Showing posts with label ડાયાબિટીક રેસિપી. Show all posts
Showing posts with label ડાયાબિટીક રેસિપી. Show all posts

સોયાબીન બિરયાની

સોયાબીન બિરયાની
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
બેકિંગ સમય : ૩૦ મિનિટ
બેકિંગ તાપમાન : ૧૮૦૦ સે.(૩૬૦૦ ફે.)



સામગ્રી  :
-   ૧/૨ કપ સોયાબીન રાતભર પલાળેલા,   ૧ કપ ભાત,   ૧ ટુકડો તજ,   ૧ એલચી,   ૧ તમાલપત્ર,   મીઠું સ્વાદાનુસાર


મસાલા માટે :
-   ૧/૨ કપ કાંદાની સ્લાઇસ,   ૧/૨ ચમચી જીરું,   ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ,   ૧ કપ ટામેટા બારીક કાપેલા,   ૧/૨ ચમચી હળદર,   ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,   ૧/૨ ચમચી ધાણાજીરાનો પાવડર,   ૧/૪ કપ દૂધ (મળે તો લૉ-ફેટ દૂધ લેવું),   ૧ ૧/૨ કપ બાફેલા શાકભાજી (વટાણા, ફણસી, ફ્લાવર),   ૧/૪ કપ ફુદીનો બારીક સમારેલો,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી,   ૧ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર



રીત :
-   સોયાબીનને ધોઇને ૨ કપ પાણી, તજ, એલચી, તમાલપત્ર અને મીઠું નાંખીને મઘ્યમ તાપે ચઢવા દેવા. પછી પાણી કાઢીને એકબાજુ મૂકી રાખો.
-   ભાત અને સોયાબીન મિક્સ કરો.



મસાલાના મિશ્રણ માટે :
-   એક વાસણમાં તેલ ગરમ કરીને જીરું ઉમેરો.
-   જીરું તતડી જાય એટલે કાંદા તથા આદુ-લસણની પેસ્ટ નાંખીને સાંતળો.
-   તેમાં ટામેટા, હળદર, લાલ મરચું, ધાણાજીરાનો પાવડર અને ૧/૪ કપ પાણી નાંખીને ચઢવા દો. બઘું પાણી સુકાઇ જવું જોઇએ.
-   તેમાં દૂધ, મીઠું અને બાફેલા શાકભાજી નાંખીને સરખી રીતે મિક્સ કરો. ૫ થી ૭ મિનિટ ગેસ પર રહેવા દો એટલે રસો લચકા પડતો થઇ જશે. તેમાં કોથમીર અને ફુદીનો નાંખો.



આગળની રીત :
-   એક બેકિંગ ડીશમાં ભાત અને સોયાબીનને પાથરો અને ઉપર મસાલાના મિશ્રણને નાંખો.
-   વળી પાછો તેના પર ભાત અને સોયાબીન પાથરો અને એલ્યુમિનિયમ ફોઇલથી ઢાંકી દો.
-   અગાઉથી ગરમ કરી રાખેલા ઓવનમાં ૧૮૦૦ સે. (૩૬૦૦ ફે.) પર ૨૦ થી ૩૦ મિનિટ બેક કરો.
-   લૉ-ફેટ દહીં સાથે ગરમ ગરમ પીરસો.

સ્ટફડ કારેલા મખની ગ્રેવીમાં

સ્ટફડ કારેલા મખની ગ્રેવીમાં
તૈયારીનો સમય : ૨૦ મિનિટ
બનાવવાનો સમય :  ૬૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
ભરેલા કારેલા માટે :
-   ૪ મઘ્યમ કદના કારેલા,   ૧/૨ કપ મગની મોગર દાળ બે કલાક પાણીમાં પલાળેલી,   ૧/૪ ચમચી જીરું,    ૧ લીલું મરચું,   ૧/૨ ચમચી આદું ખમણેલું,   ૧/૪ ચમચી હળદર,   મીઠું સ્વાદાનુસાર,   ૧/૨ ચમચી તેલ,   ૧/૪ કપ કોથમીર બારીક સમારેલી



મખની ગ્રેવી માટે :
-   ૩ મઘ્યમ કદના ટામેટાની સ્લાઇસ,   ૧ મઘ્યમ કદના કાંદાની સ્લાઇસ,   ૨ લસણની કળી વાટેલી,   ૧ ટુકડો આદુ,   ૨ નંગ લવિંગ,   ૧ ટુકડો તજ,   ૧/૪ કપ કોળું બારીક સમારેલું,   ૧/૨ ચમચી જીરું,   ૧/૪ ચમચી કસુરી મેથી (સુકી મેથીના પાન),   ૧ ચમચી તેલ,   ૧/૨ કપ દૂધ,   ૧/૨ ચમચી મકાઇનો લોટ,   ૧ ચમચી લાલ મરચાની ભૂકી,   મીઠું સ્વાદાનુસાર



