સંિધી કોકી

સંિધી કોકી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૮ કોકી (રોટી) બનશે

સામગ્રી ઃ

-૨ કપ ઘઉંનો લોટ
-૧ ચમચો માખણ અથવા ૨ ચમચી ઘી
-૦।। ચમચી કાળાં મરીનો ભૂકો
-૦।। કપ કાંદા બારીક સમારેલા
-૨ ચમચી કોથમીર બારીક સમારેલી
-૨ થી ૩ લીલાં મરચાં સમારેલાં
-૧ ચમચી જીરું
-૦।।। ચમચી મીઠું

અન્ય સામગ્રીઃ

-રોટી શેકવા ઘી

રીતઃ

- લોટની તમામ સામગ્રી સરખી રીતે મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો.
- લોટને કુણવો. પછી તેના ૮ સરખા ભાગ કરી ચોરસ આકારમાં પરોઠા વણો.
- તવાને ગરમ મૂકી ઉપર અને નીચેની બાજુ ઘી રેડી રોટીમાં કાણાં પાડી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.

ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.