ટામેટા મેથીના પરોઠા

ટામેટા મેથીના પરોઠા

સામગ્રીઃ

-૨ વાટકી ઘઉંનો લોટ
-૧/૨ વાટકી ચોખાનો લોટ
-મોણ માટે થોડું તેલ
-૨ ચમચા ટામેટાની પ્યુરે
-૧ વાટકી મેથીની ભાજીના પાન સમારેલા
-૧/૨ વાટકી કોથમીર સમારેલા
-૬ નંગ લસણ વાટેલું
-૨ ચમચી તલ
-૧/૨ ચમચી જીરું
-૧ ચમચી લાલ મરચાની ભૂકી
-૨ ચમચી દળેલી ખાંડ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- ટામેટાની પ્યુરે, મેથી, કોથમીર, મરચું, મીઠું, ખાંડ અને લસણને સરખી રીતે મિક્સ કરો.
- તેમાં ઘઉંનો લોટ અને મોણનું તેલ નાંખીને રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધો.
- આ લોટમાંથી નાનો લુઓ લઇને ચોખાના લોટમાં રગદોળી પુરી જેવડો વણી ઉપર તેલ લગાડો અને અર્ધચંદ્રાકાર વાળો. ઉપરની બાજુ સહેજ તેલ લગાવો અને ત્રિકોણાકાર બનાવી ફરીથી વણી લો.
- તવાને ગરમ કરો. અને પરોઠાને બંને બાજુ તેલ લગાવીને શેકી લો.
- બાકીના લોટમાંથી આ રીતે પરોઠા બનાવો.

દહીં સાથે પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.