ગાજરનો હલવો

ગાજરનો હલવો


તૈયારીનો સમય- ૫ મિનિટ
બનાવવાનો સમય- ૬ મિનિટ
માત્રા- ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ ગાજર ખમણેલા
-૧/૪ કપ દૂધનો પાવડર
-૫ ચમચા સાકર
૧/૨ ચમચી એલચી
-૧ ચમચો ઘી

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો પિસ્તા, કાજુ સમારેલા
-૧ ચાંદીનો વરખ

રીતઃ

- કાચના બાઉલમાં ઘી અને ગાજરને મિક્સ કરો. ઉપરથી ઢાંકણ ઢાંકીને માઇક્રોવેવમાં હાઇપર ૪ મિનિટ રાખો.
- તેમાં દૂધનો પાવડર, સાકર અને એલચીનો પાવડર નાંખીને સરખી રીતે મિક્સ કરો. ઉપરથી ઢાંકણ ઢાંકીને માઇક્રોવેવ હાઇ પર ૨ મિનિટ રાખો.

ઉપરથી પિસ્તા અને કાજુ નાંખીને ચાંદીનો વરખ લગાડીને ગરમ-ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.