હરિયાલી ચીઝ સબ્ઝી

હરિયાલી ચીઝ સબ્ઝી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ લીલા કાંદા બારીક સમારેલા
-૨ કપ પાલક બારીક સમારેલી
-એક ચપટી અજમો
-૨ ચમચી લસણ વાટેલું
-૧ થી ૨ લીલા મરચાં વાટેલા
-૧/૪ કપ ચીઝ ખમણેલી
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- એક વાસણમાં તેલને ગરમ કરો. તેમાં અજમો, લસણ અને લીલા મરચાં ઉમેરો.
- તેમાં લીલા કાંદા ઉમેરો અને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો.
- તેમાં પાલક અને મીઠું ઉમેરી, ૩ થી ૪ મિનિટ રાંધો.
- પછી ચીઝ ઉમેરી થોડી મિનિટ હલાવો.

રોટલીની સાથે ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.