લેમન ફિએસ્ટા

લેમન ફિએસ્ટા

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૪ ગ્લાસ બનશે

સામગ્રીઃ

-૨ કપ વેનિલા આઇસ્ક્રીમ નરમ કરેલો
-૧ કપ વ્હીપ્ડ ક્રીમ
-થોડાં ટીપાં લેમન એસેન્સ
-૧/૪ કપ લીંબુની છાલ

લેમન સૉસ માટે

-૧/૪ કપ સાકર
-૨ ચમચી કોર્નફ્‌લોર
-૧ ૧/૨ ચમચો લીંબુનો રસ
-૧ ચમચી લીંબુની છાલ, ખમણેલી
-થોડાં ટીપાં લેમન એસેન્સ
-એક ટીપું ખાવાનો પીળો રંગ
-૧ ચમચી માખણ

સજાવવા માટે

-૪ ફુદીનાની નાની ડાળખીઓ

રીતઃ

- આઇસક્રીમ, વ્હીપ્ડ ક્રીમ, લેમન એસેન્સ અને લીંબુની છાલને ખૂબ હળવેથી મિક્સ કરવા.
- સ્ટાર નોઝલ ફીટ કરેલી એક પાઇપીંગ બૅગમાં ભરવું અને ફ્રીઝમાં મૂકી દેવી.

લેમન સૉસ માટે

- સાકરને ૧/૨ કપ પાણીમાં મિક્સ કરવી અને સાકર ઓગળે ત્યાં સુધી ગરમ કરવું.
- કોર્નફ્‌લોરને ૨ ચમચા પાણીમાં ઓગાળવો અને પછી સાકરની ચાસણીમાં નાંખવો.
- એક સરખું હલાવતાં હલાવતાં ગરમ કરવું. થોડીવારમાં મિશ્રણ ઘાટું થઇને આવરણ બની શકે તેવું બની જશે.
- માખણ નાંખવું અને બરાબર મિક્સ કરવું.
- ઠંડુ થવા દેવું. અને પછી લીંબુનો રસ, લીંબુની છાલ, લેમન એસેન્સ અને ખાવાનો પીળો રંગ નાંખવો, બરાબર મિક્સ કરવું.

આગળની રીત

- લાંબા ગ્લાસમાં ૨ ચમચા લેમન સૉસ નાંખવો અને આઇસ્ક્રીમનું મિશ્રણ તેમાં પાઇપ કરવું.
- આ પ્રમાણે બીજા ૩ ગ્લાસ વઘુ બનાવવા. ફુદીનાની નાની ડાળખીઓથી સજાવી ખૂબ ઠંડુ પીરસવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.