Showing posts with label સ્વાદિષ્ટ ચાટ. Show all posts
Showing posts with label સ્વાદિષ્ટ ચાટ. Show all posts

રગડા પેટીસ

રગડા પેટીસ

તૈયારીનો સમય ઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૯૦ મિનિટ
માત્રા ઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

રગડાની -

-૧ કપ સફેદ વટાણા
-૨ બાફેલા બટેટા ઝીણા સમારેલા
-૧/૪ ચમચી હળદર
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચા લીલા-આદુ મરચાંની પેસ્ટ
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૨ ચમચી ગોળ (ખમણેલો)
-૧ ચમચી આમલી (પલાળેલી)
-મીઠું સ્વાદાનુસાર

વઘારની ઃ

-૧/૪ ચમચી રાઈ
-૬ નંગ લીમડાના પાન
-એક ચપટી હંિગ
-૨ ચમચા તેલ

પેટીસની ઃ

-૧ કિલો બટેટા
-૨ ચમચા મકાઈનો લોટ
-મીઠું સ્વાદાનુસાર

પેટીસમાં ભરવાનું પૂરણ

-૧ કપ ફુદીનાના પાન બારીક સમારેલા
-૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
-૪ લીલા મરચા
-૧ ટુકડો આદુ
-૧/૨ લીંબુનો રસ
-૧ ચમચી સાકર
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી ઃ

-તેલ પેટીસ શેકવા
 પીરસતી વખતે

-૧ કપ લીલી ચટણી
-૧ કપ ખજૂર આમલીની ચટણી
-૧/૨ કપ લસણની ચટણી
-૧ કપ નાયલોન સેન
-૧ કપ કાંદા બારીક સમારેલા

રીત ઃ

રગડાની

- વટાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- પાણીમાંથી કાઢીને કુકરમાં વટાણા અને ૩ થી ૪ કપ પાણી નાંખીને બાફો.
- એક વાસણમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે હંિગ અને લીમડાના પાન નાંખો.
- તેમાં રગડાની તમામ સામગ્રી નાંખો અને સરખી રીતે મિક્સ કરો. રગડાની ગ્રેવીને ઘટ્ટ બનાવવા થોડા વટાણાને છુંદી નાંખો.
(૫) ૧૦ મિનિટ સુધી ઉકાળી એકબાજુ મૂકો.

પેટીસની ઃ

- બટેટાને બાફી છાલ કાઢી છૂંદો કરો.
- તેમાં મકાઈનો લોટ અને મીઠું સરખી રીતે મિક્સ કરો.
- આના ૧૨ ભાગ કરી એકબાજુ મૂકો.
- પૂરણની બધી સામગ્રી મિક્સ કરો.
- બટેટાના છૂંદામાં વચ્ચે આ પૂરણ ભરી પેટીસ વાળો.
- આ પેટીસને નોન-સ્ટિક પેન પર થોડું તેલ મૂકીને શેકો.

આગળની રીત ઃ

- એક પ્લેટમાં ૨ પેટીસ મૂકો અને તેના પર રગડો નાખો.
- ઉપરથી બધી ચટણી નાંખો. સેવ અને કાંદા ભભરાવી તરત જ પીરસો.

ટીપ્સ ઃ આ જ રગડો પાણી પુરીમાં પણ ભરી શકાય.

પાણી પૂરીના પાણીની વિવિધતા

પાણી પૂરીના પાણીની વિવિધતા

પાણીપૂરી માટે જુદા જુદા સ્વાદનું પાણી પણ બનાવી શકાય છે

સામગ્રી ઃ

હંિગનું પાણી ઃ

-૨ ચમચા આમલી
-૧ ચમચો ધાણાનો પાવડર
-૧/૪ ચમચી હંિગ
-૧/૪ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૪ ચમચી સંચળ
૧/૨ ચમચી ચાટ મસાલો
મીઠું સ્વાદાનુસાર

લીમકા ફુદીનાનું પાણી

-૧ બાટલી લિમકા
-૧ કપ ફુદીનાના પાન
-૨ થી ૩ લીલા મરચાં
-૧/૨ ચમચી સંચળ
-૧/૨ ચમચી ચાટ મસાલો
-૧/૨ ચમચી શેકેલા જીરાનો પાઉડર
-મીઠું સ્વાદાનુસાર

