મોકા કપ
તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રીઃ
-૬ થી ૮ ચૉકલેટ બિસ્કિટ ભૂકો ભરેલા
ચૉકલેટ મૂસ માટે
-૧ કપ ઘેરા રંગની ચૉકલેટ બારીક કાપેલી
-૧ ચમચો દૂધ
-૧ કપ તાજું ક્રીમ
કૉફી ક્રીમ માટે
-૨ કપ તાજું ક્રીમ
-૧/૪ કપ દળેલી સાકર
-૧/૨ ચમચી વેનીલા એસેન્સ
-૧ ચમચો ઇન્સ્ટંટ કોફી પાવડર
-૨ ચમચો બારીક કાપેલી ઘેરા રંગની ચૉકલેટ
સજાવવા માટે
-૧ ચમચો બારીક કાપેલી ચૉકલેટ
રીતઃ
ચૉકલેટ મૂસ માટે
- એક વાસણમાં ચૉકલેટને દૂધ સાથે મિક્સ કરવી અને પછી ધીમા તાપે પિગાળવી જ્યાં સુધી સુંવાળો સૉસ થઇ જાય. થોડું ઠંડુ થવા દેવું.
- ક્રીમને ખૂબ નરમ થાય ત્યાં સુધી ફીણવું અને પછી હલકે હાથે ઠંડા થયેલા ચૉકલેટના મિશ્રણમાં મિક્સ કરવું. એક તરફ મૂકી દેવું.
કૉફી ક્રીમ માટે
- એક બાઉલમાં ક્રીમ, સાકર અને વેનિલા એસેન્સને મિક્સ કરવા અને બરાબર ફીણવું જ્યાં સુધી ખૂબ નરમ થઇ જાય.
- ૧ ચમચો નવશેકા પાણીમાં કૉફીને ઓગાળવી અને તેને પછી વ્હીપ્ડ ક્રીમમાં નાંખવી.
- ચૉકલેટ નાંખવી અને ધીરેથી મિક્સ કરવું. એક તરફ મૂકી દેવું.
આગળની રીત
- ૪ લાંબા ગ્લાસમાં કૉફીના ભૂકાને ભભરાવવો.
- દરેક ગ્લાસમાં લગભગ ૨ થી ૩ ચમચા કૉફી ક્રીમ નાંખવી.
- દરેક ગ્લાસમાં થોડું ચૉકલેટ મૂસ નાંખવું અને પછી દરેક ગ્લાસમાં બાકી વધેલી કૉફી ક્રીમ નાંખવી.
- થોડી બારીક કાપેલી ચૉકલેટથી સજાવવો અને સેટ થાય ત્યાં સુધી ફ્રીજમાં રાખવો.
ખૂબ ઠંડો પીરસવો.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.