છોલે ટીકી ચાટ

છોલે ટીકી ચાટ

તૈયારીનો સમયઃ ૩૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૮ વ્યક્તિ માટે

સામગ્રીઃ

છોલે માટેઃ

-૧ ૧/૨ કપ કાબુલી ચણા
-૧/૨ ચમચી ખાવાનો સોડા
-૨ કાંદા બારીક કાપેલા
-૨ ચમચા ધાણાજીરું
-૧ ચમચો મરચાની ભૂકી
-૧ ચમચો આમચૂર પાવડર
-૧ ૧/૨ ચમચી ગરમ મસાલો
-૧/૪ ચમચી મરીનો ભૂકો
-૨ ચમચા ટૉમેટો કેચપ
-૨ ચમચા ઘી
-મીઠું સ્વાદ પ્રમાણે

અન્ય સામગ્રીઃ

-બટાટાની ટીકી

પીરસવા માટેઃ

-ઝેરેલું દહી
-લીલી ચટણી
-મીઠી ચટણી
-સેવ
-બારીક કાપેલી કોથમીર
-ટામેટાંના લાંબા અને પાતળા ટુકડા સજાવટ માટે.

રીતઃ

છોલે માટેઃ

- કાબુલી ચણાને છ કલાક પાણીમાં પલાળવા.
- પાણી કાઢીને તેમાં ખાવાનો સોડા તથા જરૂરી પ્રમાણમાં પાણી ઉમેરી પ્રેશર કુકરમાં બાફવા.
- ઘી ગરમ કરવું અને કાંદા સાંતળવા.
- ઘાણાજીરું અને મરચાંની ભૂકી નાંખવા અને ૧ મિનિટ સાંતળવું.
- બાફેલા કાબુલી ચણા નાંખવા અને ૫ મિનિટ પકાવવું.
- આમચૂર પાવડર, ગરમ મસાલો, મરીનો ભૂકો, મીઠું અને ટૉમેટો કેચપ નાંખીને ૨ મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લેવા.

પીરસવાનીઃ

- પ્લેટમાં બટેટાની ટિકી મૂકવી. તેના પર છોલેનું મિશ્રણ મૂકવું.
- ઉપરથી થોડું, દહીં, લીલી ચટણી અને મીઠી ચટણી પાથરવી.
- તેના પર સેવ અને કોથમીર નાંખવી.
- ટામેટાના લાંબા પાતળા ટુકડાથી સજાવવું.

તરત પીરસવી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.