ગોળ પાપડી
તૈયારીનો સમય- ૫ મિનિટ
બનાવવાનો સમય- ૩ મિનિટ
માત્રા- ૨૦ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૧/૨ કપ ઘઉંનો લોટ
-૧/૩ કપ ગોળ બારીક સમારેલો
-૧/૨ ચમચી ખસખસ
-૧/૪ ચમચી એલચીનો પાવડર
-૪ ચમચા ઘી
રીતઃ
- ૧૦૦ મિ.મી.ના વ્યાસવાળી થાળીમાં થોડું ઘી લગાડો અને ખસખસ પાથરીને એકબાજુ રાખો.
- ઘી અને ઘઉંના લોટને કાચના બાઉલમાં મિક્સ કરી માઇક્રોવેવ પર ૩ મિનિટ ૩૦ સેકંડ રાખો એટલે તે ગોલ્ડન બ્રાઉન રંગનો થઇ જશે. સરખી રીતે મિક્સ કરો.
- માઇક્રોવેવમાંથી કાઢીને તેમાં ગોળ અને એલચી નાંખીને સરખી રીતે મિક્સ કરો એટલે ગોળ ગળી જશે.
- ઘી લગાડેલી થાળીમાં આ મિશ્રણને પાથરીને નાની વાટકીથી સરખી રીતે પ્રસરાવો.
- થોડી ગરમ હોય ત્યાંરે કાપા પાડો.
- ઠંડી પડે એટલે ડબામાં ભરો.
ટિપ્સઃ
ગોળ નાંખ્યા પછી મિશ્રણ એકદમ ઘટ્ટ બની જાય તો ૧ ચમચો દૂધ નાંખવું.