કેવડાનું પાણી

-૧/૪ કપ સાકર
-૧/૨ ચમચી સંચળ
-૧/૨ ચમચી ચાટ મસાલો
-૧/૨ લીંબુનો રસ
-૨ થી ૩ ટીપાં કેવડાનું એસેન્સ

રીત ઃ

હંિગના પાણીની

- એક મોટા વાસણમાં બધી સામગ્રી અને ૨ કપ પાણીને મિક્સ કરો.
- તેને ૩ થી ૪ કલાક રહેવા દો.
- પછી પાતળા સુતરાઉ કાપડમાંથી પાણીને ગાળી લેવું. વળી તેમાં ૧ કપ પાણી ઉમેરવું અને બઘું સરખી રીતે મિક્સ કરવું.
- ઠંડુ કરીને પીરસવું.

જીરાના પાણીની

- હંિગના પાણીની જેવી જ સામગ્રી લેવી પણ હંિગને બદલે ૧ ચમચો શેકેલું જીરું સુતરાઉ કાપડમાં બાંધીને લેવું. ઉપરની રીત પ્રમાણે પાણી બનાવવું. અને ઠંડુ કરવું.
- પીરસતાં પૂર્વે પાણીમાંથી જીરાની પોટલી કાઢી લેવી.
લીમકા ફુદીનાના પાણીની

- ફૂદીનો અને લીલા મરચાંની પેસ્ટ બનાવો.
- તમામ સામગ્રી, પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મિક્સ કરો.
- ૩ થી ૪ કલાક પાણીને ઠંડુ કરો અને પીરસો.

કેવડાના પાણીની ઃ

- ૨ ૧/૨ કપ પાણી અને સાકરને મિક્સ કરી ગેસ પર મૂકી હલાવતાં રહો જેથી સાકર ઓગળી જાય.
- આ પાણીને ઠંડુ થવા દો. તેમાં સંચળ, મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ અને કેવડાનું એસેન્સ મિક્સ કરો.
- ૩ થી ૪ કલાક માટે પાણીને ઠંડુ કરો.

ટીપ્સ ઃ લિમકા ફુદીનાનું પાણી સ્વાદિષ્ટ જલજીરા તરીકે પણ પીરસી શકાય.

પાણી પૂરી

પાણી પૂરી

તૈયારીનો સમય ઃ ૨૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

પૂરી માટેની

૧/૨ કપ રવો
૧/૨ ચમચો મેંદો
૨ થી ૩ ચમચા સોડા (બજારમાં મળતી પીવાની સોડા)
મીઠું સ્વાદાનુસાર
તળવા માટે તેલ

પાણી માટેની ઃ

૧ ૧/૨ કપ ફૂદીનાના પાન
૧ ચમચો કોથમીર બારીક સમારેલી
૧/૩ કપ આમલી
૧ ટુકડો આદુ
૪ થી ૫ લીલા મરચાં
૧ ચમચી શેકેલા જીરાનો પાવડર
૧ ૧/૨ ચમચી સંચળનો ભૂકો
મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી ઃ

૨ કપ ખજૂર આમલીની ચટણી
૧/૨ કપ ફણગાવેલા કઠોળ બાફેલા
૧/૨ કપ બુંદી થોડીવાર પાણીમાં પલાળેલી

રીત ઃ

પૂરીની ઃ

(૧) રવો, મેંદો, સોડા અને મીઠું મિક્સ કરીને લોટ બાંધો અને કુણવો. પાતળું સુતરાઉ કપડું ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દેવો.
(૨) આ લોટના ૪૦ એકસરખા ભાગ કરી તેમાંથી નાની નાની પૂરી વણો.
(૩) પૂરીની ઉપર ભીનું કપડું પાથરી રાખો જેથી સુકાઈ ન જાય.
(૪) કઢાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો અને પૂરી તળો.
(૫) પૂરીને હવાબંધ ડબ્બામાં ભરો.

