ખાવાનો સોડા)
-૨ ચમચી સાકર
-૧ ચમચો લીંબુનો રસ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
-ચીકાશ માટે થોડું તેલ

વઘાર માટે

-૧ ચમચી તલ
-૧/૪ ચમચી હીંગ
-૧ ચમચો તેલ

રીત ઃ મુઠિયાં માટે

- પાલક અને મેથીની ભાજી મિક્સ કરી તેમાં ૧ ચમચી મીઠું નાંખીને ૫ મિનિટ એકબાજુ રહેવા દો.
- ભાજીમાંથી બઘું પાણી કાઢીને પાનને એક વાસણમાં રાખવા.
- તેમાં મુઠિયાંની બાકીની બધી (તેલ સિવાયની) સામગ્રી નાંખીને ૧થી ૨ ચમચાં પાણી નાંખીને ઢીલો લોટ બાંધો.
- તમારી હથેળીમાં થોડું તેલ લગાડીને લોટમાંથી મુઠિયાં વાળો. લગભગ ૪ મોટા મુઠિયાં વળશે.
- કાચની છીછરી ડીશમાં તેલ લગાડીને ૨ મુઠિયાંને મૂકો. ઉપરથી ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૩ મિનિટ રાખવા. પછી ૧ મિનિટ એમ જ રાખવા.
- આ મુઠિયાં કાઢીને બાકીના મુઠિયાં પણ આજ રીતે તૈયાર કરવા.
- આ મુઠિયાને કાપવા.

આગળની રીત ઃ
- વઘાર માટે એક મોટા વાસણમાં તેલ ગરમ કરવું અને તલ નાંખવા. તલ તતડી જાય એટલે હીંગ નાંખવી.
- મુઠિયાંને તેલમાં નાંખવા અને સરખી રીતે મિક્સ કરી ૨થી ૩ મિનિટ રાખવા.

લીલી ચટણી સાથે પીરસવા

ટીપ્સ ઃ ઓવનમાં મુઠિયાં ચઢી ગયા છે કે નહિ તે જોવા તેમાં ટુથપીક (દાંત ખોતરવાની સળી) નાંખી જોવી. જો તેમાં લોટ ચીટકે નહિ તો મુઠિયાં ચઢી ગયા છે તેમ સમજવું.

બેબીકોર્ન હરા મસાલા

બેબીકોર્ન હરા મસાલા

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૬ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૧ કપ બેબીકોર્ન - ૧ના ૪ ભાગ કરવા
-૧ ચમચી લીંબુનો રસ
-૧ ચમચી સાકર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ કરો

-૧ કપ બારીક કાપેલી કોથમીર
-૧ નાનો ટુકડો આદુ
-૨ કળી લસણ
-૧ લીલું મરચું
-૧ કાંદો બારીક સમારેલો
-૧ ચમચી જીરું

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો ટામેટાની સ્લાઇસ
-૪ લીંબુની ચીરીઓ.

રીત ઃ

- એક કાચના બાઉલમાં તેલ નાંખીને તૈયારી કરેલી પેસ્ટ નાંખો. માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ રહેવા દો.
- તેમાં બેબીકોર્ન, મીઠું અને ૨ ચમચા પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર મૂકો. અને ૬ મિનિટ રહેવા દો.
- બહાર કાઢીને તેમાં લીંબુનો રસ અને સાકર મિક્સ કરો.

ઉપર ટામેટાની સ્લાઇસ અને લીંબુની ચીરીઓથી સમજાવીને પીરસો.

ખમણ ઢોકળાં

ખમણ ઢોકળાં
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૬ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૧ કપ ચણાનો લોટ,   ૧ ૧/૨ ચમચો રવો,   ૧/૨ ચમચી લીંબુના ફૂલ,   ૩ ચમચી સાકર,   ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ,   ૧ ૧/૨ ચમચી ઇનોફ્રૂટ સોલ્ટ,   મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે:
-   ૧/૨ ચમચી રાઇ,   ૧/૨ ચમચી તલ,   ૨ લીલા મરચાના ટુકડા,   ૧ ચપટી હીંગ,   ૨ ચમચા તેલ

ઉપરથી સજાવવા માટે:
-   ૧ ચમચો કોથમીર સમારેલી,   ૧ ચમચી લાલ મરચાંની ભૂકી

રીત :
-   ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરીને ૧ કપ પાણી નાંખીને ખીરું તૈયાર કરો.
-   ફ્રૂટ સોલ્ટ નાંખીને તેના ઉપર થોડું પાણી નાંખો અને સરખી રીતે મિક્સ કરો.
-   માઇક્રોવેવ વાસણમાં તેલ લગાડી આ ખીરું નાંખો ઉપર પ્લાસ્ટિક વડે ઢાંકો.
-   માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો અને બંધ કરીને ૧ મિનિટ રાખો.

