વાલ ડ્રમસ્ટીક્સ

વાલ ડ્રમસ્ટીક્સ
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ ફણગાવેલા વાલ,   ૨ આખી સરગવાની શીંગના ટુકડા,   ૧/૨ ચમચી રાઇ,   ૧/૨ ચમચી હળદર,   ૧ ચમચી ગોળ છુંદેલો,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર


વાટીને પેસ્ટ બનાવવા માટે :
-   ૨ ચમચા લીલું નાળિયેર ખમણેલું,   ૨ થી ૩ લસણની મોટી કળીઓ



રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરો અને રાઇના દાણા નાંખો.
-   રાઇના દાણા તતડે ત્યારે વાલ, મીઠું અને ૧/૨ કપ પાણી નાંખી વાસણને ઢાંકો. મઘ્યમ તાપે વાલને રાંધો.
-   વાલ અડધા રંધાઇ જાય એટલે તેમાં સરગવાની શીંગના ટુકડા ઉમેરો અને જરૂરી પાણી ઉમેરી વાલ અને શીંગને રાંધો.
-   પછી તેમાં વાટેલી પેસ્ટ અને હળદર ઉમેરો તથા ૨ થી ૩ મિનિટ સુધી હલાવો.
-   છેલ્લે ગોળ ઉમેરો અને થોડી મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગેસ પરથી ઉતારો.
-   ચપાટી સાથે ગરમ-ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.