પાણીની ઃ

(૧) આમલીને ૧/૨ કપ પાણીમાં એક કલાક પલાળી રાખો. પછી તેને પાણીમાં ચોળીને રેષાં કાઢી નાખો.
(૨) સંચળ સિવાયની તમામ સામગ્રી અને આમલીને બ્લેન્ડરમાં વાટીને એકરસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
(૩) આ પેસ્ટને મોટા વાસણમાં મૂકી તેમાં ૧ લીટર પાણી, સંચળ અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.
(૪) આ પાણીને ૨ થી ૩ કલાક ફ્રીઝમાં મૂકો જેથી ઠંડુ પણ થશે અને પાણીમાં મસાલાનો સ્વાદ બેસી જશે.

આગળની રીત ઃ

(૧) પૂરીને વચ્ચે નાનકડું કાણું પાડો.
(૨) તેમાં ફણગાવેલા કઠોળ કે બુંદી મૂકો. ઉપર ખજૂર આમલીની ચટણી નાંખો અને તેમાં ઠંડુ પાણી ભરીને તરત પીરસો.

મૂંગ ઔર મુલી કી ચાટ

મૂંગ ઔર મુલી કી ચાટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ થી ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ મગની મોગરાદાળ (પીળી),   ૧ ચમચી કોથમીર સમારેલી,   ૨ લીલા મરચાં વાટેલા,   ૧ કાંદો બારીક સમારેલો,   ૧ ચમચી આદું વાટેલું,   ૧/૨ ચમચી ઇનો ફ્રૂટ સૉલ્ટ,   મીઠું સ્વાદાનુસાર,   તળવા માટે તેલ



વઘાર માટે :
-   ૧ ચમચી જીરું,   ૧ ચપટી હિંગ,   ૧ ચમચો તેલ


ઉપરથી સજાવવા માટે :
-   ૧ કપ મૂળો ખમણેલો,   ૧/૪ કપ લીલી ચટણી,   ૨ ચમચા ખજૂર આમલીની ચટણી,   ૧ ૧/૨ કપ તાજું દહીં ઝેરેલું,   ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર ,   ૧/૨ ચમચી સંચળ,   ૧ ચમચી ચાટ મસાલો



રીત :
-   મગની દાળ ધોઇને ૪ કલાક પાણીમાં પલાળી રાખો. પછી પાણી કાઢી નાંખો.
-   મિક્સરમાં મગની દાળ અને થોડું પાણી નાંખી પેસ્ટ બનાવો.
-   તેમાં કોથમીર, લીલા મરચાં, કાંદા, આદુ અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરો અને એકબાજુ મૂકો.
-   વઘાર માટે નાના વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું અને હિંગ નાંખો. જીરું તતડી જાય એટલે વઘારને મગની દાળના ખીરામાં નાંખો.
-   આ મિશ્રણમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો.
-   આ ખીરામાંથી વડા બનાવો.



આગળની રીત :
-   મગની દાળના પકોડા (વડા)ને પ્લેટમાં ગોઠવો.
-   તેની ઉપર મૂળો, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, દહીં, લાલ મરચાંની ભૂકી, જીરાનો પાઉડર, સંચળ અને ચાટ મસાલો નાંખી તરત જ પીરસો.

કંદની ચાટ

કંદની ચાટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૩ કપ કંદના મઘ્યમ કદના ચોરસ ટુકડા,    ૧/૨ ચમચી જીરું,   ૧/૨ ચમચી હિંગ,   ૧ મોટો કાંદો,   ૨ થી ૩ લીલાં મરચાં વાટેલા,   ૨ ચમચી ખસખસ,   ૨ ચમચી આમપૂર પાઉડર,   ૧ ચમચો ધાણાનો પાઉડર,  
૧ ચમચી સંચળ,   ૧/૪ કપ ફુદીનો બારીક સમારેલો,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી,   ૧ ચમચો તેલ,   મીઠું સ્વાદાનુસાર



