રિજગોર્ડ ઉપકારી
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૨ કપ તુરિયાં છાલ ઉતારીને ગોળ સમારેલાં, ૧ ચમચી રાઇ,. ૨ આખા સૂકાં લાલ મરચાંના ટુકડા, ૨ લીલા મરચાં સમારેલાં, ૬ થી ૮ મીઠા લીમડાના પાન, ૧/૪ ચમચી હિંગ , ૧/૨ કપ કાંદા બારીક સમારેલા, ૧/૪ કપ લીલું નાળિયેર ખમણેલું, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચો તેલ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- એક વાસણમાં તેલને ગરમ કરો અને રાઇ નાંખો.
- રાઇ તડતડે એટલે સૂકા લાલ મરચાં, લીલા મરચાં, લીમડાના પાન અને હિંગ ઉમેરો.
- પછી તેમાં કાંદા ઉમેરી અને સાંતળો.
- તેમાં તૂરિયાં, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી ઢાંકો. થોડીવાર મઘ્યમતાપે ગેસ પર રાખવાથી તુરિયાં રંધાઇ જશે.
- તેમાં નાળિયેર અને હળદર ઉમેરો અને ૨ મિનિટ હલાવો.
- ચપાટીની સાથે ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.