Showing posts with label સંિધી સબ્ઝી-રોટી. Show all posts
Showing posts with label સંિધી સબ્ઝી-રોટી. Show all posts

સાઇ ભાજી

સાઇ ભાજી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૩ ચમચા ચણાની દાળ
-૩ કપ પાલક સમારેલી
-૩/૪ કપ ખાટી ભાજી
-૧/૨ ચમચી જીરું
-૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ બટેટા બારીક સમારેલા
-૧/૨ કપ રીંગણા બારીક સમારેલા
-૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી ધાણાજીરું
-૧ ચપટી હળદર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- ચણાની દાળમાં ૧ કપ પાણી નાંખી પ્રેશરકુકરમાં ૧ વ્હીસલ વાગે ત્યાં સુધી રાંધો. પછી વધારાનું પાણી નિતારી એકબાજુ મૂકો.
- પ્રેશરકુકરમાં તેલને ગરમ કરો અને જીરું ઉમેરો.
- જીરું તતડી જાય એટલે કાંદા, બટેટા, રીંગણા, આદુ લસણની પેસ્ટ ઉમેરી ૫ થી ૭ મિનિટ સાંતળો.
- તેમાં મરચાંની ભૂકી, ધાણાજીરું, હળદર અને મીઠું ઉમેરો તથા ૨ થી ૩ મિનિટ સાંતળો.
- તેમાં પાલક, ખાટી ભાજી અને બાફેલી ચણાની દાળ ઉમેરી ૨ વ્હીસલ વાગે ત્યાંસુધી પ્રેશરકુકરમાં રાંધો.
- આ મિશ્રણને હલાવીને એકરસ કરો. ફરીથી ગરમ કરો અને ભાત કે રોટીની સાથે પીરસો.

* શાકભાજી વેચનારાઓ પાસે ખાટી ભાજી હોય છે. પાલકની જેવા જ નાના પાન ખાટી ભાજીના હોય છે.

આલુ ગોબી મેથી તુક

આલુ ગોબી મેથી તુક

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

૨ મઘ્યમ કદના બટેટા
૧ ૧/૨ કપ ફ્‌લાવરના ફૂલ
૧ ચમચી જીરું
૧/૪ ચમચી હંિગ
૧ ૧/૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
૧ કપ મેથીની ભાજીના પાન બારીક સમારેલાં
૨ ચમચી ચાટ મસાલો
૧ ચમચો તેલ
મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-તળવા માટે તેલ

રીતઃ (૧) બટેટાની છાલ ઉતાર્યાં વગર ઊભી લાંબી ચીરીઓ કાપો.
(૨) એક વાસણમાં તળવાનું તેલ ગરમ મૂકી બટેટા અને ફ્‌લાવરને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
(૩) અન્ય એક વાસણમાં તેલ ગરમ કરી જીરું અને હંિગ ઉમેરો.
(૪) જીરું તતડી જાય એટલે આદુ-મરચાંની પેસ્ટ ઉમેરો અને ૧ મિનિટ સાંતળો.
(૫) તેમાં મેથીના પાન ઉમેરો અને તે કડક થાય ત્યાં સુધી સાંતળો.
(૬) પછી તેમાં તળેલા બટેટા ફ્‌લાવર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો તથા સરસ રીતે મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારો.

ગરમ ગરમ પીરસો.

* ચાટ મસાલાને ઘરે બનાવવા માટે સંચળ, શેકેલું જીરું અને આમચૂરના ભૂકાને સરખા પ્રમાણ મિક્સ કરો. આ મિશ્રણને હવાબંધ ડબ્બામાં ભરી રાખો તથા જરૂર પ્રમાણે વાપરો.

