ઇંડા વગરની ચૉકલેટ કેક

ઇંડા વગરની ચૉકલેટ કેક

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બેક કરવાનો સમયઃ ૩૦ મિનિટ
માત્રાઃ ૧૨ નંગ બનશે

સામગ્રીઃ

-૧૨૫ ગ્રામ સેલ્ફ રેઝંિગ ફ્‌લોર
-૨ ચમચા કોકો પાવડર
-૧ ચમચી કાપીને બેકંિગ પાવડર
-૧/૨ ચમચી સોડા-બાઇ-કાર્બ
-૧/૨ ટિન (૪૦૦ ગ્રામનું આખુંટિન) કન્ડેન્સ્ડ મિલ્ક
-૬૦ મિ.લિ.પિગાળેલું માખણ અથવા માર્ગરિન
-૧ ચમચી વેનીલા એસેન્સ

રીત

- લોટ, કોકો પાવડર, બેકંિગ પાવડર અને સોડા-બાઇ-કાર્બને એકસાથે ચાળવા.
- કન્ડેન્સ્ડ મિલ્ક, લોટનું મિશ્રણ, ૭૫ મિ.લિ.પાણી, વેનીલા એસેન્સ, અને પિગાળેલા માખણને બરાબર મિક્સ કરી, મિશ્રણ ચમચાથી પડી શકે તેવું કરવું.
- કાગળના નાના કપમાં તે ૩/૪ ઊંચાઇ જેટલું ભરવું અને ગરમ ઓવનમાં ૨૦૦૦સે.(૪૦૦૦ફે.) તાપમાન પર ૨૦ મિનિટ બેક કરવું.
- કેકને ઠંડી કરવી.

જ્યારે કેક ઠંડી થાય ત્યારે થોડું પાણી છાંટવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.