Showing posts with label બાળકોની બર્થ-ડે પાર્ટી. Show all posts
Showing posts with label બાળકોની બર્થ-ડે પાર્ટી. Show all posts

ટીકી સેંડવીચ

ટીકી સેંડવીચ

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ પાંચ સેન્ડવીચ થશે

સામગ્રીઃ

-૫ સ્લાઇસ બ્રાઉન બ્રેડની
-૫ સ્લાઇસ વ્હાઇટ બ્રેડની
-૫ ચમચી માખણ
-૫ ચમચી ટૉમેટો સૉસ

બટાટાની ટીકી માટેઃ

-૨ બાફેલા બટેટા
-૧ ચમચી જીરું
-૩ લીલા મરચાં બારીક કાપેલાં
-૧ કપ લીલા વટાણા બાફીને છુંદો કરેલા
-૩ ચમચી આમચૂર પાવડર
-૧ ચમચો કોથમીર બારીક કાપેલી
-૧/૨ ચમચી કલોંજી
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદ પ્રમાણે

સજાવવા માટેઃ

-ખમણેલા ગાજર
-બારીક કાપેલા સલાડના પાન

રીતઃ

બટાટાની ટીકી માટેઃ

- બટાટાના ખૂબ નાના ટુકડા કરવા.
- ઘી ગરમ કરીને જીરું નાંખવું. જીરું બ્રાઉન રંગનું થવું જોઇએ.
- તેમાં લીલા મરચાં નાંખવા.
- પછી બાકીની સામગ્રી નાંખીને બરાબર મિક્સ કરવું.
- આમાંથી ૫ નાની ટીકી બનાવવી. ગોળાકાર કરવામાં મુશ્કેલી પડે તો કોર્નફ્‌લોર મિક્સ કરવો.

આગળની રીતઃ

- પ્રત્યેક બ્રાઉન અને વ્હાઇટ બ્રેડની સ્લાઇસમાંથી નાના ગોળાકાર કાપવા.
- વ્હાઇટ બ્રેડ પર માખણ લગાડવું અને બ્રાઉન બ્રેડની એક તરફ ટૉમેટો સૉસ લગાડવો.
- વ્હાઇટ બ્રેડ પર બટાટાની ટીકી મૂકવી.
- ઉપરથી ખમણેલા ગાજર અને સલાડના પાન મૂકવા.
- તેના પર બ્રાઉન બ્રેડની સ્લાઇસનો ટૉમેટો સૉસ લગાડેલો ભાગ અંદરની તરફ રહે તે રીતે ઢાંકવી.
તરત જ પીરસવી.

ટીપ્સઃ

ઉપર જણાવેલી બટેટાની ટીકીની રીતે છોલેમાં ટીકી બનાવવી

છોલે ટીકી ચાટ

છોલે ટીકી ચાટ

તૈયારીનો સમયઃ ૩૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૮ વ્યક્તિ માટે

સામગ્રીઃ

છોલે માટેઃ

-૧ ૧/૨ કપ કાબુલી ચણા
-૧/૨ ચમચી ખાવાનો સોડા
-૨ કાંદા બારીક કાપેલા
-૨ ચમચા ધાણાજીરું
-૧ ચમચો મરચાની ભૂકી
-૧ ચમચો આમચૂર પાવડર
-૧ ૧/૨ ચમચી ગરમ મસાલો
-૧/૪ ચમચી મરીનો ભૂકો
-૨ ચમચા ટૉમેટો કેચપ
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદ પ્રમાણે

અન્ય સામગ્રીઃ

-બટાટાની ટીકી

પીરસવા માટેઃ

-ઝેરેલું દહી
-લીલી ચટણી
-મીઠી ચટણી
-સેવ
-બારીક કાપેલી કોથમીર
-ટામેટાંના લાંબા અને પાતળા ટુકડા સજાવટ માટે.

રીતઃ

છોલે માટેઃ

- કાબુલી ચણાને છ કલાક પાણીમાં પલાળવા.
- પાણી કાઢીને તેમાં ખાવાનો સોડા તથા જરૂરી પ્રમાણમાં પાણી ઉમેરી પ્રેશર કુકરમાં બાફવા.
- ઘી ગરમ કરવું અને કાંદા સાંતળવા.
- ઘાણાજીરું અને મરચાંની ભૂકી નાંખવા અને ૧ મિનિટ સાંતળવું.
- બાફેલા કાબુલી ચણા નાંખવા અને ૫ મિનિટ પકાવવું.
- આમચૂર પાવડર, ગરમ મસાલો, મરીનો ભૂકો, મીઠું અને ટૉમેટો કેચપ નાંખીને ૨ મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લેવા.

પીરસવાનીઃ

- પ્લેટમાં બટેટાની ટિકી મૂકવી. તેના પર છોલેનું મિશ્રણ મૂકવું.
- ઉપરથી થોડું, દહીં, લીલી ચટણી અને મીઠી ચટણી પાથરવી.
- તેના પર સેવ અને કોથમીર નાંખવી.
- ટામેટાના લાંબા પાતળા ટુકડાથી સજાવવું.

તરત પીરસવી.

