મિની ચિલા ચાટ

મિની ચિલા ચાટ

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ ચણાનો લોટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-એક ચપટી હંિગ
-મીઠું સ્વાદાનુસાર
-થોડું તેલ

અન્ય સામગ્રીઃ

-૪ લીલા કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ ખજૂર આમલીની ચટણી
-૧/૪ કપ લીલી ચટણી

ઉપરથી સજાવવા માટે

-૧/૪ કપ સેવ
-૨ ચમચા કોથમીર

રીતઃ

- ચણાનો લોટ, હંિગ, લાલ મરચું, મીઠું અને પાણી મિક્સ કરી પાતળું ખીરું બનાવો.
- નોન સ્ટિક તવાને ગરમ મૂકી તેના પર ૧/૨ ચમચો ખીરું પાથરો. નાના ચીલાની બાજુમાં તથા ઉપર થોડું તેલ મૂકો. બંને બાજુ ગોલ્ડન રંગના ચીલા થાય ત્યાં સુધી શેકો.
- આ પ્રકારે બાકીના ખીરામાંથી નાના ચીલા બનાવો.

આગળની રીતઃ

પીરસતી વખતે પ્લેટમાં ચીલા મૂકી ઉપર લીલા કાંદા, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, સેવ અને કોથમીર નાંખો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.