સંિધી કઢી

સંિધી કઢી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ ગવારફળી
-૧/૪ કપ બટેટા છાલ કાઢીને ચોરસ ટુકડામાં સમારેલા
-૧/૪ કપ ગાજર છોલીને ચોરસ ટુકડા કરેલા
-૧/૪ કપ ભીંડાની ઊભી ચીરીઓ
-૧/૨ ચમચી મેથીના દાણા
-૧/૪ ચમચી હંિગ
-૨ ચમચી લીલા મરચાં વાટેલા
-૧ ચમચી આદું વાટેલું
-૪ થી ૬ મીઠા લીમડાના પાન
-૧/૪ ચમચી હળદર
-૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧ થી ૨ ચમચા આંબલીનો માવો
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- એક તપેલીમાં ૨ કપ પાણી ઉકાળી ગવાર, બટેટા અને ગાજરને રાંધો. પછી પાણી કાઢીને શાકને એકબાજુ મૂકો.
- બીજા વાસણમાં તેલને ગરમ કરો અને જીરું તથા મેથીના દાણા ઉમેરો. જીરું તતડે એટલે હંિગ ઉમેરો.
- તેમાં ચણાના લોટને ઉમેરો અને મઘ્યમ તાપે ૪ થી ૫ મિનિટ લોટ શેકો એટલે તે ગોલ્ડન બ્રાઉન રંગનો થઇ જશે.
- તેમાં ૪ કપ પાણી ઉમેરી ઉકાળો.
- તેમાં લીલા મરચાં, આદુ, લીમડાના પાન, હળદર, લાલ મરચાંની ભૂકી, આંબલીનો માવો તથા બાફેલા શાક, ભીંડા અને મીઠું ઉમેરી ઉકાળો. ભીંડા નરમ પડે ત્યાં સુધી ઉકાળો.

ભાત સાથે ગરમ ગરમ પીરસો.

ક્રિસ્પી ભીંડી ઔર પ્યાઝ

ક્રિસ્પી ભીંડી ઔર પ્યાઝ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨૫૦ ગ્રામ ભીંડા
-૧/૪ કપ મકાઇનો લોટ
-૨ ચમચી જીરું
-૨ કપ કાંદાની સ્લાઇસ
-૧ ૧/૨ ચમચી ચાટ મસાલો
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી

-તળવા માટે તેલ

રીતઃ

- ભીંડાના ડીંટા કાપીને દરેક ભીંડાની ઊભી ૪ થી ૬ ચીરી કરો.
- ભીંડાની ચીરીઓમાં મીઠું લગાડો અને ૧૫ થી ૨૦ મિનિટ એકબાજુ મૂકો.
- તેમાં મકાઇનો લોટ ઉમેરો.
- એક વાસણમાં તળવા માટે તેલ ગરમ મૂકી ભીંડાને તેલમાં આકરા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. તેલમાંથી કાઢી એકબાજુ મૂકો.
- એક વાસણમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે કાંદાની સ્લાઇસ ઉમેરો અને સાંતળો.
- કાંદા બ્રાઉન રંગના થાય એટલે મીઠું ચાટમસાલો અને ભીંડા ઉમેરી સરખી રીતે મિક્સ કરો. પછી ગેસ પરથી ઉતારી લો.

ગરમ ગરમ પીરસો.

સંિધી કોકી

સંિધી કોકી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૮ કોકી (રોટી) બનશે

સામગ્રી ઃ

-૨ કપ ઘઉંનો લોટ
-૧ ચમચો માખણ અથવા ૨ ચમચી ઘી
-૦।। ચમચી કાળાં મરીનો ભૂકો
-૦।। કપ કાંદા બારીક સમારેલા
-૨ ચમચી કોથમીર બારીક સમારેલી
-૨ થી ૩ લીલાં મરચાં સમારેલાં
-૧ ચમચી જીરું
-૦।।। ચમચી મીઠું

અન્ય સામગ્રીઃ

-રોટી શેકવા ઘી

રીતઃ

- લોટની તમામ સામગ્રી સરખી રીતે મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો.
- લોટને કુણવો. પછી તેના ૮ સરખા ભાગ કરી ચોરસ આકારમાં પરોઠા વણો.
- તવાને ગરમ મૂકી ઉપર અને નીચેની બાજુ ઘી રેડી રોટીમાં કાણાં પાડી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.

ગરમ ગરમ પીરસો.