મીઠો ભાત

મીઠો ભાત


તૈયારીનો સમય- ૧૦ મિનિટ
બનાવવાનો સમય- ૨૧ મિનિટ
માત્રા- ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ ચોખા
-૧ ટુકડો તજ
-૨ લવંિગ
-૩ લીલી એલચી
-થોડું કેસર
-૧ કપ સાકર
-૨ ચમચા ઘી

ઉપરથી સજાવવા માટે

-થોડી પલાળેલી બદામ અને પિસ્તાના ટુકડા.

રીતઃ

- ચોખાને ધોઇને ૧૦ થી ૧૫ મિનિટ હુંફાળા ગરમ પાણીમાં પલાળી રાખો. પછી પાણી કાઢીને એકબાજુ રાખો.
- એક કાચના બાઉલમાં ઘી, ચોખા, તજ, લવંિગ અને એલચી મિક્સ કરીને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ રાખો.
- તેમાં કેસર અને ૨ ૧/૨ કપ ગરમ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઇક્રોવેવમાં હાઇ પર ૧૮ મિનિટ રાખો. જો કે, વચ્ચે દર ૫ મિનિટે હલાવતાં રહો.
- તેમાં સાકર નાંખીને સરખી રીતે મિક્સ કરો. માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ અથવા સાકર ઓગળે ત્યાં સુધી રાખો.

ઉપરથી બદામ અને પિસ્તા નાંખીને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.