સાઇ ભાજી

સાઇ ભાજી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૩ ચમચા ચણાની દાળ
-૩ કપ પાલક સમારેલી
-૩/૪ કપ ખાટી ભાજી
-૧/૨ ચમચી જીરું
-૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ બટેટા બારીક સમારેલા
-૧/૨ કપ રીંગણા બારીક સમારેલા
-૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી ધાણાજીરું
-૧ ચપટી હળદર
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- ચણાની દાળમાં ૧ કપ પાણી નાંખી પ્રેશરકુકરમાં ૧ વ્હીસલ વાગે ત્યાં સુધી રાંધો. પછી વધારાનું પાણી નિતારી એકબાજુ મૂકો.
- પ્રેશરકુકરમાં તેલને ગરમ કરો અને જીરું ઉમેરો.
- જીરું તતડી જાય એટલે કાંદા, બટેટા, રીંગણા, આદુ લસણની પેસ્ટ ઉમેરી ૫ થી ૭ મિનિટ સાંતળો.
- તેમાં મરચાંની ભૂકી, ધાણાજીરું, હળદર અને મીઠું ઉમેરો તથા ૨ થી ૩ મિનિટ સાંતળો.
- તેમાં પાલક, ખાટી ભાજી અને બાફેલી ચણાની દાળ ઉમેરી ૨ વ્હીસલ વાગે ત્યાંસુધી પ્રેશરકુકરમાં રાંધો.
- આ મિશ્રણને હલાવીને એકરસ કરો. ફરીથી ગરમ કરો અને ભાત કે રોટીની સાથે પીરસો.

* શાકભાજી વેચનારાઓ પાસે ખાટી ભાજી હોય છે. પાલકની જેવા જ નાના પાન ખાટી ભાજીના હોય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.