મસાલેદાર મેક્સીકન મકાઇ

મસાલેદાર મેક્સીકન મકાઇ

તૈયારીનો સમયઃ ૨૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૮ થી ૧૦ વ્યક્તિ માટે

સામગ્રીઃ

મકાઇના મિશ્રણ માટે

-૩ કપ બાફેલી મકાઇ
-૨ ટામેટા
-૨ કાંદો, બારીક કાપેલો
-૧ કેપ્સિકમ, બારીક કાપેલું
-૩ લીલા મરચાં બારીક કાપેલા
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ગ્રીન સૉસ માટેઃ

-૩ મોટા લીલા ટામેટાં
-૧ બારીક કાપેલો કાંદો
-૪ લીલા મરચાં
-૨ ચમચી સફેદ વિનેગર
-મીઠું સ્વાદાનુસાર

લાલ સૉસ માટેઃ

-૧/૨ કપ ટૉમેટો કેચપ
-૨ ચમચી ચિલી સૉસ

અન્ય સામગ્રીઃ

-૩ ટામેટા બારીક કાપેલાં
-૩ લીલા કાંદા બારીક કાપેલા
-૨ કપ સલાડના પાન
-મીઠું સ્વાદ પ્રમાણે
-થોડી કોર્ન ચિપ્સ (મકાઇની વેફર)

રીતઃ

મકાઇના મિશ્રણ માટેઃ

- ટામેટાને બારીક કાપવા
- તેલને ગરમ કરવું અને તેમાં કાંદાને આછા ગુલાબી રંગના થાય ત્યાંસુધી સાંતળવા.
- કેપ્સિકમ, લીલા મરચાં અને ટમેટાં નાંખવા અને ઓછામાં ઓછું ૩ થી ૪ મિનિટ સાંતળવાં.
- મકાઇ અને મીઠું નાંખવા.

લાલ સૉસ માટેઃ

- ટૉમેટો કેચપ અને ચિલી સૉસને મિક્સ કરી લાલ સૉસ બનાવવો.

લીલા સૉસ માટેઃ

- ટામેટાના મોટા ટુકડા કાપવા.
- કાંદા, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી નાંખી પકાવવું.
-ચડી જાય એટલે લિક્વિડાઇઝર ચલાવી એકરસ કરવું અને ગાળી લેવું.
- વિનેગર અને મીઠું નાંખવા.

આગળની રીતઃ

- બારીક કાપેલા ટામેટાં, લીલા કાંદા, સલાડના પાન અને મીઠાને મિક્સ કરવું.
- ગરમ તવાની વચ્ચે મકાઇનું મિશ્રણ મૂકવું અને તેને મકાઇની ચિપ્સથી ઘેરી લઇને ગોળાકાર બનાવવો.
- ૧ ચમચા પાણીમાં ૧ ચમચો ગ્રીન સૉસ અને ૧ ચમચો લાલ સૉસ મિક્સ કરવો. તથા તેની ઉપર છાંટવો એટલે તડતડ અવાજ આવશે. બાકી બચેલા ગ્રીન સૉસ અને લાલ સૉસની સાથે તવામાંથી મકાઇ સીધેસીધી ગરમ ગરમ પીરસવી ઉપર ટામેટાનું મિશ્રણ ફેલાવવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.