સ્પાઇસી પુલાવ

સ્પાઇસી પુલાવ


તૈયારીનો સમય- ૧૦ મિનિટ
બનાવવાનો સમય- ૧૩ મિનિટ
માત્રા- ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ બાસમતી ચોખા
-૧/૨ કપ લીલા વટાણા
-૧/૨ કપ ગાજરની સ્લાઇસ
-૨ ચમચા દહીં
-ફુદીનાના થોડા પાન
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદાનુસાર

વાટીને મરચાંની પેસ્ટ તૈયાર કરવા

-૬ કાશ્મીરી મરચાં
-૩ કળી લસણ
-૧ ટકડો આદુ
-૨ ચમચા ધાણા-જીરાનો પાવડર

રીતઃ

- ચોખીને ધોઇને ૧૦ મિનિટ હુંફાળા ગરમ પાણીમાં પલાળી રાખો. પછી પાણી કાઢીને એકબાજુ રાખો.
- કાચના બાઉલમાં ઘી અને મરચાંની પેસ્ટને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ રાખો.
- તેમાં ચોખા, વટાણા, ગાજર, દહીં, સ્વાદાનુસાર મીઠું અને ૧/૨ કપ ગરમ પાણી નાંખો. માઇક્રોવેવ હાઇ પર ૧૨ મિનિટ રાખો. પણ દર ૪ મિનિટે હલાવતાં રહેવું.
- ઉપરથી ફુદીનાના પાન-નાંખીને ગરમ-ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.