અન્ય સામગ્રી :
-   તળવા માટે તેલ



રીત :
-   કંદને મઘ્યમ તાપે તેલમાં તળો.
-   એક વાસણમાં ૧ ચમચો તેલ ગરમ મૂકો. તેમાં જીરું અને હિંગ નાંખો. જીરું તતડી જાય એટલે કાંદા અને લીલા મરચાં નાંખી ૨ થી ૩ મિનિટ સાંતળો.
-   તેમાં ખસખસ નાંખી ૧ થી ૨ મિનિટ સાંતળો.
-   તેમાં તળેલું કંદ, આમચૂર, ધાણાનો પાઉડર, સંચળ, ફુદીનો, કોથમીર અને મીઠું નાંખી મઘ્યમ તાપે ૪ થી ૫ મિનિટ હલાવતાં રહો.
-   ગરમ ગરમ પીરસો.

દહીંવાલે આલુ કી સબ્ઝી ઔર ઉડદ દાળ પુરી

દહીંવાલે આલુ કી સબ્ઝી ઔર ઉડદ દાળ પુરી
તૈયારીનો સમય : ૩૦ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
દહીં વાલે આલુ માટેની :
-   ૨ ૧/૨ કપ નાના બટેટા છાલ કાઢેલા,   ૧/૨ ચમચી જીરું,   ૧/૨ ચમચી રાઇ,   ૧/૨ ચમચી ક્લોંજી,   ૧/૨ ચમચી વરિયાળી,   ૧/૨ ચમચી હિંગ,   ૨ તમાલપત્ર,   ૩ લવિંગ,   ૨ ટુકડા તજ,   ૩ થી ૪ લીમડાના પાન,   ૧ લીલું મરચું સમારેલું,   ૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧ ૧/૨ ચમચી ધાણાજીરાનો પાઉડર,   ૧/૪ ચમચી હળદર,   ૧ કપ દહીં ઝેરેલું,   ૨ ચમચા ઘી,   મીઠું સ્વાદાનુસાર


ઉપરથી સજાવવા માટે :
-   ૨ થી ૩ ચમચા કોથમીર બારીક સમારેલી


ઉડદ દાળ પૂરી માટે :
-   ૧/૨ કપ અડદની દાળ,   ૧ ચમચી ક્લોંજી,   ૧/૪ ચમચી હિંગ,   ૧ કપ ઘઊંનો લોટ,   ૧ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર,   તળવા માટે તેલ



રીત :
દહીંવાલે આલુની :
-   એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, ક્લોંજી, વરિયાળી અને હિંગ નાંખો. રાઇ, જીરું તતડી જાય એટલે તેમાં તમાલ પત્ર, લવિંગ, તજ, લીમડો અને લીલું મરચું નાંખીને થોડી સેકંડ સાંતળો.
-   તેમાં બટેટા, લાલ મરચું, ઘાણાજીરું, હળદર અને મીઠું નાંખી મસાલો અને બટેટાને સરખી રીતે મિક્સ કરો.
-   તેમાં ૧/૨ કપ પાણી નાંખી ઉકાળો એટલે બટેટા ચઢી જશે.
-   તેમાં દહીં નાંખી થોડીવાર હલાવતાં રહો.
-   પછી નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો.


ઉડદ દાળ પૂરી માટેની :
-   અડદની દાળને ધોઇને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો. પછી પાણી કાઢી નાંખો.
-   મિક્સરમાં અડદની દાળ અને ૧/૪ કપ પાણી નાંખી પેસ્ટ બનાવો.
-   અડદની દાળની પેસ્ટમાં ક્લોંજી, હિંગ, ઘઊંનો લોટ અને મીઠું નાંખીને લોટ બાંધો.
-   તેમાં થોડું તેલ નાંખી લોટને કુણવો.
-   લોટ પર મસ્લીનનું કપડું ઢાંકીને ૧૦ મિનિટ રહેવા દો.
-   લોટના ૧૨ એક સરખા ભાગ કરી પૂરી વણો.
-   કઢાઇમાં તેલ ગરમ મૂકો અને પૂરી તળો.
-   આલુની સબ્ઝી સાથે ગરમા ગરમ પૂરી પીરસો.

