Showing posts with label દક્ષિણ ભારતીય સબ્ઝી-રોટી. Show all posts
Showing posts with label દક્ષિણ ભારતીય સબ્ઝી-રોટી. Show all posts

કુર્ગી રોટી

કુર્ગી રોટી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ ૧/૨ કપ ભાત (રાંધેલા ચોખા),   ૨ કપ ચોખાનો લોટ,   મીઠું સ્વાદાનુસાર


અન્ય સામગ્રી :
-   પીરસવા માટે ઘી



રીત :
-   બ્લેન્ડરમાં થોડા પાણી સાથે ભાતને એકરસ કરી માવો બનાવો.
-   ભાતના માવાને ચોખાના લોટ અને મીઠા સાથે ઉમેરી જરૂરી પાણી લઇ લોટ બાંધો.
-   આ લોટને ભીના કપડાથી ઢાંકો અને ૧૦ થી ૧૫ મિનિટ એકબાજુ મૂકી રાખો.
-   લોટના ૬ સરખા ભાગ કરી પ્રત્યેક ભાગને ગોળાકાર વણો.
-   તવાને ગરમ કરીને પ્રત્યેક રોટીને બ્રાઉન રંગના ટપકાં ઉપસી આવે ત્યાં સુધી પકાવો. થોડું ઘી લગાડીને પીરસો.

રિજગોર્ડ ઉપકારી

રિજગોર્ડ ઉપકારી
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ કપ તુરિયાં છાલ ઉતારીને ગોળ સમારેલાં,   ૧ ચમચી રાઇ,.   ૨ આખા સૂકાં લાલ મરચાંના ટુકડા,   ૨ લીલા મરચાં સમારેલાં,   ૬ થી ૮ મીઠા લીમડાના પાન,   ૧/૪ ચમચી હિંગ ,   ૧/૨ કપ કાંદા બારીક સમારેલા,   ૧/૪ કપ લીલું નાળિયેર ખમણેલું,   ૧/૪ ચમચી હળદર,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરો અને રાઇ નાંખો.
-   રાઇ તડતડે એટલે સૂકા લાલ મરચાં, લીલા મરચાં, લીમડાના પાન અને હિંગ ઉમેરો.
-   પછી તેમાં કાંદા ઉમેરી અને સાંતળો.
-   તેમાં તૂરિયાં, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી ઢાંકો. થોડીવાર મઘ્યમતાપે ગેસ પર રાખવાથી તુરિયાં રંધાઇ જશે.
-   તેમાં નાળિયેર અને હળદર ઉમેરો અને ૨ મિનિટ હલાવો.
-   ચપાટીની સાથે ગરમ ગરમ પીરસો.

મદ્રાસ ઓનીઅન સ્ટ્યુ

મદ્રાસ ઓનીઅન સ્ટ્યુ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ મદ્રાસી કાંદા છાલ ઉતારેલા,   ૧/૨ કપ સાદા કાંદા બારીક સમારેલા,   ૧/૨ ચમચી રાઇ,   થોડા મીઠા લીમડાના પાન,   ૧/૪ ચમચી હિંગ,   ૧ કપ નાળિયેરનું દૂધ,   ૧ ચમચી ગોળ છુંદેલો,   ૧ ચમચી આમલીનો માવો,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર


વાટીને નરમ પેસ્ટ બનાવવા :
-   ૨ ચમચા લીલું નાળિયેર ખમણેલું,   ૧ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧ ચમચો ધાણાજીરું,   ૪ થી ૬ કળી લસણ,   ૧ ટુકડો આદું,   ૨ ચમચા પાણી



રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં રાઇ નાંખો. રાઇ તતડે એટલે લીમડાના પાન અને હિંગ ઉમેરો.
-   તેમાં મદ્રાસી કાંદા અને સમારેલા કાંદા ઉમેરી સાંતળો.
-   તેમાં મિક્સરમાં વાટીને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને તે આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.
-   તેમાં નાળિયેરનું દૂધ, આમલીનો માવો, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરી ઉકાળો.
-   ૪ થી ૫ મિનિટ મઘ્યમ તાપે ઉકાળ્યા બાદ ગેસ પરથી ઉતારી લો.
-   ભાત સાથે ગરમ-ગરમ પીરસો.

