લચ્છા પનીર પરોઠા
તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૬ પરોઠા બનશે
સામગ્રીઃ
-૧/૨ કપ પનીર ખમણેલું
-૧ કપ ઘઉંનો લોટ
-૧ થી ૨ લીલા મરચાં બારીક સમારેલા
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૧/૨ ચમચી જીરું શેકેલું
-મીઠું સ્વાદાનુસાર
પડ માટે
-૧ ચમચો ઘી
-૧ ચમચી ઘઉંનો લોટ
અન્ય સામગ્રી
-પીરસવા માટે ઘી
રીતઃ
- બધી જ મુખ્ય સામગ્રીને મિક્સ કરો પનીરને ખૂબ જ મસળીને લોટમાં મિક્સ કરો.
- જરૂર પડે તો થોડું પાણી ઉમેરી લોટ બાંધો. લોટને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખી મૂકો.
- લોટમાંથી ચાર લુઆ કરો.
- એક લુઆને વણીને તેના પર પીગાળેલું ઘી પાથરો લોટ છાંટો અને તેનો રોલ વાળીને ગોળાકાર કરી ફરી લુઓ બનાવો.
- આ લુઆમાંથી પરોઠું વણો.
- પરોઠાની નીચેની બાજુ થોડું પાણી વગાડો અને ભીની બાજુ જ તવા ઉપર મૂકો.
- જ્યારે પરોઠામાં નાના ટપકાં દેખાવાના શરૂ થાય ત્યારે તવાને ધીમેથી ઊંધો કરો અને બીજી બાજુને ગેસની ખુલ્લી જ્વાળા ઉપર શેકો.
- પરોઠાની બંને બાજુ બ્રાઉન રંગવાળી અને કકરી થાય ત્યાં સુધી પકાવો. બાકીના લુઆમાંથી આ જ પ્રકારે પરોઠા તૈયાર કરો.
થોડું ઘી લગાડીને ગરમ ગરમ પીરસો.