Showing posts with label મહારાષ્ટ્રીયન સબ્ઝી-રોટી. Show all posts
Showing posts with label મહારાષ્ટ્રીયન સબ્ઝી-રોટી. Show all posts

ફૂલકા/ચપાટી

ફૂલકા/ચપાટી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૬ ફૂલકા બનશે



સામગ્રી :
-   ૧ કપ ઘઊંનો લોટ,   ૧/૨ ચમચી મીઠું,   ૧ ચમચી તેલ


અન્ય સામગ્રી :
-   પીરસવા માટે ઘી



રીત :
-   લોટ, મીઠું અને તેલ મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો.
-   આ લોટને સરખી રીતે કુણવી ૧૦-૧૫ મિનિટ સુધી એકબાજુ મૂકો.
-   લોટના ૬ સરખા ભાગ કરો અને તેમાંથી રોટલી વણો.
-   આ ચપાટીને ગરમ તવા ઉપર મૂકો.
-   થોડી સેકંડમાં તેને ફેરવીને ઉલ્ટી બાજુ નાંખો. બંને બાજુ નાના-નાના ડાઘ દેખાય એટલે સાણસી વડે ચપાટી ઉંચકીને ગેસની ખુલ્લી જ્વાળા પર મૂકો. આથી ચપાટી ફૂલશે. એટલે તેને ગેસ પરથી ઉતારો.
-   અન્ય પાંચ ચપાટી પણ આ જ રીતે બનાવો.
-   તેના પર ઘી ચોપડો અને ગરમ ગરમ પીરસો.

વેજીટેબલ કાલવન

વેજીટેબલ કાલવન
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ બાફેલા શાકભાજી (ગાજર, ફણસી અને લીલા વટાણા),   ૧/૨ ચમચી જીરું,   ૧/૪ ચમચી હિંગ,   ૧/૪ કપ દૂધ,   ચપટી સાકર,   મીઠું સ્વાદાનુસાર,   ૧ ચમચી તેલ


ગ્રેવી માટે :
-   ૧ કપ કાંદાની સ્લાઇસ,   ૧ ચમચો આદુ સમારેલું,   ૧ ચમચો લસણ સમારેલું,   ૪ થી ૬ મીઠા લીમડાના પાન ,   ૧/૪ કપ સૂકું કોપરું,   ૧ કપ ટામેટા બારીક સમારેલા,   ૧/૪ ચમચી હળદર,   ૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર


ઉપરથી સજાવવા માટે :
-   ૨ ચમચા કોથમીર સમારેલી



રીત :
ગ્રેવી માટે :
-   એક વાસણમાં તેલને ગરમ કરો તેમાં કાંદા, આદું, લસણ અને લીમડાના પાન નાંખો તથા ધીમા તાપે ૪ થી ૫ મિનિટ સાંતળો.
-   તેમાં સુકૂં કોપરું નાંખો અને આછા બ્રાઉન રંગનું થવા દો.
-   તેમાં ટામેટા, હળદર, મરચું અને મીઠું નાંખો તથા ટામેટા રંધાઇ જાય ત્યાં સુધી હલાવો.
-   પછી ગેસ પરથી ઉતારી મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો.



આગળની રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો અને જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે હિંગ ઉમેરી પેસ્ટ નાંખો.
-   આ પેસ્ટને હલાવતાં રહેવાથી તેલ છૂટું પડશે અને ગ્રેવી તૈયાર થશે.
-   તેમાં દૂધ અને ૧ કપ પાણી નાંખો અને ઉકાળો.
-   તેમાં શાકભાજી, સાકર અને મીઠું નાંખો તથા સરખી રીતે મિક્સ કરો. ગેસ પરથી ઉતારો.
-   ઉપરથી કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો.

વાલ ડ્રમસ્ટીક્સ

વાલ ડ્રમસ્ટીક્સ
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ ફણગાવેલા વાલ,   ૨ આખી સરગવાની શીંગના ટુકડા,   ૧/૨ ચમચી રાઇ,   ૧/૨ ચમચી હળદર,   ૧ ચમચી ગોળ છુંદેલો,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર


વાટીને પેસ્ટ બનાવવા માટે :
-   ૨ ચમચા લીલું નાળિયેર ખમણેલું,   ૨ થી ૩ લસણની મોટી કળીઓ



રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરો અને રાઇના દાણા નાંખો.
-   રાઇના દાણા તતડે ત્યારે વાલ, મીઠું અને ૧/૨ કપ પાણી નાંખી વાસણને ઢાંકો. મઘ્યમ તાપે વાલને રાંધો.
-   વાલ અડધા રંધાઇ જાય એટલે તેમાં સરગવાની શીંગના ટુકડા ઉમેરો અને જરૂરી પાણી ઉમેરી વાલ અને શીંગને રાંધો.
-   પછી તેમાં વાટેલી પેસ્ટ અને હળદર ઉમેરો તથા ૨ થી ૩ મિનિટ સુધી હલાવો.
-   છેલ્લે ગોળ ઉમેરો અને થોડી મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગેસ પરથી ઉતારો.
-   ચપાટી સાથે ગરમ-ગરમ પીરસો.

ભરલેલી વાંગી

ભરલેલી વાંગી
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧૨ નાના રીંગણાં

પેસ્ટ માટે :
-   ૧ ૧/૪ કપ કાંદા સમારેલા,   ૨ ચમચી ધાણાજીરું,   ૧ ચમચી જીરું,   ૬ કાળા મરી,   ૬ લવિંગ,   ૧ ટુકડો તજ


અન્ય સામગ્રી :
-   ૧ ૧/૨ કપ કાંદા બારીક સમારેલા,   ૪ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૨ ચમચા આમલીનો માવો,   ૧/૨ ચમચી હળદર,   ૧/૪ કપ શેકેલા શીંગદાણાનો ભૂકો,   ૩ ચમચી ગોળ, છૂંદેલો,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
રીંગણા માટે :
-   રીંગણાને ધોઇને સૂકા કરો.
-   રીંગણા ભરવા માટે તેમાં બે ઊભા અને બે આડા એમ ચાર કાપા કરો. પણ રીંગણું નીચેથી છૂટ્ટુ ન પડવું જોઇએ.
-   મીઠાવાળા પાણીના બાઉલમાં ૧૦ થી ૧૫ મિનિટ મૂકી રાખો. પછી કાઢીને સૂકા કરો.


પેસ્ટ માટે :
-   તમામ સામગ્રીને શેકો. પછી તેમાં ૧/૪ કપ પાણી નાંખીને વાટીને પેસ્ટ બનાવો.


આગળની રીત :
-   એક બાઉલમાં કાંદા, લાલ મરચાંની ભૂકી, આમલીનો માવો, શીંગનો ભૂકો, ગોળ, મીઠું અને પેસ્ટને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.
-   આ મિશ્રણને રીંગણામાં ભરો અને એકબાજુ મૂકો.
-   એક વાસણમાં તેલને ગરમ કરો અને પૂરણ ભરેલાં રીંગણા એક પછી એક નાંખો. તેમાં ૧/૪ કપ પાણી ઉમેરો અને વાસણને ઢાંકો. ધીમા તાપે રીંગણા રંધાઇ જાય ત્યાં સુધી ગેસ પર રાખો.
-   ગરમ ગરમ પીરસો.

ઝુણકા

ઝુણકા
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ ૧/૪ કપ ચણાનો લોટ,   ૨ કપ કાંદા બારીક સમારેલા,   ૧ ચમચી રાઇ,   ૧ ચમચી જીરું,   ૧/૪ ચમચી હિંગ,   ૨ ચમચી આદુ વાટેલું,   ૨ ચમચી લસણ વાટેલું,   ૧ ચમચી લીલા મરચાં વાટેલા,   ૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧/૨ ચમચી હળદર,   ૧/૨ કપ કોથમીર સમારેલી,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર




રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો અને રાઇ નાંખી તતડવા દેવી.
-   તેમાં જીરું, હિંગ, કાંદા ઉમેરી સાંતળો.
-   તેમાં આદુ, લસણ અને લીલા મરચાં નાંખી સાંતળો.
-   તેમાં મરચાંની ભૂકી, હળદર, ચણાનો લોટ અને મીઠું નાંખો અને ધીમા તાપે લોટને આછા બ્રાઉન રંગનો શેકો.
-  લોટ શેકાઇ જાય એટલે તેમાં ૨ ૧/૨ કપ પાણી ઉમેરો અને લોટ ઘટ્ટ થઇને વાસણની બાજુઓ છોડી દે ત્યાં સુધી હલાવતાં રહો. ઘીમા તાપે ૪ થી ૫ મિનિટમાં લોટ રંધાઇ ગયાની સુગંધ આવશે. એટલે ગેસ પરથી નીચે ઉતારો.
-   કોથમીર ઉમેરી ભાખરી અથવા રોટલી સાથે પીરસો.