ચણા ઘસ્સી

ચણા ઘસ્સી
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ કાળા ચણા બાફેલા,   ૧/૨ કપ લીલું નાળિયેર ખમણેલું,   ૧ ટુકડો તજ,   ૪ લવિંગ,   ૩ મરીના દાણા,   ૩ સૂકાં લાલ મરચાં,   ૧/૨ કપ કાંદાની સ્લાઇસ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   ચણા અને મીઠા સિવાયની તમામ સામગ્રી મિક્સ કરીને શેકો. આ સામગ્રી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકવી. પછી ઠંડી પડવા દો.
-   આ મિશ્રણમાં ૧/૨ કપ પાણી નાંખીને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો.
-   આ મિશ્રણને એક વાસણમાં કાઢો અને ઉકાળો.
-   તેમાં બાફેલા ચણા અને મીઠું ઉમેરો અને થોડી મિનિટ ઉકાળતાં રહો.
-   ભાત સાથે ગરમ ગરમ પીરસો.

કેબેજ પોરીયાલ

કેબેજ પોરીયાલ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે


સામગ્રી :
-   ૨ કપ કોબી સમારેલી,   ૧ ચમચી રાઇ,   ૧/૨ ચમચી અડદની દાળ,   ૧ લીલું મરચું બારીક સમારેલું,   ૩ સૂકા લાલ મરચાંના ટુકડા,   ૮ થી ૧૦ મીઠા લીમડાના પાન,   એક ચપટી હળદર,   ૧/૪ કપ તાજું લીલું નાળિયેર ખમણેલું,   ૨ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરો. રાઇ અને અડદની દાળ ઉમેરી તડતડવા દો.
-   તેમાં લીલું મરચું, સૂકાં લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને હળદર ઉમેરી થોડી સેકંડ હલાવો.
-   તેમાં કોબી, મીઠું ૧/૪ કપ પાણી ઉમેરી મઘ્યમ તાપે કોબી કુણી પડે ત્યાં સુધી રાંધો.
-   પછી તેમાં નાળિયેર ઉમેરો સરખી રીતે મિક્સ કરો. ગેસ પરથી ઉતારી લો.
-   ગરમ-ગરમ પીરસો.

પ્લેનટેઇન એરીસેરી

પ્લેનટેઇન એરીસેરી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૩ કાચાં કેળાં,   ૧/૪ ચમચી હળદર,   ૨ ચમચી રાઇ,   ૨ ચમચી અડદની દાળ,   ૪ સૂકા લાલ મરચાંના ટુકડા,   ૧૨ થી ૧૪ મીઠા લીમડાના પાન,   ૨ ચમચા લીલું નાળિયેર,   ૨ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   કેળાંની છાલ ઉતારો અને કાપીને ગોળાકારમાં સમારો.
-   એક વાસણમાં ૧/૨ કપ પાણી, કેળાં, હળદર અને મીઠું ઉમેરો. કેળા નરમ બને અને પાણી સુકાઇ જાય ત્યાં સુધી રાંધો. પછી ગેસ પરથી ઉતારી એકબાજુ મૂકો.
-   એક વાસણમાં તેલને ગરમ કરો. તેમાં રાઇ અને અડદની દાળ ઉમેરો અને તડતડવા દો.
-   તેમાં સૂકા લાલા મરચાં અને લીમડાના પાન ઉમેરો તથા થોડી સેકંડ હલાવો.
-   તેમાં કેળાં અને નાળિયેર ઉમેરો તથા સરખી રીતે મિક્સ કરો. ધીમા તાપે ૫ થી ૭ મિનિટ રાંધો પછી ગેસ પરથી ઉતારી લો.
-   ગરમ-ગરમ પીરસો.