મસાલેદાર મેક્સીકન મકાઇ

મસાલેદાર મેક્સીકન મકાઇ

તૈયારીનો સમયઃ ૨૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૮ થી ૧૦ વ્યક્તિ માટે

સામગ્રીઃ

મકાઇના મિશ્રણ માટે

-૩ કપ બાફેલી મકાઇ
-૨ ટામેટા
-૨ કાંદો, બારીક કાપેલો
-૧ કેપ્સિકમ, બારીક કાપેલું
-૩ લીલા મરચાં બારીક કાપેલા
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ગ્રીન સૉસ માટેઃ

-૩ મોટા લીલા ટામેટાં
-૧ બારીક કાપેલો કાંદો
-૪ લીલા મરચાં
-૨ ચમચી સફેદ વિનેગર
-મીઠું સ્વાદાનુસાર

લાલ સૉસ માટેઃ

-૧/૨ કપ ટૉમેટો કેચપ
-૨ ચમચી ચિલી સૉસ

અન્ય સામગ્રીઃ

-૩ ટામેટા બારીક કાપેલાં
-૩ લીલા કાંદા બારીક કાપેલા
-૨ કપ સલાડના પાન
-મીઠું સ્વાદ પ્રમાણે
-થોડી કોર્ન ચિપ્સ (મકાઇની વેફર)

રીતઃ

મકાઇના મિશ્રણ માટેઃ

- ટામેટાને બારીક કાપવા
- તેલને ગરમ કરવું અને તેમાં કાંદાને આછા ગુલાબી રંગના થાય ત્યાંસુધી સાંતળવા.
- કેપ્સિકમ, લીલા મરચાં અને ટમેટાં નાંખવા અને ઓછામાં ઓછું ૩ થી ૪ મિનિટ સાંતળવાં.
- મકાઇ અને મીઠું નાંખવા.

લાલ સૉસ માટેઃ

- ટૉમેટો કેચપ અને ચિલી સૉસને મિક્સ કરી લાલ સૉસ બનાવવો.

લીલા સૉસ માટેઃ

- ટામેટાના મોટા ટુકડા કાપવા.
- કાંદા, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી નાંખી પકાવવું.
-ચડી જાય એટલે લિક્વિડાઇઝર ચલાવી એકરસ કરવું અને ગાળી લેવું.
- વિનેગર અને મીઠું નાંખવા.

આગળની રીતઃ

- બારીક કાપેલા ટામેટાં, લીલા કાંદા, સલાડના પાન અને મીઠાને મિક્સ કરવું.
- ગરમ તવાની વચ્ચે મકાઇનું મિશ્રણ મૂકવું અને તેને મકાઇની ચિપ્સથી ઘેરી લઇને ગોળાકાર બનાવવો.
- ૧ ચમચા પાણીમાં ૧ ચમચો ગ્રીન સૉસ અને ૧ ચમચો લાલ સૉસ મિક્સ કરવો. તથા તેની ઉપર છાંટવો એટલે તડતડ અવાજ આવશે. બાકી બચેલા ગ્રીન સૉસ અને લાલ સૉસની સાથે તવામાંથી મકાઇ સીધેસીધી ગરમ ગરમ પીરસવી ઉપર ટામેટાનું મિશ્રણ ફેલાવવું.

સ્ટ્રોબેરી ફિલપ

સ્ટ્રોબેરી ફિલપ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે

સામગ્રીઃ

-ર ચમચા તાજી બારીક કાપેલી સ્ટ્રોબેરી
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧/૨ કપ ઠંડુ દૂધ
-૧ ચમચો સાકર
-૪ ટુકડા બરફ

રીતઃ

- બરફની સાથે બધી સામગ્રીમાં બ્લેન્ડર ફેરવી એકરસ કરવી.
- ગ્લાસમાં કાઢવું.

તરત જ પીરસવું.

ઓરેન્જ સોડા

ઓરેન્જ સોડા

તૈયારીનો સમયઃ ૨ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે

સામગ્રીઃ

-૨ ચમચા ઓરેન્જ સિરપ
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧ બાટલી (૨૦૦ મિ.લી.) સોડા ખૂબ ઠંડી કરેલી

રીતઃ

- ગ્લાસમાં સિરપ નાંખીને ઉપરથી વેનીલા આઇસક્રીમ નાંખીને થોડું હલાવવું.
- ગ્લાસ સોડાથી ભરી દેવો.

તરત જ પીરસવું.

લાઇમ સોડા

લાઇમ સોડા

તૈયારીનો સમયઃ ૨ મિનિટ
માત્રાઃ ૧ ગ્લાસ બનશે

સામગ્રીઃ

-૨ ચમચા લાઇમ સિરપ (લીંબુનું સિરપ)
-૧ ચમચો વેનીલા આઇસક્રીમ
-૧ બાટલી (૨૦૦ મિ.લી.) સોડા, ખૂબ ઠંડી કરેલી

રીતઃ

- ગ્લાસમાં સિરપ નાંખવું અને પછી વેનિલા આઇસક્રીમ નાંખીને થોડું હલાવો.
- ગ્લાસમાં ઉપરથી સોડા નાંખો.

તરત જ પીરસો.