પાણીપુરી

પાણીપુરી

તૈયારીનો સમયઃ ૨૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ રવો (ઝીણો)
-૧/૨ ચમચો મેંદો
-૨ થી ૩ ચમચા સોડા (પીવાની)
-મીઠું સ્વાદાનુસાર
-તળવા માટે તેલ

પાણી માટે

-૧ ૧/૨ કપ ફુદીના પાન
-૧ ચમચો કોથમીર
-૧/૩ કપ આમલી
-૧ આદુનો ટુકડો
-૪ થી ૫ લીલા મરચા
-૧ ચમચી શેકેલાં જીરાનો પાવડર
-૧ ૧/૨ ચમચી સંચળ
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રીઃ

-૧ કપ ખજૂર આમલીની ચટણી
-૧/૨ કપ ફણગાવેલા કઠોળ બાફેલા
-૧/૨ કપ બુંદી પલાળીને સુકી કરેલી

રીતઃ

પુરી માટેઃ

- રવો, મેંદો, મીઠું અને સોડાને મિક્સ કરીને સરખી રીતે લોટ બાંધો. લોટ પર ભીનું મસ્લીનનું કપડું ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.
- લોટમાંથી ૪૦ સરખા ભાગ કરીને નાની-નાની પુરી વણો.
- ભીના કપડામાં આ વણેલી પુરીને પ મિનિટ ઢાંકી રાખો.
- કઢાઇમાં તળવા માટે તેલ ગરમ મૂકો. અને પૂરી તળો.
- હવાબંધ ડબામાં પૂરીને ભરી રાખો.

પાણી માટેઃ

- આમલીને ૧/૨ કપ પાણીમાં ૧ કલાક પલાળી રાખો. પછી પાણી કાઢી નાંખો.
- પલાળેલી આમલીને સંચળ સિવાયની બધી જ સામગ્રી સાથે મિક્સ કરીને મિક્સરમાં તેની પેસ્ટ બનાવો. જરૂર પડે તો થોડું પાણી નાંખો.
- આ પેસ્ટને મોટા વાસણમાં કાઢીને તેમાં ૧ લીટર પાણી, સંચળ અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.

પાણીને ૨ થી ૩ કલાક ઠંડુ કરવા મૂકો એટલે તેમાં મસાલાનો સ્વાદ આવી જાય.

આગળની રીતઃ

- પુરીમાં વચ્ચે કાણું પાડો.
- તેમાં બાફેલા કઠોળ અથવા બુંદી ભરો. તેના ઉપર ખજૂર-આમલીની ચટણી નાંખીને ઠંડા પાણીમાં પુરી બોળીને તરત જ ખાઇ જવી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.