બાળકોનું પ્રિય સિઝલર
તૈયારીનો સમયઃ ૩૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૪૦ મિનિટ
માત્રાઃ ૬ વ્યક્તિ માટે
સામગ્રીઃ
સ્પેગેટી માટે
-૧૦૦ ગ્રામ બાફેલી સ્પેગેટી અથવા નુડલ્સ
-૨ ચમચા માખણ
-મીઠું સ્વાદાનુસાર
ટૉમેટો ગ્રેવી માટે
-૧ ૧/૨ કિલો મોટાં મોટાં લાલ ટામેટાં
-૪ ચમચા સાકર (આશરે)
-૧ ચમચી મરચાની ભૂકી
-૩ ચમચા ટૉમેટાના રસા(ગ્રેવી)માં બેક કરેલા બીન્સ (ઇચ્છાનુસાર)
-૩ ચમચા તાજું ક્રીમ
-મીઠું સ્વાદાનુસાર
ચીઝના નાના ગોળા માટે
-૧૫૦ ગ્રામ પનીર
-૨ સ્લાઇસ બ્રેડની
-૩ ચમચા તાજું દહીં
-૧ ચમચો બારીક કાપેલી કોથમીર
-૩ લીલાં મરચાં બારીક કાપેલાં
-૪ ચમચા મેંદો
-૧/૪ ચમચી સોડા-બાઇ-કાર્બ
-મીઠું સ્વાદાનુસાર
-ઘી તળવા માટે
સજાવટ માટે
-બટેટાની ચિપ્સ
અન્ય સામગ્રી
-માખણ
-ખમણેલું ચીઝ
રીતઃ સ્પેગેટી માટે
- માખણને ગરમ કરવું. સ્પેગેટી અને મીઠું નાંખવા અને ૧ મિનિટ પકાવવું.
-ગરમ રાખવી.
ટૉમેટો ગ્રેવી માટે
- ટામેટાંના મોટા ટુકડા કાપવા. ૧ ચમચો પાણી નાંખી બાફવા. ચડી જાય એટલે ગળણીથી ગાળીને ઘટ્ટ સૂપ કાઢી લેવો.
- સાકર, મીઠું અને મરચાની ભૂકી નાંખવાં અને ઓછામાં ઓછું ૧૦ મિનિટ ઉકાળવું.
- બેક કરેલા બીન્સ અને ક્રીમ નાંખવા.
ચીઝના નાના ગોળાઓ માટે
- બ્રેડની સ્લાઇસને દહીંમાં ૧૦ મિનિટ પલાળવી.
- પનીરને હાથેથી છૂટું કરી ખૂબ મસળવું.
- પલાળેલી બ્રેડની સ્લાઇસ, કોથમીર, લીલા મરચાં, મેંદો, સોડાબાઇકાર્બ અને મીઠું નાંખવા.
- ખૂબ સારી રીતે મિક્સ કરવું. અને નાના ગોળા બનાવવા.
- ઘીમાં તળી લેવા.
કેવી રીતે પીરસવું?
- સિઝલર પ્લેટની વચ્ચે સ્પેગેટી રાખવી અને ઉપરથી ટૉમેટો ગ્રેવી નાંખવી.
- સ્પેગેટીને ચીઝના નાના ગોળાઓથી ઘેરી લેવી અને તેમની ચારે તરફ બટેટાની ચિપ્સ મૂકી બહારનો ગોળાકાર બનાવવો.
- સિઝલર પ્લેટને ગેસ પર મુકવી. ગરમ થઇ જાય એટલે થોડું પાણી છાંટવું અને માખણનો લચકો નાંખી સીઝવા દેવું.
-બાકીની પ્લેટમાં પણ આ જ રીત અનુસરવી.
ટીપ્સ
બધી સામગ્રી તૈયાર રાખવી અને પીરસતાં પહેલાં મિક્સ કરવી.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.