રીત :
ભરેલા કારેલાની :
-   કારેલાની છાલ કાઢો. (છાલનો ઉપયોગ થેપલા બનાવવા માટે કરો)
-   કારેલામાં વચ્ચેથી કાપા કરો અને અંદરથી બી કાઢી નાંખો તથા અંદર બહાર મીઠું લગાડીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.
-   એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં જીરું નાંખો. જીરું તતડી જાય એટલે મગની દાળ, લીલું મરચું, આદું, હળદર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.
-   તેમાં ૧/૨ કપ પાણી નાંખી ઢાંકીને દાળને ચઢવા દેવી.
-   તેમાં કોથમીર મિક્સ કરીને દાળને ઠંડી કરો.
-   આ મિશ્રણને કારેલામાં ભરીને ધીમા તાપે કારેલાને બાફો. પ્રત્યેક કારેલાના બે ટુકડા કરો.



મખની ગ્રેવી માટે :
-   ટામેટૉ, કાંદા, લસણ, આદુ, લવિંગ, તજ કોળું અને ૩/૪ કપ પાણી નાંખીને ધીમા તાપે રાખો. ટામેટા અને કોળું ચઢી જવા જોઇએ. તેને એકદમ ઠંડું કરો તથા લવિંગ અને તજ કાઢી નાંખો.
-   આ મિશ્રણને મિક્સમાં નાંખીને પ્યુરે બનાવો.
-   એક વાસણમાં તેલ ગરમ કરો અને જીરું નાંખો.
-   જીરું તતડી જાય એટલે ટામેટાનું મિશ્રણ, કસુરી મેથી, લાલ મરચું અને મીઠું નાંખીને ૫ થી ૭ મિનિટ ઉકળવા દેવું.
-   દૂધમાં મકાઇના લોટને મિક્સ કરીને તૈયાર થયેલી ગ્રેવીમાં નાંખો. થોડી મિનિટ ઉકળવા દો.



આગળની રીત :
-   કારેલાને પ્લેટમાં ગોઠવી ઉપરથી ગરમ મખની ગ્રેવી નાંખો.
-   રોટલી સાથે ગરમ ગરમ પીરસો.

કારેલાના થેપલાં

કારેલાના થેપલાં
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૧૦ થેપલાં બનશે



સામગ્રી :
-   ૧ કપ ઘઊંનો લોટ,   ૧/૪ કપ બાજરાનો લોટ,   ૧/૨ કપ કારેલાંની છાલ (બારીક સમારેલી),   ૧/૨ ચમચી લસણ વાટેલું,   ૧/૨ ચમચી હળદર,   ૧/૨ ચમચી ધાણાજીરુંનો ભૂકો,   ૧ ચમચો કોથમીર બારીક સમારેલી,   મીઠું સ્વાદાનુસાર



અન્ય સામગ્રી :
-   ૨ ચમચી તેલ થેપલા પર લગાડવા માટે



રીત :
-   બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી નાંખીને લોટ બાંધો.
-   લોટના ૧૦ ભાગ કરી થેપલા વણો.
-   લોઢી ગરમ મૂકીને થેપલાને તેલ મૂકીને શેકો.
-   ગરમ ગરમ પીરસો.

પૌષ્ટિક બાર્લી સુપ

પૌષ્ટિક બાર્લી સુપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૨ ચમચા પર્લ બાર્લી  ૩ થી ૪ કલાક પાણીમાં પલાળેલી,   ૨ ચમચા આખા મસૂર (રાતભર પલળેલા),   ૧ મોટી કળી લસણ વાટેલી,   ૩ લીલા કાંદા બારીક સમારેલા (લીલો અને સફેદ ભાગ અલગ અલગ રાખવો),   ૧/૪ કપ ગાજરના નાના ચોરસ ટુકડા,   ૧/૨ ટામેટું બારીક સમારેલું,   ૨ ચમચા કોથમીર સમારેલી,   ૧ ચમચી તેલ,   મીઠું અને મરી સ્વાદાનુસાર



રીત :
-   પાણીમાંથી બાર્લી કાઢીને એક બાજુ મૂકી રાખો.
-   એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો તેમાં લસણ અને કાંદાનો સફેદ ભાગ નાંખી સાંતળો.
-   તેમાં બાર્લી, મસૂર, ગાજર, મીઠું અને ૪ ૧/૨ કપ પાણી નાંખી કુકરનું ઢાંકણ ઢાંકી ૩ થી ૪ સીટી વગાડવી. પછી ઠંડું થવા દેવું.
-   તેમાં કાંદાનો લીલો ભાગ, ટામેટા, કોથમીર અને મરી નાંખીને ૫ મિનિટ ઉકાળો.
-   ગરમ ગરમ પીરસો.