પાલક પકોડા ચાટ

પાલક પકોડા ચાટ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૫૦ પાન પાલકભાજીના,   ૧ કપ ચણાનો લોટ,   ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   મીઠું સ્વાદાનુસાર,   તળવા માટે તેલ


પીરસવા માટે :
-   ૬ ચમચા મીઠી સોંધ (આ ચટણીની રેસિપી આપી ચૂક્યા છીએ),   ૧ ચમચી શેકેલા જીરાનો પાવડર,   ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી



રીત :
-   ચણાનો લોટ, મરચાંની ભૂકી, મીઠું, ૩/૪ કપ પાણી મિક્સ કરી
-   એક કઢાઇમાં તેલ ગરમ મૂકો. પાલકના પાનને ખીરામાં બોળીને તેલમાં તળો.
-   આ પાલક પકોડાને એક પ્લેટમાં ગોઠવો. તેના પર મીઠી સોંધ પાથરો. ઉપરથી જીરાનો ભૂકો અને લાલ મરચાંની ભૂકી ભભરાવો. તરત જ પીરસો.

રગડા પેટીસ

રગડા પેટીસ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૯૦ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
રગડાની :
-   ૧ કપ સફેદ વટાણા,   ૨ બાફેલા બટેટા ઝીણા સમારેલા,   ૧/૪ ચમચી હળદર,   ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૨ ચમચા લીલા-આદુ મરચાંની પેસ્ટ,   ૧/૨ ચમચી ગરમ મસાલો,   ૨ ચમચી ગોળ (ખમણેલો),   ૧ ચમચી આમલી (પલાળેલી),   મીઠું સ્વાદાનુસાર



વઘારની :
-   ૧/૪ ચમચી રાઈ,   ૬ નંગ લીમડાના પાન,   એક ચપટી હિંગ,   ૨ ચમચા તેલ


પેટીસની :
-   ૧ કિલો બટેટા,   ૨ ચમચા મકાઈનો લોટ,   મીઠું સ્વાદાનુસાર


પેટીસમાં ભરવાનું પૂરણ :
-   ૧ કપ ફુદીનાના પાન બારીક સમારેલા,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી,   ૪ લીલા મરચા,   ૧ ટુકડો આદુ,   ૧/૨ લીંબુનો રસ,   ૧ ચમચી સાકર,   મીઠું સ્વાદાનુસાર



અન્ય સામગ્રી :
-   તેલ પેટીસ શેકવા


પીરસતી વખતે :
-   ૧ કપ લીલી ચટણી,   ૧ કપ ખજૂર આમલીની ચટણી,   ૧/૨ કપ લસણની ચટણી,   ૧ કપ નાયલોન સેન,   ૧ કપ કાંદા બારીક સમારેલા



રીત :
રગડાની :
-   વટાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
-   પાણીમાંથી કાઢીને કુકરમાં વટાણા અને ૩ થી ૪ કપ પાણી નાંખીને બાફો.
-   એક વાસણમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે હિંગ અને લીમડાના પાન નાંખો.
-   તેમાં રગડાની તમામ સામગ્રી નાંખો અને સરખી રીતે મિક્સ કરો. રગડાની ગ્રેવીને ઘટ્ટ બનાવવા થોડા વટાણાને છુંદી નાંખો.
-   ૧૦ મિનિટ સુધી ઉકાળી એકબાજુ મૂકો.


પેટીસની :
-   બટેટાને બાફી છાલ કાઢી છૂંદો કરો.
-   તેમાં મકાઈનો લોટ અને મીઠું સરખી રીતે મિક્સ કરો.
-   આના ૧૨ ભાગ કરી એકબાજુ મૂકો.
-   પૂરણની બધી સામગ્રી મિક્સ કરો.
-   બટેટાના છૂંદામાં વચ્ચે આ પૂરણ ભરી પેટીસ વાળો.
-   આ પેટીસને નોન-સ્ટિક પેન પર થોડું તેલ મૂકીને શેકો.


આગળની રીત :
-   એક પ્લેટમાં ૨ પેટીસ મૂકો અને તેના પર રગડો નાખો.
-   ઉપરથી બધી ચટણી નાંખો. સેવ અને કાંદા ભભરાવી તરત જ પીરસો.