Showing posts with label ગરમીના ઉપાયો. Show all posts
Showing posts with label ગરમીના ઉપાયો. Show all posts

કાકડી અને છાશનું પીણું

કાકડી અને છાશનું પીણું

સામગ્રીઃ

-૧ નાની કાકડી
-૩/૪ ગ્લાસ ઠંડી-મોળી છાશ
-સ્વાદાનુસાર મીઠુ
-૧/૨ ચમચી શેકેલા જીરાંનો પાવડર
-સ્વાદાનુસાર સંચળનો પાવડર
-૫ થી ૬ નંગ ફુદીનાના પાન

રીતઃ

- કાકડીની છાલ ઉતારી નાના ટુકડા કરવા
- ફુદીનાના પાન અને કાકડીના ટુકડાને મિક્સરમાં વાટી લેવા.
- તેમાં છાશ, મીઠુ, જીરું, સંચળ ઉમેરી બઘું એકસાથે મિક્સ કરી લેવું.

એકદમ ઠંડું પીરસવું.

કેરી વરિયાળી દ્રાક્ષનું શરબત

કેરી વરિયાળી દ્રાક્ષનું શરબત

સામગ્રીઃ

-૧૦૦ ગ્રામ વરિયાળી
-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ
-૧૦૦ ગ્રામ કાચી કેર
-૧૦૦ ગ્રામ ગુલાબજળ
-૨૫૦-૩૦૦ ગ્રામ ખડી સાકર
-૧૦ ગ્રામ તુલસીનો રસ
-૫ ગ્રામ સંચળ
-૫ ગ્રામ મરીનો ભૂકો
-૧૦ ગ્રામ આદુનો રસ

રીતઃ

- વરિયાળી તથા કાળી દ્રાક્ષને જુદા-જુદા વાસણમાં તે ડુબે તેટલું પાણી નાંખીને પલાળવી.
- બાદમાં તેને ક્રશ કરી લેવા.
- કેરીને ખમણીને હુંફાળા પાણીમાં પલાળી રાખવી. પછી તેને મસળીને ગરણીથી ગાળી લેવી.
- ખડી સાકરની ઘટ્ટ ચાસણી બનાવવી. ચાસણી ઠંડી પડે એટલે તેમાં વરિયાળી-દ્રાક્ષનું મિશ્રણ, કેરીનું પાણી, ગુલાબ જળ, તુલસીનો રસ તથા સંચળ નાંખીને ભેગું કરવું.
- આદુનો સ્વાદ ગમે તો તેમાં આદુનો રસ ઉમેરવો.
- તૈયાર શરબતને ગ્લાસમાં કાઢી ઉપરથી મરીનો પાવડર તથા ગુલાબની પાંખડીથી સજાવટ કરીને પીરસો.

કોકમનું શરબત

કોકમનું શરબત

સામગ્રીઃ

-૧ કિલો તાજા કોકમના ફળ
-૧ કિલો સાકર
-થોડો સંચળ અને શેકેલા જીરાનો પાવડર

રીતઃ

- કોકમના ફળ પરની ડીંટ કાઢીને તેના ચાર કાપા કરવા અને અંદરના બીજ કાઢી તેમાં ભરાય તેટલી સાકર ભરવી. અને કાચની બરણીમાં ભરતાં જવું.
- બરણી ઢાંકીને ૩-૪ દિવસ મૂકી રાખવી. તડકામાં ન મુકવી. કોકમનું શરબત બરણીમાં તૈયાર થતું જશે.
- પીરસતી વખતે ગ્લાસમાં પા ભાગ શરબત નાંખવું અને પોણો ગ્લાસ પાણીથી ભરી દેવો. ઉપર સંચળ અને શેકેલા જીરાનો પાવડર નાંખીને હલાવીને આપવું.

હર્બલ જ્યુસ

હર્બલ જ્યુસ

સામગ્રી ઃ

-૧ જુડી લીલી ચા
-૧ કપ ફુદીનાના પાન
-૫ થી ૬ નંગ પાલખના પાન
-૧ કટકો આદું
-૨ નંગ લીંબુ
-૧ લીટર પાણી
-૮ ચમચી સાકર અથવા થોડો ગોળ થોડો ચાટ મસાલો.