ફ્રેન્ચ બીન્સ ફુગથ

ફ્રેન્ચ બીન્સ ફુગથ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ કપ ફણસી સમારેલી,   ૧/૪ કપ ચણાની દાળ પલાળેલી,   ૧/૪ ચમચી રાઇ,   ૧ ચમચી અડદની દાળ,   ૪ થી ૬ મીઠા લીમડાના પાન,   ૧/૪ ચમચી હિંગ,   ૧ ચમચી આદું વાટેલું,   ૧/૪ ચમચી હળદર,   ૧/૪ કપ લીલું નાળિયેર ખમણેલું,   ૧ ૧/૨ ચમચી તેલ,    મીઠું સ્વાદાનુસાર


ઉપરથી સજાવવા માટે :
-   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી



રીત :
-   એક વાસણમાં તેલને ગરમ કરો અને રાઇ ઉમેરો.
-   તેમાં લીમડાના પાન, હીંગ અને આદુ ઉમેરો.
-   પછી તેમાં ફણસી, ચણાની દાળ, હળદર, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરો. સરખી રીતે મિક્સ કરો અને ઢાંકો. મઘ્યમ તાપે ૧૦ થી ૧૨ મિનિટ સુધી રાંધો.
-   જ્યારે ફણસી અને ચણાની દાળ કૂણા પડે ત્યારે લીલું નાળિયેર ઉમેરો અને ૨ થી ૩ મિનિટ હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
-   કોથમીરથી સજાવી પીરસો.

પોટેટો સૌંગ

પોટેટો સૌંગ
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ મોટા બટેટા ,   ૧/૪ કપ કાંદા બારીક સમારેલા,   ૨ ચમચા લાલ મરચાંની ભૂકી,   ૧ ૧/૨ ચમચી આમલીનો માવો,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   બટેટાની છાલ ઉતારો અને અર્ધગોળાકારમાં કાપીને જાડી સ્લાઇસ બનાવો.
-   એક વાસણમાં તેલને ગરમ કરો. તેમાં કાંદા ઉમેરો અને સાંતળો.
-   તેમાં મરચું ઉમેરી ૧ મિનિટ સાંતળો.
-   તેમાં બટેટા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરો. ઢાંકીને મઘ્યમ તાપે બટેટાને રાંધો.
-   તેમાં આમલીનો માવો ઉમેરી થોડીવાર ઉકાળો. પછી ગેસ પરથી ઉતારો. ગરમ-ગરમ પીરસો.

મેંગ્લોરીઅન ડ્રમસ્ટિક કરી

મેંગ્લોરીઅન ડ્રમસ્ટિક કરી
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા :  ૪ વ્યક્તિ માટે 


સામગ્રી :
-   ૪ સરગવાની શીંગ ૭૫ મિ.મી.ના ટુકડાઓમાં કાપેલી,   ૨ મોટા બટેટા છાલ ઉતારીને ગોળકાર સમારેલા,   ૧ ચમચો ગોળ છૂંદેલો,   ૨ ચમચી અડદની દાળ,   ૧/૨ ચમચી રાઇ,   ૧૦ થી ૧૨ લીમડાના પાન,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર


પેસ્ટ બનાવવા :
-   ૧/૨ કપ લીલું નાળિયેર ખમણેલું,   ૧ ચમચી જીરું,   ૪ આખા લાલા મરચાંના ટુકડા,   ૨ ચમચા ધાણાજીરુ,   ૪ લસણની કળી,   ૨ ચમચી આમલી,   ૧/૨ ચમચી હળદર,   ૧/૨ કપ પાણી