આગળની રીત :
-   વઘાર માટે નાના વાસણમાં તેલ લેવું, તેમાં રાઇ અને તલ નાંખી તે તતડે એટલે લીલા મરચાં અને હીંગ નાંખીને ગેસ પરથી ઉતારી લેવું. આ વઘારમાં ૧ ચમચો પાણી નાંખીને તેને ઢોકળાં પર રેડો.
-   ઢોકળાની ઉપર કોથમીર અને લાલ મરચાંની ભૂકી ભભરાવી કાપો.
-   લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

કોબી ભરેલા કેપ્સિકમ

કોબી ભરેલા કેપ્સિકમ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૬ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૨ મઘ્યમ કદના કેપ્સિકમ (ભોલર મરચાં) ચીકાશ માટે તેલ

પૂરણ માટે:
-   ૧/૨ કપ કોબી ખમણેલી,   ૧/૨ કપ ચણાનો લોટ,   ૨ ચમચી સાકર,   ૧/૨ ચમચી લીંબુના ફૂલ,   ૧ ચમચી આદું -મરચાંની પેસ્ટ,   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી,   ૩/૪ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ,   મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે:
-   ૧/૨ ચમચી રાઇ,   ૧ ચમચી તલ,   ૧/૪ ચમચી હીંગ,   ૨ ચમચા તેલ

રીત :
-   ભોલર મરચાંના વચ્ચેથી બે ભાગ કરીને સાચવીને બી કાઢવા જેથી તેનો આકાર જળવાઇ રહે.
-  એક વાસણમાં ફ્રૂટસોલ્ટ સિવાયની પૂરણની બધી સામગ્રી અને ૪ ચમચા પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો.
-  ૧ ચમચા પાણી સાથે ફ્રૂટસોલ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરો. અને પૂરણમાં નાંખો.
-  મરચામાં આ પૂરણ ભરવું.
-  તેલ લગાડેલા કાચના બાઉલમાં આ કેપ્સિકમ મૂકો. ઉપર ઢાંકણ ઢાંકો અને માઇક્રોવેવમાં હાઇ પર ૩ મિનિટ થવા દેવા.
-  મરચાંને ઠંડા થવા દેવા. અને પછી તેને કાપવા.

આગળની રીત :
-  એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ અને તલ નાંખો તતડી જાય એટલે હીંગ નાંખો.
-  તેમાં મરચાંના ટુકડા નાંખીને ૧થી ૨ મિનિટ રહેવા દો.
-  ગરમ ગરમ પીરસો.

સાબુદાણા ખિચડી

સાબુદાણા ખિચડી
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૪ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૧ કપ સાબુદાણા,   ૧/૨ કપ શેકેલી શીંગનો ભૂકો,   ૨ મઘ્યમકદના બટેટાના છાલ કાઢીને ચોરસ ટુકડા,   ૧/૨ ચમચી જીરું,   ૨ લીલા મરચાં સમારેલાં,   મીઠું સ્વાદાનુસાર

રીત :
-   સાબુદાણા ધોઇને ૨ કલાક એકબાજુ રહેવા દેવા.સાબુદાણા પલાળવા જરૂર હોય તો થોડું પાણી ઉપરથી છાંટવું.
-   એક કાચના વાસણમાં તેલ, જીરું, લીલામરચાં અને બટેટા નાંખીને ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રહેવા દો. એટલે બટેટા નરમ થઇ જશે.
-   તેમાં સાબુદાણા, શીંગનો ભૂકાં અને મીઠું નાંખીને મિક્સ કરો. ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રહેવા દો.
-   લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો

પાલકમેથીના મુઠિયાં

પાલકમેથીના મુઠિયાં
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :
મુઠિયાં માટે:
-   ૩ કપ સમારેલી પાલક,   ૧૧/૨ કપ સમારેલી મેથી,   ૧ ચમચી આદુ- મરચાંની પેસ્ટ,   ૨ ચમચા ઘઊંનો લોટ,   ૧ ચમચો ચણાનો લોટ,   ૧ ચમચો રવો,   ૧/૨ ચમચી જીરું,   ૧ ચમચી સોડા-બાય-કાર્બ (ખાવાનો સોડા),   ૨ ચમચી સાકર,   ૧ ચમચો લીંબુનો રસ,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર,   ચીકાશ માટે થોડું તેલ

વઘાર માટે:
-   ૧ ચમચી તલ,   ૧/૪ ચમચી હીંગ,   ૧ ચમચો તેલ

રીત :
મુઠિયાં માટે:
-   પાલક અને મેથીની ભાજી મિક્સ કરી તેમાં ૧ ચમચી મીઠું નાંખીને ૫ મિનિટ એકબાજુ રહેવા દો.
-   ભાજીમાંથી બઘું પાણી કાઢીને પાનને એક વાસણમાં રાખવા.
-   તેમાં મુઠિયાંની બાકીની બધી (તેલ સિવાયની) સામગ્રી નાંખીને ૧થી ૨ ચમચાં પાણી નાંખીને ઢીલો લોટ બાંધો.
-   તમારી હથેળીમાં થોડું તેલ લગાડીને લોટમાંથી મુઠિયાં વાળો. લગભગ ૪ મોટા મુઠિયાં વળશે.
-   કાચની છીછરી ડીશમાં તેલ લગાડીને ૨ મુઠિયાંને મૂકો. ઉપરથી ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૩ મિનિટ રાખવા. પછી ૧ મિનિટ એમ જ રાખવા.
-   આ મુઠિયાં કાઢીને બાકીના મુઠિયાં પણ આજ રીતે તૈયાર કરવા.
-   આ મુઠિયાને કાપવા.

આગળની રીત :
-   વઘાર માટે એક મોટા વાસણમાં તેલ ગરમ કરવું અને તલ નાંખવા. તલ તતડી જાય એટલે હીંગ નાંખવી.
-   મુઠિયાંને તેલમાં નાંખવા અને સરખી રીતે મિક્સ કરી ૨થી ૩ મિનિટ રાખવા.
-   લીલી ચટણી સાથે પીરસવા

ટીપ્સ : ઓવનમાં મુઠિયાં ચઢી ગયા છે કે નહિ તે જોવા તેમાં ટુથપીક (દાંત ખોતરવાની સળી) નાંખી જોવી. જો તેમાં લોટ ચીટકે નહિ તો મુઠિયાં ચઢી ગયા છે તેમ સમજવું.

બેબીકોર્ન હરા મસાલા

બેબીકોર્ન હરા મસાલા
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૬ મિનિટ
માત્રા : ૨ વ્યક્તિ માટે

સામગ્રી :
-   ૧ કપ બેબીકોર્ન - ૧ના ૪ ભાગ કરવા,   ૧ ચમચી લીંબુનો રસ,   ૧ ચમચી સાકર,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર

વાટીને પેસ્ટ કરો:
-   ૧ કપ બારીક કાપેલી કોથમીર ,   ૧ નાનો ટુકડો આદુ,   ૨ કળી લસણ,   ૧ લીલું મરચું,   ૧ કાંદો બારીક સમારેલો,   ૧ ચમચી જીરું

ઉપરથી સજાવવા માટે:
-   ૧ ચમચો ટામેટાની સ્લાઇસ,   ૪ લીંબુની ચીરીઓ.

રીત :
-    એક કાચના બાઉલમાં તેલ નાંખીને તૈયારી કરેલી પેસ્ટ નાંખો. માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ રહેવા દો.
-    તેમાં બેબીકોર્ન, મીઠું અને ૨ ચમચા પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર મૂકો. અને ૬ મિનિટ રહેવા દો.
-   બહાર કાઢીને તેમાં લીંબુનો રસ અને સાકર મિક્સ કરો.
-   ઉપર ટામેટાની સ્લાઇસ અને લીંબુની ચીરીઓથી સમજાવીને પીરસો.