ક્રિસ્પી ભીંડી ઔર પ્યાઝ
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૨૫૦ ગ્રામ ભીંડા
-૧/૪ કપ મકાઇનો લોટ
-૨ ચમચી જીરું
-૨ કપ કાંદાની સ્લાઇસ
-૧ ૧/૨ ચમચી ચાટ મસાલો
-૨ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર
અન્ય સામગ્રી
-તળવા માટે તેલ
રીતઃ
- ભીંડાના ડીંટા કાપીને દરેક ભીંડાની ઊભી ૪ થી ૬ ચીરી કરો.
- ભીંડાની ચીરીઓમાં મીઠું લગાડો અને ૧૫ થી ૨૦ મિનિટ એકબાજુ મૂકો.
- તેમાં મકાઇનો લોટ ઉમેરો.
- એક વાસણમાં તળવા માટે તેલ ગરમ મૂકી ભીંડાને તેલમાં આકરા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. તેલમાંથી કાઢી એકબાજુ મૂકો.
- એક વાસણમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે કાંદાની સ્લાઇસ ઉમેરો અને સાંતળો.
- કાંદા બ્રાઉન રંગના થાય એટલે મીઠું ચાટમસાલો અને ભીંડા ઉમેરી સરખી રીતે મિક્સ કરો. પછી ગેસ પરથી ઉતારી લો.
ગરમ ગરમ પીરસો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.