રીત :
-   એક વાસણમાં ૩ કપ પાણી સરગવો, બટેટા, મીઠું અને ગોળ ઉમેરી ઉકાળો અને એકબાજુ મૂકો.
-   એક વાસણમાં તેલને ગરમ કરો. તેમાં અડદની દાળ અને રાઇ ઉમેરી સાંતળો. જ્યારે રાઇ તતડે એટલે લીમડાના પાન ઉમેરો.
-   તેમાં સરગવાની શીંગ અને બટેટા સાથે જે પ્રવાહી હોય તે પેસ્ટ તથા મીઠું ઉમેરી ઉકાળો.
-   ૫ થી ૭ મિનિટ ઉકાળો. પછી ગેસ પરથી ઉતારો. ગરમ-ગરમ પીરસો.

એવીયલ

એવીયલ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧/૨ કપ સરગવાની શીંગના લાંબા ટુકડા,   ૧/૨ કપ ફણસી સમારેલી,   ૧/૨ કપ ફ્લાવરના ફૂલ,   ૧/૨ કપ લીલા વટાણા,   ૧/૨ કપ રીંગણા સમારેલા,   ૨ ચમચા તેલ,   મીઠું સ્વાદાનુસાર


પેસ્ટ માટે :
-   ૧/૨ કપ લીલું નાળિયેર ખમણેલું,   ૧ ચમચી ધાણાજીરું,   ૫ લસણની કળીઓ વાટેલી,   ૩ સૂકા લાલ મરચાં (ડીંટા કાઢેલા),   ૧/૪ ચમચી હળદર,   ૧/૨ ચમચી આમલીનો માવો,   ૧ ચમચો તેલ



રીત :
પેસ્ટ માટે :
-   એક નાના વાસણમાં તેલને ગરમ કરો. તેમાં ધાણાજીરું અને લસણ ઉમેરો અને ૨ મિનિટ માટે સાંતળો.
-   સૂકા લાલ મરચાંને ઉમેરો અને વઘુ ૧ મિનિટ માટે સાંતળો. પછી ગેસ પરથી ઉતારી લો.
-   તેમાં લીલા નાળિયેરના ખમણને ઉમેરો તથા મિક્સરમાં વાટો. પછી આ મિશ્રણમાં હળદર, આમલી અને પાણી ઉમેરી પેસ્ટ બનાવો.


આગળની રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો અને ૧/૨ કપ પાણી તથા સરગવાને નાંખીને ઉકાળો.
-   સરગવો અડધો રંધાઇ જાય એટલે બાકીના શાકભાજી અને મીઠું ઉમેરી ઢાંકો. થોડીવારમાં શાકભાજી રંધાઇ જશે.
-   પછી તેમાં પેસ્ટ અને ૧ કપ પાણી ઉમેરી ઉકાળો. ૫ થી ૬ મિનિટ ઉકાળ્યા બાદ ગેસ પરથી ઉતારો.
-   ગરમ ગરમ પીરસો.

મેંગો સાસન

મેંગો સાસન
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ કપ પાકી કેરી સમારેલી ,   ૧ કપ લીલું નાળિયેર ખમણેલું ,   ૧ ચમચી રાઇ,   ૧/૪ ચમચી હળદર,   ૧ ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧ ૧/૨ ચમચી આમલીનો માવો,   ૭ થી ૮ કાળા મરી,   ૨ ચમચી ગોળ, મીઠું સ્વાદાનુસાર



રીત :
-   એક વાસણમાં રાઇના દાણા શેકો.
-   નાળિયેર, હળદર, મરચું, મરી, રાઇ અને આમલીના માવામાં ૧/૨ કપ પાણી નાંખી મિક્સરમાં વાટો અને પેસ્ટ બનાવો.
-   આ પેસ્ટને એક વાસણમાં નાંખો અને ઉકાળો.
-   પછી તેમાં ગોળ, મીઠું અને કેરીના ટુકડાને ઉમેરો અને ૨ મિનિટ સુધી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારો.
-   ગરમ-ગરમ ભાત સાથે પીરસો.