ફુદીનાના પરોઠા
સામગ્રીઃ
-૨ કપ ઘઉંનો લોટ
-૧ કપ ફુદીનાના પાન
-૩ ચમચા માખણ
-૨ ચમચી ચાટ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર પ્રમાણે
રીતઃ
- ફુદીનાના પાનને ધોઇને સુકા કરવા.
-તેમાંથી અડધા પાનને ગરમ તવા પર સુકવો અને તેનો પાવડર બનાવી રહેવા દો.
- બાકીના ફુદીનાને બારીક સમારો.
- ઘઉંના લોટમાં, મીઠું, ફુદીનો અને જરૂર પ્રમાણે પાણી નાંખીને લોટ બાંધો. ૨૦ થી ૨૫ મિનિટ રહેવા દો.
- આ લોટમાંથી છ સરખા લુઆ બનાવો અને તેની મઘ્યમ કદની રોટલી વણો.
- પછી તેને વચ્ચેથી વાળી ફરી તેનો લૂઓ બનાવો. અને ૫ મિનિટ માટે રહેવા દો.
- તે લૂઆમાંથી પરોઠા વણીને તવા પર તેલ મૂકી બંને બાજુ શેકો.
- ચાટ મસાલામાં ફુદીનાનો પાવડર મિક્સ કરી પરોઠા પર ભભરાવો.
- પીરસતાં પહેલાં પરોઠાને હાથથી સહેજ મસળો. જેથી તેના પડ ખુલ્લા થઇ જાય.