Showing posts with label ટીવી મિલ્સ-૨. Show all posts
Showing posts with label ટીવી મિલ્સ-૨. Show all posts

પાઈનેપલ ક્રમ્બલ

પાઈનેપલ ક્રમ્બલ


તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ અનાનસનો છુંદો
-૧/૪ કપ અખરોટ
-૧ કપ બ્રાઉન સુગર (તૈયાર મળે છે)
-૧/૨ કપ ઘઉંનો લોટ
-૧/૨ કપ કવીક કુકંિગ રોલ ઓટ્‌સ
-૧/૪ ચમચી દાલચીની પાવડર
-૧/૪ ચમચી જાયફળનો પાવડર
-૩ ચમચા બટર (માખણ)

રીતઃ

- અનામસ, અખરોટ અને ૧/૨ કપ બ્રાઉન સુગરને ઓવનપ્રૂફ બાઉલમાં ચીકાશ (ભટર) લગાડી મૂકો.
- બીજા બાઉલમાં લોટ, ઓટ, દાલચીની પાવડર, જાયફળ પાવડર, માખણ અને બાકીની સુગર નાંખીને હાથેથી સરખી રીતે મિક્સ કરો.
- આ મિશ્રણને અનાનસના બાઉલમાં ઉપર પાથરવું.
- અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦૦ સે. (૩૬૦૦ ફે.) પર ૨૫ મિનિટ અથવા ઉપરનું થર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. મનગમતા આઈસ્ક્રીમ સાથે ગરમ ગરમ પીરસો.

ટીપ્સઃ જો અનાનસ એકદમ ગળી ન ગયું હોય તો થોડા બટરમાં તેને સાંતળો એટલે તેનો રસ છૂટો પડશે. પછી સુગર નાંખીને ઉપરની રીત પ્રમાણે આગળ બનાવો.

પાસ્તા એન્ડ વેજીટેબલ કેસરોલ

પાસ્તા એન્ડ વેજીટેબલ કેસરોલ


તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૩થી ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ પાસ્તા બાફેલા.

રોસ્ટેડ વેજીટેબલ માટે

-૬ ટામેટાં, થોડીવાર ગરમ પાણીમાં નાંખીને, છાલ કાઢીને ચોરસ ટુકડા કરેલા.
-૧ નાના રીંગણાના નાના ચોરસ ટુકડા.
-૧ કાંદાના નાના ચોરસ ટુકડા
-૩ લસણની કળી વાટેલી.
-૧ ચમચી ઓલિવ ઓઈલ અથવા તેલ
-૧ ચમચી સાકર.
-મીઠું સ્વાદાનુસાર.

ચીઝ સૉસ માટે

૨ ચમચા બટર
-૧ ચમચો મેંદો
-૨ કપ દૂધ
-૪ ચમચા ચીઝ ખમણેલી
-મીઠું અને મરી સ્વાદાનુસાર.

બેકીંગ માટે

-૪ ચમચા ચીઝ ખમણેલી

રીતઃ

રોસ્ટેડ વેજીટેબલ માટે

- બધી જ સામગ્રીને ભેગી કરીને બેકીંગ ટ્રેમાં મૂકો.
- અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૨૦૦૦ સે. (૪૦૦૦ ફે.) પર ૧૦થી ૧૫ મિનિટ બેક કરો. વચ્ચે એકાદવાર હલાવવું.

ચીઝ સોસ માટેઃ

- વાસણમાં બટરને ગરમ કરી તેમાં મેંદો નાંખીને ૧ મિનિટ હલાવો.
- તેમાં દૂધ નાંખીને સતત હલાવતાં રહો એટલે ગાંઠા ન પડે.
- તેમાં ચીઝ, મીઠું અને મરી નાંખીને સરખી રીતે મિક્સ કરો.

આગળની રીતઃ

- બેકીંગ ડિસમાં નીચે રોસ્ટેડ વેજીટેબલ પાથરો.
- તેના પર બાફેલા પાસ્તા મૂકો.
- ઉપરથી ચીઝ સોસ પાથરીને ખમણેલી ચીઝ ભભરાવો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ૨૦૦૦ સે. (૪૦૦૦ ફે.) પર ૧૦ મિનિટ રહેવા દો.