રીત ઃ

- પાણીમાં સાકર અથવા ગોળ નાંખીને ઉકાળીને ઠંડુ કરવું.
- લીલી ચાના પાન, ફુદીનાના પાન તથા પાલખના પાનને ધોઇને સ્વચ્છ કરીને પાણી નાંખી મિક્સરમાં બારીક વાટવું.
- વાટેલા પલ્પને મીઠા પાણીમાં નાંખી થોડીવાર રેહવા દેવો. લીંબુનો રસ નાંખવો. સૂપની ગળણીથી પાણી ગાળી લેવું.
- ફ્રીજમાં આ જ્યુસ મૂકીને ઠંડો કરવો.
- પીરસતી વખતે ઉપર ચાટ મસાલો ભભરાવવો.

લીંબુ-આદુ-ફુદીનાનું શરબત

લીંબુ-આદુ-ફુદીનાનું શરબત

સામગ્રી ઃ

-૧ લીટર ઠંડુ પાણી
-૧૦૦ ગ્રામ ફુદીનાનાં પાન
-૧૫૦ ગ્રામ સાકર
-૨ નંગ લીંબુનો રસ
-૧ મોટો ટુકડો આદુ

રીતઃ

- ફુદીનો, આદુ તથા લીંબુના રસને મિક્સરમાં ચટણી જેવો પીસી લેવો.
- તેમાં થોડું પાણી નાંખીને ગળણીથી ગાળવું. ત્યારબાદ તેમાં બઘું પાણી નાંખીને સરખી રીતે હલાવવું.
- આ મિશ્રણમાં સાકર નાંખીને સરખી રીતે હલાવવું.
- ફ્રીઝમાં એકદમ ઠંડુ કરીને પીરસવું.

કેસરનું શરબત


કેસરનું શરબત

સામગ્રી ઃ

-૧ ગ્રામ કેસર
-૭૫૦ ગ્રામ સાકર
-૭૫૦ ગ્રામ પાણી
-થોડું દૂધ

રીત ઃ

- સાકર પાણીમાં નાંખીને બે કલાક પલાળી રાખો.
- કેસર દૂધમાં ૨ કલાક પલાળી રાખવું.
- ત્યારબાદ ખાંડની પાતળી ચાસણી બનાવવી. તેને નીચે ઉતારી કેસર નાંખીને સરખી રીતે હલાવો.

*આ શરબતમાં લીંબુનો રસ નાંખીએ તો વઘુ સ્વાદિષ્ટ લાગે છે અને ગરમીમાં રાહત આપે છે.

પાન પસંદ થિક શેક

પાન પસંદ થિક શેક

સામગ્રીઃ

-૨ કપ વેનિલા આઇસ્ક્રીમ
-૨ નંગ કલકતી પાન
-૧ ચમચી સુકા કોપરાનું ખમણ
-૧ ચમચી વરિયાળીનો ભૂકો (લખનવી ઝીણી વરિયાળી લેવી)
-૧ ચમચી પલાળેલી ખારેકના ટુકડા
-૧/૨ ચમચી ગુલકંદ
-૧/૪ ચમચી એલચીનો ભૂકો.

રીતઃ

- કલકતી પાનને ધોઇને ડીંટ કાઢીને થોડા પાણી સાથે તેને પીસી લેવા. તેનો રસ કાઢીને ગાળીને ફ્રીજમાં મૂકી દેવો.
- વરિયાળીનો ભૂકો, કોપરાનું ખમણ, ગુલકંદ અને ખારેકના ટુકડા તથા એલચીના ભૂકાને ભેગા કરી મિક્સરમાં મિક્સ કરી લેવા.
- કલકતી પાનનો રસ તેમાં નાંખી હલાવી લેવું.
- ૨ કપ વેનિલા આઇસ્ક્રીમ સાથે ભેળવી થીકશેક બનાવી લેવો.

કેળા દ્રાક્ષ અને લીલા નાળિયેરનો જ્યુસ

કેળા દ્રાક્ષ અને લીલા નાળિયેરનો જ્યુસ

સામગ્રીઃ

-૧ કપ બેંગ્લોરી કાળી બી વગરની દ્રાક્ષનો રસ
-૧ નંગ લીલું નાળિયેર (પાતળી મલાઇ સાથે)
-૧ ચમચી લીંબુનો રસ
-સાકર સ્વાદાનુસાર

રીતઃ

- લીલા નાળિયેરનું, પાણી, મલાઇ, દ્રાક્ષનો રસ સાકર અને લીંબુનો રસ ભેગો કરી મિક્સરમાં બ્લેન્ડ કરી લેવો. - ફ્રીજમાં ઠંડો કરવા મૂકવો.
- એક ગ્લાસમાં બરફનો ભૂકો નાંખી સહેજ મીઠું નાંખીને ઉપરથી મિક્સ જ્યુસ રેડીને હલાવીને પીરસવું.