મકાઈ કુંભ જાલફ્રેઝી

મકાઈ કુંભ જાલફ્રેઝી

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ રોટી બનશે

સામગ્રીઃ

-૧૧/૨ કપ મશરૂમ (દરેકના ચાર ભાગ કરેલા)
-૩/૪ કપ મકાઈના દાણા બાફેલા
-૧/૨ કપ કેપ્સીકમ બારીક સમારેલું
-૧ ચમચી જીરું
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ
-૨ ચમચી આદુંની પેસ્ટ
-૧ ચમચી ધાણા-જીરું
-૧ કપ ટામેટા બારીક સમારેલા
-૨ ચમચા ટોમેટો કેચઅપ
-૧ ચપટી સાકર (ઈચ્છાનુસાર)
-૩ ચમચા તેલ
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો કોથમીર બારીક સમારેલી

રીતઃ-

- એક વાસણમાં તેલને ગરમ કરો અને જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે કાંદા ઉમેરો અને સાંતળો.
- તેમાં લીલા મરચાં, આદું, ધાણા-જીરું અને લાલ મરચું ઉમેરો અને થોડી સેકંડ સાંતળોે.
- તેમાં ટામેટા અને ટોમેટો કેચઅપ ઉમેરો અને ૨ થી ૩ મિનિટ હલાવો.
- તેમાં મશરૂમ, મકાઈના દાણા, કેપ્સીકમ, ૩/૪ કપ પાણી, સાકર અને મીઠું ઉમેરો અને મશરૂમ બફાઈ જાય અને ગ્રેવી ઘટ્ટ બને ત્યાં સુધી ઉકાળો.પછી ગેસ પરથી ઉતારો.

કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.