ગરમ ગરમ પીરસો.

પનીર કુલચા

પનીર કુલચા


તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૫ કુલચા બનશે

સામગ્રીઃ

કુલચાના લોટ માટે

-૧ કપ મેંદો.
-૧ ચમચી (૫ ગ્રામ) તાજી યીસ્ટનો ભૂકો.
-૧ ચમચી સાકર.
-૧/૨ ચમચી મીઠું.
-૧ ચમચો તેલ.
-પનીરના પૂરણ માટે.
-૧/૨ કપ પનીરનો ભૂકો.
-૧ લીલું મરચું બારીક વાટેલું.
-૧/૮ ચમચી હળદર.
-૧/૪ ચમચી મેથીના પાન.
-૧ ચમચી તેલ.
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-શેકવા માટે તેલ

રીતઃ

કુલચાના લોટ માટેઃ

- બધી જ સામગ્રીને ભેગી કરીને જરૂરી પ્રમાણમાં પાણી ઉમેરીને સુંવાળો લોટ બાંધો.
- લોટ ઉપર પાતળું સુતરાઉ કપડું પાથરીને ૧૫થી ૨૦ મિનિટ રહેવા દેવો. લોટ ફુલીને ડબલ થઈ જશે.
- લોટને દબાવીને બધી જ હવા કાઢી નાંખવી.
- લોટના ૫ સરખા ભાગ કરીને એકબાજુ મૂકો.

પનીરના પૂરણ માટે

- વાસણમાં તેલ ગરમ કરો અને લીલા મરચાં નાંખો.
- તેલમાં પનીર, હળદર, કસુરી મેથી અને મીઠું નાંખીને મિક્સ કરો.
- આ મિશ્રણને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૫ સરખા ભાગ કરવા.

આગળની રીતઃ

- લોટના એક લુઆમાંથી ૫૦ મિ.મિ. પરીઘનો કુલચા વણો.
- વચ્ચે પનીરનાં પૂરણનો એક ભાગ મૂકો.
- લોટને બધી બાજુથી બંધ કરીનેવળી પાછો વણો.
- તવો ગરમ કરીને બંને બાજુ તેલ મૂકીને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો.
- બાકીના લુઆમાંથી આ પ્રકારે કુલચા તૈયાર કરો.

ગરમગરમ પીરસો.

ટીપ્સઃ તાજી યીસ્ટને બદલે ૧/૨ ચમચી સુકી યીસ્ટને ગરમ પાણીમાં પલાળીને પણ ઉપરની રેસિપીમાં વાપરી શકાય છે.

ગાજર મેથીનું શાક

ગાજર મેથીનું શાક


તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ ગાજરના ચોરસ નાના ટુકડા.
-૨ કપ મેથીની ભાજીના પાન ઝીણા કાપેલા.
-૧/૨ ચમચી જીરુ.
-૧ મોટો કાંદો બારીક સમારેલો.
-૩થી ૪ લીલા મરચાં બારીક કાપેલાં
-૧ મોટી કળી લસણ બારીક વાટેલું.
-૧ નાનો ટુકડો આદુ વાટેલું.
-૧/૪ ચમચી હળદર.
-૨ ચમચી ધાણાનો પાવડર.
-૨ ચમચી તેલ.
-મીઠું સ્વાદાનુસાર.

રીતઃ

- એક વાસણમાં તેલ ગરમ કરો અને જીરું નાંખો.
- જીરું તતડી જાય એટલે કાંદા, લસણ, લીલાં મરચાં, અને આદુ નાંખીને ૨ મિનિટ સાંતળો.
- તેમાં મેથીના પાન ઉમેરી ૨ મિનિટ સાંતળો.
- ત્યારબાદ ગાજર, હળદર, ધાણાનો પાવડર, મીઠું અને ૧ કપ પાણી નાંખીને મિક્સ કરો.
- ત્યારબાદ વાસણને ઢાંકીને ધીમા તાપે વરાળમાં ગાજરને ચડવા દેવા.

ગરમ ગરમ પીરસો.