બટાટા, પનીર અને લીલા વટાણાની ચાટ

બટાટા, પનીર અને લીલા વટાણાની ચાટ

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૦ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે

સામગ્રીઃ

બટાટાની ટિકીઓ માટે

-૪ બાફેલા અને અધકચરા ખમણેલા બટાટા
-૧૫૦ ગ્રામ ખમણેલું પનીર
-૧ ચમચી લીંબુનો રસ
-૨ ચમચા મેંદો
-૨ લીલું મરચું બારીક કાપેલું.
-૧ ચમચો બારીક કાપેલી કોથમીર
-તેલ સાંતળવા માટે
-મીઠું સ્વાદાનુસાર

લીલા વટાણાના મિશ્રણ માટે

-૩ કપ બાફેલા લીલા વટાણા અથવા ફણગાવેલા મગ
-૩ ચમચા બારીક કાપેલી કોથમીર
-૩ લીલા મરચાં બારીક કાપેલાં
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

પીરસવા માટે

-ઝેરેલું દહીં
-લીલી ટચણી
-મીઠી ચટણી
-થોડી ભેળની સુકી પુરી
-બારીક કાપેલી કોથમીર

રીતઃ બટાટાની ટિકીઓ માટે

- બટાટા, પનીર, લીંબુનો રસ, મેંદો, લીલામરચાં, કોથમીર અને મીઠાને બરાબર મિક્સ કરવા.
- તેના ૬ ભાગ કરવા અને ચપટી ગોળ ટીકીઓ બનાવવી.
- નૉન-સ્ટિક ફ્રાઇંગ પૅનમાં તેલની સાથે પકાવવી.

લીલા વટાણાના મિશ્રણ માટે

તેલને ગરમ કરવું અને તેલમાં લીલા વટાણા, કોથમીર, લીલા મરચાં અને મીઠું નાંખવા અને થોડી સેકંડ સાંતળવું.

પીરસવાની રીતઃ

- એક મોટી પ્લેટમાં આલુની ગરમ ટીકી મૂકવી. તેની ફરતે લીલા વટાણાનું મિશ્રણ પાથરવું. ઉપરથી દહી, લીલી ચટણી અને મીઠી ચટણી પાથરવી.
- પ્લેટની કિનાર પર પુરી ગોઠવવી. ઉપરથી સેવ અને કોથમીર નાંખી ગરમ ગરમ પીરસવી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.